૧૩ મહિનાનું હશે વર્ષ ૨૦૨૩નું હિંદુ કેલેન્ડર; ૧૯ વર્ષ પછી રચાશે આવો સંયોગ
આ વર્ષે આવશે ૨ શ્રાવણ માસ
હિંદુ પંચાંગ અનુસાર આવનાર વર્ષ ૧૨ને બદલે ૧૩ મહીનાનું રહેશે. વર્ષ ૨૦૨૩માં ભગવાન શિવનો પ્રિય એવો શ્રાવણ માસ આ વખતે એક નહી પરંતુ ૨ મહીનાનો રહેશે, આવું અધિક્માસના લીધે થશે જેને અમુક જગ્યાએ 'મલમાસ' તરીકે પણ જાણવામાં આવે છે.
વર્ષ ૨૦૨૩ને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે જ્યોતિષોનું કહેવું છે કે આવનારૂ ૨૦૨૩નુ વર્ષ ખાસ રહેશે. હિંદુ પંચાંગ અનુસાર આવનારૂ વર્ષ ૧૨ ને બદલે ૧૩ મહીનાનું રહેશે, શિવ ભક્તોને એક ના બદલે બે મહિના શિવ ઉપાસના કરવાની તક મળશે. અને આવું અધિકમાસના લીધે થશે જેને 'મલમાસ' પણ કહે છે. જયોતિષીઓનું કહેવું છે કે અધિકમાસને કારણે લગભગ ૧૯ વર્ષ બાદ એવો સંયોગ રચાશે કે જ્યાં ૧ ને બદલે ૨ શ્રાવણમાસ હશે.
ક્યારથી શરુ થશે અધિક્માસ ??
અધિક્માસનો પ્રારંભ ૧૮ જુલાઈથી થશે અને ૧૬ ઓગસ્ટ સુથી રહેશે. આ મહિનાને ભગવાન વિષ્ણુની ભક્તિ માટે પણ ઉત્તામ્માંહીનો ગણવામાં આવે છે, અને આ મહિનો શ્રાવણ મહિના સાથે જ આવતો હોવાથી ભગવાન શિવની ઉપાસના કરવા માટે શિવ ભક્તોને વધારે સમય મળશે.
હિંદુ કેલેન્ડર અનુસાર દર ત્રણ વર્ષે એક મહિનો વધારે જોડાય છે અને દર ચાર વર્ષે અધિકમાસ આવે છે જેને આપણે મલમાસ કે પુરુષોતમ માસ પણ કહીએ છે. સૂર્યનું વર્ષ ૩૬૫ દિવસ અને ૬ કલાકનું હોય છે જયારે ચંદ્રનું વર્ષ ૩૫૪ દિવસોનું હોય છે. આમ બંને વચ્ચે ૧૧ દિવસોનું અંતર દર વર્ષે સર્જાય છે. દર વર્ષે સર્જાતા આ ૧૧ દિવસના અંતરને જોડવામાં આવે તો એક મહિના જેટલું થઈ જાય છે અને આ અંતરના લીધે ચાર વર્ષે એક વાર ચંદ્ર માસ અસ્તિત્વમાં આવે છે જેને આપણે અધિકમાસ કહીએ છે.
અધિક્માસમાં આટલું ન કરવું:
માંગલિક કાર્યો: અધિક્માસમાં લગ્ન કરવાનું ટાળવું જોઈએ. જ્યોતિષના અનુસાર જો આ મહિનામાં લગ્ન કરવામાં આવે તો પતિ-પત્ની વચ્ચે અણબનાવ રહે છે અને ઘરમાં સુખ-શાંતિ રહેતી નથી, આ ઉપરાંત પતિ પત્ની વચ્ચે ખટરાગ રહેવાથી બંને ભાવનાત્મક અને શારીરિક સુખથી પણ વંચિત રહે છે.
નવું કાર્ય: અધિક્માસમાં નવા કાર્ય કે નવા વ્યવસાયની શરૂઆત પણ ન કરવી જોઈએ. અધિક્માસમાં નવો વ્યવસાય શરુ કરવાથી તે આર્થીક મુશ્કેલીઓને જન્મ આપે છે. નવી નોકરી અથવા મોટા રોકાણથી પણ આ મહિનામાં ન કરવું જોઈએ.
ઘર કે દુકાનનું નિર્માણ : અધિકમાસમાં નવા મકાનનું નિર્માણ કે તેમાં રોકાણ ન કરવું હિતાવહ માનવામાં આવે છે. આ સમયમાં બનાવેલા ઘરમાં સુખ-શાંતિની અછત વર્તાય છે, આથી જો તમારે ઘર કે અન્ય કોઈ સંપત્તિ ખરીદવી હોય તો તે અધિકમાસ શરુ થાય એ પહેલા જ ખરીદી લેવું જોઈએ.
શુભ કાર્ય: અન્ય માંગલિક કાર્યો પણ આ સમયમાં ટાળવા જોઈએ. નાના બાળકનું મુંડન કે કાન વીંધાવવા જેવા કાર્યો પણ ના કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ સમયમાં જો કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે તો સંબંધો ખરાબ થવાની સંભાવના રહેલી છે.