હનુમાન જયંતીએ ધરાવો ખાસ લાડુ, થશે ચમત્કાર
હનુમાનજીને સંકટ મોચન કહેવાય છે. દરેક સંકટ દૂર કરનારા હનુમાનજીને મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા કરીને એમને પ્રસન્ન કરવામાં આવે છે પરંતુ હનુમાન જયંતિના દિવસે હનુમાનજીનો જન્મ થયો હોવાથી એ દિવસે પૂજા પણ વિશેષ થવી જોઈએ. દર વર્ષે ચૈત્ર મહિનાની પૂનમે હનુમાન જયંતી ઉજવાય છે. આ વર્ષે 19 એપ્રિલ, શુક્રવારે હનુમાન જયંતિ ઉજવાશે. આ દિવસે ભગવાનની વિધિવત પૂજા કરવાથી ખાસ લાભ થાય છે.
હનુમાનજીની જન્મકથા
હનુમાનજીને ભગવાન શિવના 11માં અવતાર માનવામાં આવે છે. હનુમાનજીને જન્મની પૌરાણિક કથા મુજબ અમરત્વની પ્રાપ્તિ માટે દેવ-દૈવોએ સમુદ્રમંથન કર્યું ત્યારે અંદરથી નીકળેલો અમૃતનો ચરુ અસુરો છીનવીને ભાગી ગયા.
એ પછી ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું જેને જોઈને અસુરોની સાથે જ ભગવાન શિવ પણ મોહિત થયા હતા. ભગાવન શિવે વીર્ય ત્યાગ કર્યો, જેને પવનદેવે વાનરરાજ કેસરીની પત્ની અંજનાએ ગર્ભમાં પ્રવિષ્ટ કરી દીધો. જેના ફળસ્વરૂપ માતા અંજનાએ હનુમાનજીને જન્મ આપ્યો.
હનુમાન જયંતીની પૂજા-વિધિ
હનુમાન જયંતીને દિવસે બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને ભગવાન શ્રીરામ, સીતાજી અને હનુમાનજીનું સ્મરણ કરવું. એ પછી સ્નાનાદી પતાવીને હનુમાનજીની પ્રતિષ્ઠા કરીને વિધિવત રીતે પૂજા પાઠ કરો. હનુમાનજીની આરતી ઉતારો, એ પછી હનુમાન ચાલીસાનો પાઠ કરીને બજરંગ બાણનું પણ પઠન કરો.
આ દિવસે રામચરિચ માનસના સુંદરકાંડ તે હનુમાન ચાલીસાનો અખંડ પાઠ પણ કરાવી શકાય છે. આ દિવસે હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે. પ્રસાદ તરીકે ગોળ, પલાળેલા કે શેકેલા અને બેસનના લાડુ ધરાવી શકાય છે.