Get The App

આજે હનુમાન જન્મોત્સવ પર 57 વર્ષ બાદ દુર્લભ સંયોગ, ધનલાભ માટે કરો આ ખાસ ઉપાય

Updated: Apr 12th, 2025

GS TEAM


Google News
Google News
આજે હનુમાન જન્મોત્સવ પર 57 વર્ષ બાદ દુર્લભ સંયોગ, ધનલાભ માટે કરો આ ખાસ ઉપાય 1 - image


Hanuman Jayanti 2025: હનુમાનજીનો જન્મ ચૈત્ર શુક્લ પૂર્ણિમાના દિવસે થયો હતો. આ વર્ષે હનુમાન જયંતિનો પર્વ ખૂબ જ દુર્લભ સંયોગ લઈને આવ્યો છે. હનુમાન જયંતિ શનિવારે (12 એપ્રિલ) છે, જે હનુમાનજીનો પ્રિય દિવસ છે. એવું કહેવાય છે કે જે લોકો આ દિવસે યોગ્ય વિધિઓ સાથે હનુમાનજીની પૂજા કરે છે તેમને ઇચ્છિત ફળ મળે છે. આ દિવસ હનુમાનજીની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જાણો શુભ મુહૂર્ત

ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તિથિ શનિવારે (12મી એપ્રિલ) સવારે 03:21 વાગ્યે શરૂ થશે અને રવિવાર (13મી એપ્રિલ) સવારે 05:51 વાગ્યે સમાપ્ત થશે. હનુમાન જયંતિ પર પૂજા માટેનો પહેલો શુભ સમય 12મી એપ્રિલના રોજ સવારે 7:34થી 9:12 સુધીનો છે.ત્યારબાદ બીજો શુભ સમય સાંજે 6.46થી 8:08 સુધીનો રહેશે. આ દરમિયાન તમે કોઈપણ શુભ કાર્ય પણ શરૂ કરી શકો છો.



57 વર્ષ પછી હનુમાન જયંતિ પર આ દુર્લભ સંયોગ

હનુમાન જયંતિ આ વર્ષે ખૂબ જ ખાસ છે કારણ કે આજના દિવસે શનિ 57 વર્ષ પછી પંચગ્રહી યોગ બનાવવા જઈ રહ્યો છે. આ દિવસે હસ્ત નક્ષત્રમાં મીન રાશિમાં પંચગ્રહી યોગ બનશે. સૂર્ય, શનિ, રાહુની ત્રિયુતિ હશે અને તેની સાથે શુક્ર-બુધના યુતિને કારણે લક્ષ્મી નારાયણ યોગ બનશે.

હનુમાન જયંતિ પર કેવી રીતે પૂજા કરવી?

હનુમાન જયંતિ પર સાંજે લાલ કપડું પાથરીને હનુમાનજીની મૂર્તિ અથવા તસવીર દક્ષિણ તરફ મુખ કરીને રાખો. લાલ કપડાં પહેરીને લાલ આસન પર બેસો. ઘીનો દીવો અને ચંદનની અગરબત્તી અથવા ધૂપ પ્રગટાવો. તેને ચમેલીના તેલમાં ભેળવીને નારંગી સિંદૂર અને ચાંદીનું વર્ક ચઢાવો. ત્યારબાદ લાલ ફૂલોથી પુષ્પ અર્પણ કરો. પ્રસાદ તરીકે લાડુ અથવા બુંદી ચઢાવો. તમે કેળા પણ ચઢાવી શકો છો. દીવો 9 વાર ફેરવીને આરતી કરો અને 'ऊं मंगलमूर्ति हनुमते नमः' મંત્રનો જાપ કરો.

ધન પ્રાપ્તિ માટે આ ઉપાયો કરો

કોઈપણ પુરુષ કે મહિલા હનુમાન પૂજા કરી શકે છે. હનુમાન જયંતિ પર ખાસ ઉપાય કરવાથી ધન પ્રાપ્તિનો માર્ગ મજબૂત બને છે. હનુમાનજીને જળ ચઢાવ્યા પછી પંચામૃત ચઢાવો. તલના તેલમાં નારંગી સિંદૂર મિક્સ કરીને અર્પણ કરો. ચમેલીની સુગંધ અથવા તેલ અર્પણ કરો. હનુમાનજીને ફક્ત લાલ ફૂલો જ અર્પણ કરો. તમે ગોળ અથવા ઘઉંના લોટની રોટલી અને ચુરમા પણ આપી શકો છો. 'मंत्र श्री राम भक्ताय हनुमते नमः' મંત્રનો પણ જાપ કરો.

આજે હનુમાન જન્મોત્સવ પર 57 વર્ષ બાદ દુર્લભ સંયોગ, ધનલાભ માટે કરો આ ખાસ ઉપાય 2 - image

Tags :