FOLLOW US

25 મે પર ગુરુ પુષ્યનો યોગ બની રહ્યો છે, ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય

આ દિવસે વૃદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગનો સમન્વય થાય છે

આગામી તા. 25 મે 2023ના રોજ ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે. અને આ યોગ ખુબ જ શુભ માનવામાં આવે છે.

Updated: May 22nd, 2023

Image Twitter 

તા. 22 મે 2023, સોમવાર 

ભારત વિવિધ સંસ્કૃતિને વરેલો દેશ છે, દેશમાં વિવિધ સંપ્રદાય-જાતિ, ધર્મના લોકો વસવાટ કરે છે. જેમાં હિન્દુ ધર્મના લોકો આસ્થા સાથે જોડાયેલા છે આ ઉપરાંત વિવિધ તિથિઓ, યોગ વગેરેમાં વધારે મહત્વ ધરાવતા હોય છે. અને તેમાં ગુરુ પુષ્ય યોગનું વધારે મહત્વ હોય છે. જે આ મહિનાની આગામી તા. 25 મે 2023ના રોજ ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે. અને આ યોગ ખુબ જ શુભ માનવામાં આવે છે. ત્યારબાદ મે મહિના બાદ ડીસેમ્બરમાં ફરી આ યોગ બનશે. 

આ દિવસે વૃદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગનો સમન્વય થાય છે

આ ગુરુ પુષ્ય યોગની સાથે સાથે 5 શુભ યોગ બની રહ્યા છે. જેમા વૃદ્ધિ યોગસર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગનો સમાવેશ થાય છે. અને એવુ માનવામાં આવે છે કે 25 મે નો દિવસ અતિ શુભ માનવામાં આવે છે, જેના કારણે કેટલીક રાશિઓ પર ધનનો વરસાદ થશે. 

ક્યારે બને છે આ શૂભ ગુરુ પુષ્ય યોગ

જ્યારે ગુરુવારના દિવસે આ પુષ્ય નક્ષત્ર હોય છે, ત્યારે આ અતિ દુર્લભ ગુરુ પુષ્ય યોગ બને છે. અને આ યોગ ખૂબ જ શુભ ફળદાયી હોય છે. 

આવો જાણીએ કે 25 મે રોજ બનવા જઈ રહેલો ગુરુ પુષ્ય યોગથી કઈ રાશિઓને ફાયદો થવાનો છે.

વષભ  રાશિ 

વ્યાપારમાં લાભ પ્રાપ્ત થઈ શક છે. નોકરી કરતા લોકોના પગારમાં વધારો થવાનો યોગ બની રહ્યો છે. નવા લોકો સાથે મુલાકાત થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો સાબિત થશે. આ ઉપરાંત દામ્પત્ય જીવન સુખમય રહેશે. નોકરીમાં સહકર્મી સાથે સારા સંબંધ વિકશે. 

મિથુન રાશિ 

તમારા કાર્યક્ષેત્રમાં તેમને ગુરુ પુષ્ય યોગ ઉંચા પદ પ્રાપ્ત કરાવશે. પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. ભાગ્યનો સાથ મળી રહેશે. 

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને સંતાન પક્ષથી ખૂશખબરી મળી શકે છે. ગુરુ પુષ્ય યોગના પ્રભાવથી ધંધા- રોજગારમાં લાભ પ્રાપ્ત થાય. વ્યાપારીઓ માટે આ સમય શુભ ફળ આપનારો સાબિત થશે. પરંતુ સ્વાસ્થ્યની કાળજી રાખવી  જરુરી છે. 

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે રોકાણ કરવા માટે આ સમય ઘણો ઉચિત ગણવામાં આવે છે. પોતાના કાર્યક્ષેત્રમાં જવાબદારી વધી શકે છે પરંતુ તેનો લાભ મળશે. અને પાર્ટનરનો સહકાર મળશે. સહકર્મચારીઓનો પણ સહકાર સારો પ્રાપ્ત થશે. 

Gujarat
IPL-2023
Magazines