ગુરુ પૂર્ણિમાએ ભૂલથી પણ આ કામ ન કરતાં, નહીંતર ગુરુના આશીર્વાદ નહીં મળે
Guru Purnima 2025: ભારતમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે અને આ પર્વ અહીં ગુરુઓને સમર્પિત કરવામાં આવે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમાં 10 જુલાઈના રોજ એટલે કે આવતી કાલે ઉજવવામાં આવશે. આ દિવસે દરેક વિદ્યાર્થીઓએ પોતાના ગુરુનું સન્માન કરવું જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ.
ગુરુ પૂર્ણિમા અષાઢી પૂર્ણિમાના નામથી પણ ઓળખાય
ગુરુ પૂર્ણિમા અષાઢી પૂર્ણિમાના નામથી પણ ઓળખાય છે. આ સાથે જ આ દિવસે ગીતાના જનક વેદ વ્યસનો પણ જન્મ થયો હતો, તેથી આ દિવસ વ્યાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખાય છે. હિન્દુ પંચાગ પ્રમાણે ગુરુ પૂર્ણિમા અથવા અષાઢી પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જ્યોતિષીઓના મતે આ દિવસે કેટલીક ભૂલો કરવાથી સાવધ રહેવું જોઈએ.
આ પણ વાંચો: ગુરુ પૂર્ણિમાએ આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, જાણો શું છે કારણ
ગુરુ પૂર્ણિમાએ આ બાબતોનું રાખો વિશેષ ધ્યાન
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ગુરુની સામે જમીન પર બેસો અને તેમની સાથે એક જ આસન પર ન બેસવું. આ દિવસે ગુરુની સામે ખાલી હાથે ન જવું, તેમના માટે ભેટ લઈને જવું અને તેમને આદર આપવો. ગુરુની સામે અપશબ્દોનો ઉપયોગ ન કરવો અને તેમનું અપમાન ન કરવું. ગુરુ દ્વારા આપવામાં આવેલી શિક્ષાને ધ્યાનથી સાંભળો અને તેને તમારા જીવનમાં લાગુ કરવાનો પ્રયાસ કરો. આ ઉપરાંત ગુરુ વિશે ખરાબ ન બોલવું અને તેમનું નામ આદરથી લેવું, જેથી તેમનું માન વધે.