Guru Gochar 2026: ગુરુનું ગોચર દરેક રાશિ માટે ખાસ મહત્વ ધરાવે છે. ગુરુ ગ્રહ ધીમી ગતિએ ચાલીને આજે કર્ક રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. હવે ગુરુ ટૂંક સમયમાં જ પોતાનું નક્ષત્ર પરિવર્તન પણ કરવા જઈ રહ્યો છે. હિન્દુ પંચાંગ પ્રમાણે હાલમાં ગુરુ પુનર્વસુ નક્ષત્રમાં ગોચર કરી રહ્યો છે. પરંતુ આગામી થોડા જ દિવસોમાં ભાગ્ય અને સંતાનના કારક ગુરુ પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે. પુષ્ય નક્ષત્રના સ્વામી ગ્રહ શનિ માનવામાં આવે છે. આગામી 18 જૂનના રોજ રાત્રે 9:32 વાગ્યે ગુરુ પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે. શનિના આ નક્ષત્રમાં ગુરુ ગ્રહ 18 ઓગસ્ટ સુધી બિરાજમાન રહેશે. આવી સ્થિતિમાં ગુરુના આ નક્ષત્ર પરિવર્તનથી કેટલીક રાશિના જાતકોને પોઝિટિવ સમાચાર મળી શકે છે. આવો જાણીએ શનિના પુષ્ય નક્ષત્રમાં ગુરુનું ગોચર કઈ રાશિના જાતકો માટે સારા દિવસો લઈને આવી રહ્યું છે-
16 દિવસ બાદથી આ રાશિના જાતકોના સારા દિવસો શરૂ થશે
ધન રાશિ
શનિના પુષ્ય નક્ષત્રમાં ગુરુનું ગોચર ધન રાશિના જાતકો માટે પોઝિટિવ માનવામાં આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન તમારું બેંક બેલેન્સ વધારવા માટે તમને નવી તકો મળી શકે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે. પ્રોફેશનલ લાઈફમાં પણ પ્રગતિના નવા માર્ગો ખુલતા જોવા મળશે. એકંદરે આ ગોચર દરમિયાન તમે પોઝિટિવ એનર્જીથી ભરપૂર રહેશો.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે શનિના પુષ્ય નક્ષત્રમાં ગુરુનું ગોચર લાભદાયી માનવામાં આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન તમારું મન ધાર્મિક પ્રવૃત્તિઓમાં વધુ પરોવાયેલું રહેશે. તમારી લવ લાઈફ પણ સારી રહેશે. તમે લોકો સાથે મેલજોલ અને સંપર્ક વધારવામાં સક્ષમ રહેશો. તમારા પદ-પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. પ્રમોશનની નવી તકો મળી શકે છે.
કન્યા રાશિ
શનિના પુષ્ય નક્ષત્રમાં ગુરુનું ગોચર કન્યા રાશિના જાતકો માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. જો કે, આ સમયગાળા દરમિયાન તમારે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. તમે કોન્ફિડન્સથી ભરપૂર રહેશો. મિત્રો તરફથી પણ તમને ભરપૂર સાથ મળશે. આ સાથે જ કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે.


