Get The App

8 સપ્ટેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે

Updated: Sep 7th, 2018

GS TEAM

Google News
Google News
8 સપ્ટેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ? 1 - image

અમદાવાદ, તા. 8 સપ્ટેમ્બર શનિવાર 2018

મેષ:

આજે અઘોરા ચૌદશે મહાદેવજીની ભક્તિ-પૂજાથી શાંતિ-હળવાશ રહે. બજારોની વધઘટમાં વેપાર-ધંધામાં ધ્યાન આપવું પડે.

વૃષભ:

અઘોરા ચૌદશ - માસિક શિવરાત્રીએ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ નોકરી-ધંધાના કામમાં, આરોગ્યની બાબતમાં ચિંતા રહે.

મિથુન:

લપસી પડવાથી ઈજાથી, રસ્તામાં આવતા જતા વાંદરાથી, કૂતરાથી, ગાય, ભેંસથી, વાહન  ટક્કરથી  સંભાળવું પડે. નોકરી-ધંધામાં રાહત રહે.

કર્ક: 

અઘોરા ચૌદશ - માસિક શિવરાત્રીએ બપોર પછી કામકાજમાં સાનુકૂળતા રહે.  ધર્મકાર્યથી યાત્રાપ્રવાસનું આયોજન ગોઠવાય.

સિંહ:

જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા અંગત કામમાં, પત્ની-સંતાન-સગાસંબંધી-મિત્રવર્ગના કામમાં, ધર્મકાર્યમાં વ્યસ્ત થતા જાવ.

કન્યા:

ચિંતા-ખર્ચ-ઉચાટ રહે. બહાર કે બહારગામ જવાના પ્રશ્ને મીલન-મુલાકાતના પ્રશ્ને આપને કંઇ ગમે નહીં. બેચેની રહે.

તુલા: 

પુત્રપૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. વ્યસ્તતામાં દિવસ પસાર થાય.  સાંજના સમયે બહાર કે બહારગામ જવાનું થાય.

વૃશ્ચિક:

ધર્મકાર્યમાં વ્યસ્તતા રહે. પરંતુ આરોગ્યની કાળજી રાખવી. છાતીમાં દર્દપીડાથી - દુઃખાવાથી સંભાળવું. બેકાળજી રાખવી નહીં.

ધન:

જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપ હળવાશ-રાહત અનુભવતા જાવ. ધર્મકાર્ય થાય. સગાસંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય.

મકર:

અઘોરા ચૌદશ - માસિક શિવરાત્રીનો આજનો શનિવાર જેમ જેમ પસાર થાય તેમ તેમ અસ્વસ્થતા  અનુભવતા જાવ. આકસ્મિક ચિંતા-ઉપાધિ જણાય.

કુંભ:

કામની વ્યસ્તતા છતાં આનંદથી તમારું કામ કરી શકો. નોકરી-ધંધાના - સગા-સંબંધી-મિત્રવર્ગના સંબંધ-વ્યવહાર તાજા થાય.

મીન:

વિલંબમાં પડેલા કામના ઉકેલમાં સાનુકૂળતા રહે. બહાર કે બહારગામ જવાનું થાય.  આકસ્મિક કોઇને મળવાનું થાય.

જન્મતારીખ વર્ષસંકેત

આજની તારીખે શરૃ થતા જન્મવર્ષમાં જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ નોકરી-ધંધાના પ્રારંભના છ મહિના તકલીફના રહે. પરંતુ ઉત્તરાર્ધમાં અંશતઃ રાહત થતી જાય. જેમના જન્મના ગ્રહ બળવાન હશે તેમને તકલીફ-પરેશાની-રૃકાવટ છતાં કામ ઉકેલાય.

વ્યવહાર સંબંધ

સગાસંબંધી-મિત્રવર્ગના સંબંધ-વ્યવહારમાં મનદુઃખ થાય. ગેરસમજ થાય. વિયોગ થાય.

કાનૂની કાર્યવાહી

મકાન-જમીન-મીલ્કત અંગેની, નોકરી-ધંધાની - કુટુંબની-પરિવારની કાનૂની કાર્યવાહીમાં આપે સજાગ રહેવું પડે. કોઇના દોરવાયા દોરવાઇ જવું નહીં. વાતોથી પ્રભાવીત થઇ જવું નહીં. કોઇપણ કામ કરો - નિર્ણય કરો - સહીસિક્કા કરો તેમાં સાવધાની-જાગૃતિ-સલામતીનો વિચાર કરવો.

પુત્ર-પૌત્રાદિકની ચિંતા

સંતાનના આરોગ્ય-વિદ્યાભ્યાસ-વિવાહ-લગ્ન- નોકરી-ધંધાના પ્રશ્ને આપને ચિંતા રહે. છુટાછેડાના વિવાદમાં કાનૂની કાર્યવાહી-પોલીસ કાર્યવાહીમાં પરિવારને તકલીફો પડે.

વિદ્યાર્થીવર્ગ

વિદ્યાર્થીવર્ગે વર્ષારંભથી જ અભ્યાસમાં ધ્યાન આપવું પડે. વ્યસની-આળસુ મિત્રવર્ગમાં તમને  હાનિ થાય.

Tags :