8 નવેમ્બર 2018: આજનું પંચાગ
- આજે બેસતું વર્ષ- કારતક સુદ એકમ, વિક્રમ સંવત 2૦75 પ્રારંભ
અમદાવાદ, તા. 8 નવેમ્બર 2018, ગુરુવાર
વિક્રમ સંવત 2૦75 પ્રારંભ
બેસતું વર્ષ- કારતક સુદ એકમ
જૈન વીર સંવત 2545 નો પ્રારંભ
દિવસના ચોઘડિયા: શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા: અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
અમદાવાદ સૂર્યોદય: 6 ક. 51 મિ. સૂર્યાસ્ત: 17 ક. 56 મિ.
સૂરત સૂર્યોદય: 6 ક. 46 મિ. સૂર્યાસ્ત: 17 ક. 59 મિ.
મુંબઈ સૂર્યોદય: 6 ક. 43 મિ. સૂર્યાસ્ત: 18 ક. ૦1 મિ.
જન્મરાશિ: આજે બપોરના 1 ક. 44 મિ. સુધીમાં જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે.
નક્ષત્ર: વિશાખા સાંજના 7 ક. 48 મિ. સુધી પછી અનુરાધા.
નવકારસી સમય: (અ) 7 ક. 39 મિ. (સૂ) 7 ક. 34 મિ. (મું) 7 ક. 31 મિ.
ગોચર ગ્રહ: સૂર્ય-તુલા, મંગળ-કુંભ, બુધ-વૃશ્ચિક, ગુરુ-વૃશ્ચિક, શુક્ર-તુલા, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર- બપોરના 1 ક. 44 મિ સુધી તુલા પછી વૃશ્ચિક.
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ 13-3૦ થી 15-૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત: 2૦75 સાધારણ સં. શાકે: 194૦, વિલંબી સંવત્સર. જૈનવીર સંવત: 2545 દક્ષિણાયન હેમંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક: કારતક-17, વ્રજ માસ: કારતક.
માસ-તિથિ-વાર: વિક્રમ સંવત 2૦75 પ્રારંભ- કારતક સુદ એકમ ગુરુવાર. બેસતું વર્ષ
- વિક્રમ સંવત 2૦75નો પ્રારંભ. બેસતુ વર્ષ- નૂતનવર્ષાભિનંદન, શુભેચ્છાઓ.
- કારતક મહિનો શરૂ. * સાધારણ સંવત્સરનો પ્રારંભ. બલિપૂજા, ગોવર્ધન પૂજા, ગોઠીડા, અન્નકૂટ, યજ્ઞાનારાયણ ઇષ્ટીયાગ * વિંછુડો 13.44 થી શરૂ.
- જૈન વીર સંવત 2545 નો પ્રારંભ * ગૌતમ સ્વામિને કેવળજ્ઞાન.
- વેરાવળ, ગોવર્ધનેશજીનો ઉત્સવ.
- લાભ પાંચમે ગુરૂ અસ્તનો થવાથી કારતક મહિનામાં માંગલિક શુભ કાર્યો માટે મુહરત નથી. ધાર્મિક કાર્ય, સીમંત કાર્ય થઇ શકશે.
- ગુરૂવારથી કારતક મહિનો શરૂ થાય છે તેથી ચાંદીમાં થોડી મંદી. * સોનામાં મંદી.
- વિક્રમ સંવત સાધારણ સંવત્સરથી શરૂ થાય છે તેથી સાધારણ ભય રહે. * અડધી વર્ષા થાય? પ્રજા નિષ્કપટ સ્વચ્છ રહે.
- અનાજ સસ્તુ થાય? * પિત્તળ, સાકર, ચોખા, કપડા, સૂતરમાં મંદી? અનાજમાં મંદી?
- પશ્ચિમમાં તેમજ પશ્ચિમના રાષ્ટ્રોમાં વિગ્રહ થાય, ખડગયુદ્ધ થાય?
મુસલમાની હિજરીસન: 144૦ સફર માસનો 29 રોજ
પારસી શહેનશાહી વર્ષ: 1388 ખોરદાદ માસનો 24 રોજ દીન