અમદાવાદ, તા. 7 ઓક્ટોબર 2018, રવિવાર
મેષ:
આજે તેરસનું શ્રાદ્ધ છે. શસ્ત્ર-અસ્ત્ર-અપમૃત્યુ પામેલા હોય તેમનું શ્રાદ્ધ છે. પરંતુ આજનો રવિવાર પરિવાર માટે ખર્ચનો રહે. વધારાનું કામ કરવું પડે.
વૃષભ:
આજના રવિવારે હળવાશ-રાહત રહે. સાંજના સમયે બહાર જવાનું થાય. ખર્ચ ખરીદી થાય. પરંતુ ખાવાપીવામાં સંભાળવું પડે.
મિથુન:
ભાઈભાંડુ-સગાસંબંધી-નોકર ચાકરવર્ગના કારણે ચિંતા-ખર્ચ રહે. મીલન-મુલાકાતમાં, સમુહમાં આક્ષેપ-અપયશ- વિવાદથી સંભાળવું પડે.
કર્ક:
તમારા રોજીંદા કામ સિવાય અન્ય વધારાના કામમાં આપ અન્યને મદદરૂપ થઈ શકો. શ્રમ-થાક છતાં સાંજના હળવાશ-રાહત રહે.
સિંહ:
આજે તેરસનું શ્રાધ્ધ છે. શસ્ત્ર-અસ્ત્ર-અપમૃત્યુ પામેલા હોય તેમનું શ્રાદ્ધ છે. આજે માનસિક વ્યગ્રતા છતાં શાંતિ જાળવીને કામકાજ કરવું પડે.
કન્યા:
ખર્ચમાં વધારો થાય, ચિંતા રહે. સુસ્તી-બેચેની-આળસ-કંટાળો અનુભવો. કામ કરવાની ઈચ્છા થાય નહીં. શાંતિથી દિવસ પસાર કરવો પડે.
તુલા:
રવિવારની વ્યસ્તતામાં તમને આરામ મળે નહીં. તેમ છતાં તમે તમારા તેમજ અન્યના કામનો ઉકેલ લાવી શકો. તમારા કામની કદર થાય.
વૃશ્ચિક:
આજના રવિવારે શારીરિક-માનસિક શ્રમ-થાક છતાં તમારા કામની જવાબદારી સાનુકૂળતાથી તમે પાર પાડી શકો.
ધન:
બહારનું કામ કરવું પડે, વિલંબમાં પડેલ કામ ઉકેલવું પડે. વધારાનો ખર્ચ-ખરીદી થાય. વ્યવહાર-સંબંધ સાચવવામાં તકલીફ પડે.
મકર:
આજના રવિવારે કામની વ્યસ્તતા રહે. શ્રમ-થાક છતાં આનંદથી તમારા અંગત કામ-પરિવારના કામનો ઉકેલ લાવી શકો. સાંજે સુસ્તી રહે.
કુંભ:
આજના રવિવારે વધારાના કામ અન્યના કારણે રહેવાથી તમારા અંગત કામ મુલત્વી રાખવા પડે. બહાર જવાનું થાય, ખર્ચ થાય.
મીન:
આપના કામમાં વધારો થાય. આરામ મળે નહીં. તેમ છતાં સ્ફૂર્તિથી ઉત્સાહથી કામ પાર પાડી શકો. સાંજ પછી હળવાશ-રાહત અનુભવાય.
જન્મ તારીખ વર્ષ સંકેત
આજથી શરૂ થતુ આપનું જન્મવર્ષ આરોહ-અવરોહનું રહે. છાતીમાં દર્દપીડા-હૃદયમાં દર્દપીડાની ઉપેક્ષા કરવી નહીં. નોકરી-ધંધાના કામમાં ચિંતા-રૂકાવટ છતાં કામ થાય. પરદેશમાં રહેતા. સ્વજન-સ્નેહી-મિત્રવર્ગની તકલીફમાં ચિંતા-મુંઝવણ અનુભવો.
વિશેષમાં -
મકાન-જમીન-મીલ્કત:
મકાન જમીન-મીલ્કતના પ્રશ્નમાં જાગૃતિ-સાવધાની રાખવી. સંયુક્ત પારિવારિક પ્રશ્નમાં તકલીફ અનુભવાય. કાનૂની પ્રશ્નમાં ચિંતા-ખર્ચ-દોડધામ- પરેશાની રહ્યા કરે. નવા રોકાણો કરવા નહીં. અગાઉના રોકાણ કરેલા નાણાં છુટા ન થવાના કારણે નાણાંકીય ખેંચ- મુશ્કેલી પડે.
નોકરી-ધંધો:
નોકરી-ધંધામાં વર્ષારંભથી જ એકાગ્રતા-જાગૃતિ-સાવધાની રાખવી. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. દેખાદેખીમાં દેખાવો કરવા નહીં. પોતાની કામગીરી-જવાબદારીમાં પોતે જ દેખરેખ રાખવી. પોતાની જાતે જ કામ કરવું. વર્ષારંભથી વર્ષના મધ્યભાગ સુધીનો સમય આરોહ-અવરોહનો રહે. બંધનમાં ન હોવ છતાં બંધન અનુભવતા હોય તેમ લાગે.

