અમદાવાદ, તા. 6 ઓક્ટોબર 2018, શનિવાર
મેષ:
આજે બારસનું, બાળા ભોળાનું, સંન્યાસીના શ્રાધ્ધ છે. આજે નોકરી-ધંધાના કામની-સંતાનના કામની વ્યસ્તતા રહે, ખર્ચ થાય.
વૃષભ:
આડોશ-પાડોશના-સગા સંબંધી-મિત્રવર્ગની તેમજ વડીવર્ગની ચિંતા રહે. નોકરી-ધંધાના કામમાં અન્યન કારણે કામમાં વિલંબ થાય.
મિથુન:
બજારોની વધઘટમાં વેપાર ધંધામાં કોઈના દોરવાયા દોરવાઈ જઈને જોખમી નિર્ણય કરવો નહીં. નોકરીમાં શાંતિ-સ્વસ્થતા જાળવવી પડે.
કર્ક:
નોકરી-ધંધાનું કામ થાય, આવક થાય, ઉઘરામી આવવાથી રાહત રહે. ખર્ચ ખરીદી થાય. બહાર જવાનું થાય. આકસ્મિક કોઈને મળવાનું થાય.
સિંહ:
આજે બારસના શ્રાધ્ધે નોકરી-ધંધાના કામ અંગે માનસિક પરિતાપ-ચિંતા રહે. પારિવારિક-કૌટુંબિક સબંધ-વ્યવહાર સાચવાની ચિંતા રહે.
કન્યા:
આકસ્મિક ધંધો થાય, આવક થાય. નોકરીમાં કામ કરો પરંતુ ચિંતા રહે. અન્યના કારણે આપને વ્યગ્રતા-ઉચાટ રહે. ગુસ્સો આવી જાય.
તુલા:
પુત્ર પૌત્રાદિકના કામમાં ધ્યાન આપવું પડે. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. આકસ્મિક ધંધો-આવક થવાથી રાહત રહે.
વૃશ્ચિક:
નોકરી-ધંધાના કામમાં પ્રગતિ થાય, નવો દંધો મળે. જુના નવા કામનો ઉકેલ લાવવામાં સાનુકૂળતા રહે. દેવાની પરિસ્થિતિમાં હપ્તો ચૂકવી શકાય.
ધન:
નોકરી ધંધાના કામમાં ધ્યાન આપી શકો. અન્યના સહકારથી તમારું કામ થઈ શકે. ધંધો-આવક થાય, બહાર જવાનું થાય.
મકર:
આજે બારસના શ્રાધ્ધે આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે. શારીરિક-માનસિક શ્રમ-થાક-કંટાળો અનુભવો. વાહન ધીમે ચલાવવું.
કુંભ:
નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. આકસ્મિક કોઈ લાભ થાય. ધંધામાં સાનુકૂળતા રહે. પુત્ર પૌત્રાદિકનું કામ થાય.
મીન:
વિલંબમાં પડેલ કામ ઉકેલવામાં સાનુકૂળતા રહે. બહારનું કામ થાય. ખર્ચ ખરીદી થાય. મહત્ત્વના નિર્ણયમાં મતભેદ-દ્વિધા રહે.
જન્મ તારીખ વર્ષ સંકેત
આજની તારીખે શરૂ થતા જન્મવર્ષના પ્રારંભે સગા સંબંધી-મિત્રવર્ગના કારણે ચિંતા-ખર્ચ-પ્રવાસ અનિચ્છાએ કરવો પડે. મકાન-જમીન-મીલ્કતના કામમાં વર્ષ દરમ્યાન બેકાળજી-આળસ રાખવી નહીં.
વિશેષમાં...
નોકરી-ધંધો:
નોકરી-ધંધામાં વર્ષના પ્રથમ છ મહિના આપ બંધનયુક્ત સંજોગો-પરિસ્થિતિ-ચિંતામાં અટવાયેલા રહો. વર્ષના ઉત્તરાર્ધ છ મહિના અંશતઃ રાહતવાળા પસાર થાય.
મિત્રવર્ગમાં મનદુઃખ:
મિત્રવર્ગમાં સગા સંબંધીમાં મનદુઃખ, ગેરસમજ-વિવાદ થાય. સબંધ-વ્યવહારમાં તકલીફ સર્જાય. નાણાંની લેવડ-દેવડના વ્યવહારમાં નાણાં ફસાય, સબંધ બગડે.
પત્ની-સંતાનની ચિંતા:
સંતાનના વિદ્યાભ્યાસ, વિવાહ-લગ્નના પ્રશ્ને આપને ચિંતા રહે. વિવાહિત સંતાનના પ્રશ્ને લગ્ન પહેલા વિવાદથી મુંઝવણ ઉભી થાય. પત્નીને માતૃપક્ષ-પિતૃપક્ષે ચિંતા જણાય.
વિદ્યાર્થીવર્ગ:
વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં મિત્રવર્ગના કારણે ભણવામાં એકાગ્રતા જળવાય નહીં. આરોગ્ય સાચવવું પડે.


