Get The App

6 નવેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Nov 5th, 2018

GS TEAM


Google News
Google News
6 નવેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ? 1 - image

અમદાવાદ, તા. 6 નવેમ્બર 2018, મંગળવાર

મેષ:
આજે કાળી ચૌદશે હનુમાનજીની - ઘંટાકર્ણ ભગવાનની પૂજા-પ્રાર્થના - રાત્રિ સાધના થાય. નોકરી-ધંધાના વધારાના કામમાં વ્યસ્તતા રહે.

વૃષભ:
મહુડી કાળી ચૌદશના ઘંટાકર્ણ ભગવાનની પૂજા-હોમ-હવનથી તેમજ શનિની પનોતીની પ્રતિકુળતામાં હનુમાન પૂજા- શનિ મંત્રજાપથી આજે હળવાશ- રાહત રહે.

મિથુન:
કાળી ચૌદશની સુપ્રભાતે આપે ધીરજ-શાંતિ- સ્વસ્થતા જાળવવી પડે. વિવાદ- નુકસાન- બિમારી- અન્યની ઉપાધિમાં, નોકરી-ધંધાના કામમાં તકલીફ પડે.

કર્ક:
કાળી ચૌદશના આજના દિવસે આપે આકસ્મિક ચિંતા-ઉપાધિ અનુભવવી પડે. હૃદય-મનને શાંતિ જણાય નહીં. ઉચાટ- ઉદ્વેગમાં કામ કરવું પડે.

સિંહ:
મહુડી ઘંટાકર્ણ ભગવાનની પૂજા-હોમ-હવનનો આજનો કાળી ચૌદશનો દિવસ ધર્મકાર્યનો રહે. હનુમાન પૂજા- શનિ મંત્રજાપ- ભૈરવપૂજા-કાલી પૂજા- રાત્રિ સાધના થાય.

કન્યા:
શનિની પનોતીની પ્રતિકુળતામાં રાહત માટે આજે કાળી ચૌદશે હનુમાન ચાલીસા- શનિ મંત્રજાપ- દાન-દક્ષિણા આપવાથી હળવાશ રહે.

તુલા:
કાળી ચૌદશની ભક્તિ-પૂજા- મંત્રજાપથી આજનો દિવસ જેમ જેમ પસાર થાય તેમ તેમ આપ હળવાશ- રાહત અનુભવતા જાવ. સરળતા રહે.

વૃશ્ચિક:
મહુડી કાળી ચૌદશના ઘંટાકર્ણ ભગવાનની પૂજા-હોમ-હવનથી, હનુમાન પૂજા- શનિ મંત્રથી - ભક્તિપૂજાથી આપના સંકટ- મુશ્કેલી હળવી થાય.

ધન:
શનિની પ્રતિકુળતામાં રાહત માટે આજે કાળી ચૌદશે હનુમાન પૂજા- હનુમાન ચાલીસા- શનિ મંત્રજાપ કરવો. દાન આપવું. શાંતિથી કામકાજ કરવું.

મકર:
શનિની સાડા સાતીની પ્રથમ તબક્કાની પ્રતિકુળતામાં રાહત રહે તે માટે આજે કાળી ચૌદશે હનુમાન પૂજા- શનિ મંત્રજાપ કરવો. દાન આપવું.

કુંભ:

કાળી ચૌદશનો આજનો દિવસ જેમ જમ પસાર થાય તેમ તેમ આપ હળવાશ- રાહત અનુભવતા જાવ. વિલંબમાં પડેલ કામ ઉકેલાતા જાય.

મીન:
કાળી ચૌદશના પર્વે આજે આપે આરોગ્યની કાળજી રાખવી. નોકરી-ધંધાના કામમાં, ઘર પરિવારના કામમાં મુશ્કેલી અનુભવાય.

જન્મ તારીખ વર્ષ સંકેત

આજની તારીખે શરૂ થતા જન્મ વર્ષમાં અવાર-નવાર શારિરીક- માનસિક અસ્વસ્થતા અનુભવાય. પરંતુ પુત્ર-પૌત્રાદિકના કામમાં ચિંતા પછી કામ ઉકેલાય. વર્ષારંભે ધર્મકાર્ય- મીલન- મુલાકાત- યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય. 

નોકરી-ધંધો:
નોકરી-ધંધામાં આરોહ-અવરોહની પરિસ્થિતિ રહે. ફેરફારી થાય. પરંતુ કામમાં આનંદ-ઉત્સાહ- સ્ફૂર્તિ જણાય નહીં. શારિરીક- માનસિક અસ્વસ્થતાના કારણે એકાગ્રતા જળવાય નહીં.

પત્નીથી સાનુકુળતા:
પત્નીના નસીબ- ભાગ્યથી - ગ્રહબળથી તમારી આવકમાં, સુખ સંપત્તિમાં વધારો થાય. અવિવાહિતને વિવાહ- લગ્નનું નક્કી થાય. પરંતુ મિત્રતામાં દગો- વિશ્વાસઘાત થાય.

છાતીમાં દર્દ પીડા:
બી.પી.ની વધઘટ, છાતીમાં - ફેફસામાં દર્દપીડા- ફ્રેકચર- હૃદયની દર્દપીડા- કોલોસ્ટ્રોલની વધઘટમાં સંભાળવું પડે.

સ્ત્રીવર્ગ:
સ્ત્રીવર્ગને પતિ- પરિવારથી સાનુકુળતા પરંતુ આડોશ- પાડોશ- મિત્રવર્ગના કારણે ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. સ્તનમાં દર્દ પીડાથી સંભાળવું પડે.

વિદ્યાર્થીવર્ગ:
વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં વર્ષારંભથી મહેનત વધારવી પડે.

Tags :