Get The App

5 સપ્ટેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે

Updated: Sep 4th, 2018

GS TEAM

Google News
Google News
5 સપ્ટેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ? 1 - image

અમદાવાદ, તા. 5 સપ્ટેમ્બર 2018 મંગળવાર

મેષ: 

આજે ડાકોર, રણછોડરાય ભગવાનના પલનાવિજયનો દિવસ, નોકરી- ધંધાના કામમાં, ધર્મકાર્યમાં સાનુકૂળતાવાળો આનંદનો રહે.

વૃષભ: 

ડાકોર - રણછોડરાય ભગવાનના પલના વિજયનો આજનો દિવસ ધર્મકાર્ય, નોકરી- ધંધામાં, આવકમાં લાભદાયી રહે, આનંદ રહે.

મિથુન: 

વ્યતિપાત યોગના કારણે આજે આપને ઉત્પાત- બેચેની વ્યગ્રતા રહે, ઉશ્કેરાટ ગુસ્સો આવી જાય, ઉંઘ આવે નહિ, શાંતિ રાખવી.

કર્ક: 

વ્યતિપાત યોગનો આજનો દિવસ શાંતિથી પસાર થાય નહી- નોકરી- ધંધાના કારણે સગા- સંબંધીના કારણે ઉત્પાત રહે.

સિંહ:

ડાકોર રણછોડરાય ભગવાનના પલના વિજયનો આજનો દિવસ લાભદાયી રહે. નોકરી- ધંધાનું પુત્ર- પૌત્રાદિકનું કામ થઈ શકે.

કન્યા: 

આજે આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. નોકરી- ધંધાના કામ, વડીલ વર્ગના કામ- બીમારી ચિંતા રખાવે.

તુલા: 

તમારા ધર્મકાર્યથી- ભક્તિપૂજાથી- મંત્રજાપથી આજના કામ ઉકેલવામાં સાનુકૂળતા રહે, અન્યના સહકારથી કામ સરળ થતું જાય.

વૃશ્ચિક:

આજના વ્યતિપાત યોગમાં આપે આરોગ્યની કાળજી રાખવી પડે, વાહન શાંતિથી ધીમેથી ચલાવવું, ગુસ્સો કરવો નહીં.

ધન: 

વિચારોની સ્થિરતા- એકાગ્રતા જાળવવી, મસ્તકમાં પેટ- કમર- દર્દપીડાથી બેચેની અનુભવો, કંઈ ગમે નહિ.

મકર: 

સરકારી- ખાતાકીય- કાનુની, કામમાં, નોકરી- ધંધાના કામમાં, બેંકના કામમાં ઉત્પાત- ઉતાવળ કર્યા વગર એકાગ્રતા રાખવી.

કુંભ: 

શેરોની લે-વેચમાં, ધાતુના વેપાર- ધંધામાં, બજારોની વધઘટમાં આપે સંભાળવું પડે, હવામાનની ફેરફારીમાં તકલીફ પડે.

મીન: 

વ્યતિપાત યોગમાં સગા- સંબંધી- મિત્રવર્ગની નોકરી- ધંધાની કામગીરી, ચિંતાવાળી- ઉત્પાત- રૃકાવટવાળી રહે, શાંતિ જણાય નહીં.

જન્મ તારીખ વર્ષ સંકેત

આજથી શરૂ થતા જન્મ વર્ષમાં નોકરી- ધંધાના કામમાં, સાંસારિક પ્રશ્નમાં અવારનવાર ચિંતા અનુભવાય, હરો-ફરો કામ કરો પરંતુ નકારાત્મક વિચારોમાં અટવાયેલા રહો. મસ્તક- ગરદન- પેટ- કમરમાં તકલીફ અનુભવાય. વર્ષારંભે મચકોડ- મસા- ફ્રેક્ચરથી- વાહનથી- અગ્નિથી- દાઝવાથી સંભાળવું પડે. 

વિશેષમાં

આરોગ્ય: 

જન્મ વર્ષનો પ્રથમ અને બીજો મહિનો શારીરિક અસ્વસ્થતા, ચિંતા- ખર્ચ- બંધનમાં પસાર થાય. પરંતુ મોટી આપત્તિમાંથી બચી જાવ.

નોકરી- ધંધો:

વર્ષારંભે નોકરી- ધંધાના કામથી પ્રવાસ થાય, કામની દોડધામ રહે, ફેરફારી થાય, પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ અન્યના કારણે તમે મુંઝવણ અનુભવો.

સાંસારિક સુખ:

વર્ષના મધ્યમ ભાગથી વર્ષ ઉત્તરાર્ધ સુધીનો સમય સાંસારિક જીવનમાં ચિંતા- ખર્ચ- પરેશાનીનો રહે.

વિદ્યાર્થી વર્ગ:

વર્ષારંભે વિદ્યાર્થી વર્ગને આનંદ- ઉત્સાહ તેમજ આત્મવિશ્વાસ રહે પરંતુ પરીક્ષા સમયે માનસિક તણાવ રહે.

Tags :