Get The App

5 જાન્યુઆરી 2018 શું કહે છે તમારી રાશિ

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Jan 5th, 2018

GS TEAM

Google News
Google News
5 જાન્યુઆરી 2018 શું કહે છે તમારી રાશિ 1 - image

અમદાવાદ તા. 5 જાન્યુઆરી 2018, શુક્રવાર

મેષ :
આજે સંકષ્ટ ચતુર્થીએ હળવાશ-રાહત અનુભવો. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે, સંતાનનું કામ થઇ શકે.

વૃષભ :
નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે પરંતુ કામનો ઉકેલ લાવવામાં સાનુકૂળતા થતી જાય. અન્યનો સહકાર મળે.

મિથુન :
સંકષ્ટ ચતુર્થીએ ધર્મકાર્ય થાય. નોકરી-ધંધાના કામમાં, પુત્રપૌત્રાદિકના કામમાં, પરદેશના કામમાં ધ્યાન આપી શકો.

કર્ક :
આજે સંકષ્ટ ચતુર્થીએ ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. તમારા અંગત કામમાં નોકરી-ધંધાના કામમાં પ્રગતિ જણાય.

સિંહ :
સંકષ્ટ ચતુર્થીએ આજે ધર્મકાર્યથી, ખર્ચ-ખરીદી થાય. નોકરી-ધંધાના તેમજ અન્ય બહારના કામમાં વ્યસ્તતા રહે.

કન્યા :
આજે નોકરી-ધંધાનું કામ સાનુકૂળતાવાળુ રહે. જૂના-નવા સંબંધોમાં આવક થાય, રૃકાવટવાળા કામનો ઉકેલ આવે.

તુલા :
પુત્રપૌત્રાદિકના કામમાં, નોકરી-ધંધાના કામમાં આપ ધ્યાન આપી શકો. ધંધો થાય. સંબંધ સચવાય.

વૃશ્ચિક :
આજે સંકષ્ટ ચતુર્થીએ ધર્મકાર્યથી હૃદય-મનને આનંદ રહે. નોકરી-ધંધાનું - પરિવારનું કામ કરવામાં સાનુકૂળતા રહે.

ધન :
ધર્મકાર્યથી હળવાશ-રાહત અનુભવો. તે સિવાય નોકરી-ધંધાના કામ અંગે બહાર જતા આવતા - વાહન ચલાવતા એકાગ્રતા રાખવી.

મકર :
આજે આપની કામગીરીમાં-જવાબદારીમાં જાગૃતિ રાખવી. કોઇની વાતોથી બેધ્યાન થઇ જવું નહીં, પ્રભાવીત થઇ જવું નહીં.

કુંભ :
આનંદથી તમારું કામ કરી શકો. નોકરી-ધંધાનું કામ સાનુકૂળતાવાળું રહે. ધંધો-આવક થાય. ઉઘરાણી આવવાથી રાહત રહે.

મીન :
ચિંતા-વ્યથા-બેચેની છતાં કામનો ઉકેલ લાવવામાં તમે વ્યસ્ત રહો, મહેનત કરો અને ધીમે ધીમે કામ ઉકેલાતું જાય.

જન્મ તારીખ વર્ષ સંકેત

આજથી શરૃ થતા જન્મવર્ષના પ્રારંભે નોકરી-ધંધાના કામથી પ્રવાસ થાય. મીલન-મુલાકાત કે ચર્ચા વિચારણા થાય. તે સિવાય ધર્મકાર્ય થાય. પુત્રપૌત્રાદિક - પત્નીથી સાનુકૂળતા રહે.

વિશેષમાં: -
નાણાંકીય આયોજન
આ વર્ષમાં આવક થાય પરંતુ ખર્ચ કરવામાં, નાણાંની લેવડદેવડમાં, જામીનગીરીમાં સંભાળવું પડે.

પત્ની-સંતાન-પરિવાર
પત્ની-સંતાન-પરિવારના સહકારથી, તમારી તેમજ પરિવારની સંયુક્ત આવકથી તમારી ચિંતા-મુંઝવણમાં રાહત રહે. અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. ઈચ્છિત લગ્નના સંજોગોમાં તકલીફ અનુભવાય.

નોકરી-ધંધો
નોકરી-ધંધામાં નાણાંકીય જવાબદારીમાં, કામગીરીમાં, બેંકના કામમાં, સરકારી કામમાં આપે સંભાળવું પડે.

વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને મહેનત વધારે કરવી પડે પરંતુ સફળતા મળે. સ્થળાંતર કરવું પડે.

Tags :