5 એપ્રિલ 2019: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ, તા. 5 એપ્રિલ 2019, શુક્રવાર
મેષ: ફાગણ અમાસે અમૃતસિદ્ધિયોગ અહોરાત્ર છે તેથી નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. તે સિવાય વધારાના કામ થઈ શકે.
વૃષભ: અહોરાત્ર અમૃતસિધ્ધિયોગ છે તેથી ઘર-પરિવાર-પત્ની-સંતાનના કામમાં, નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપવું પડે. આનંદ-ઉત્સાહ રહે.
મિથુન: નોકરી-ધંધાના કામ થાય પરંતુ માતા પિતા-સાસુ-સસરાના કામની ચિંતા રહે. આડોશ-પાડોશના કામમાં-વ્યવહારમાં-સંતાનના પ્રશ્નમાં તકલીફ પડે.
કર્ક: ફાગણ અમાસે અહોરાત્ર અમૃતસિધ્ધિયોગ છે તેથી તમો હળવાશ-રાહત-આનંદમાં રહી શકો. ધર્મકાર્ય-મીલન-મુલાકાતથી, વાતચીતથી સાનુકૂળતા રહે.
સિંહ: ફાગણ અમાસનો આજનો શુક્રવાર આપે તન-મન-ધનથી- વાહનથી સંભાળવવો પડે. આરોગ્યની અસ્વસ્થતા, શ્રમ-થાક-કંટાળો અનુભવાય.
કન્યા: તમારા રોજીંદા કામ થાય. નોકરી-ધંધામાં આવક થાય. સગા-સંબંધી- મિત્રવર્ગના વ્યવહાર સચવાય. આનંદમાં રહી શકો.
તુલા: નોકરી-ધંધામાં હરિફવર્ગ -ખટપટ- ઈર્ષા કરનારના લીધે ચિંતા રહે. તકલીફ અનુભવો. નાણાંકીય ખેંચ-મુંઝવણ સર્જાય.
વૃશ્ચિક: ધર્મકાર્યમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં, નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. સરકારી-રાજકીય ખાતાકીય કામમાં તકલીફ પડે.
ધન: ફાગણ અમાવાસ્યાનો આજનો દિવસ અન્યના કારણે કામમાં રૂકાવટવાળો-ચિંતાવાળો રહે. બિમારીથી તકલીફ થાય.
મકર: ધર્મકાર્ય - યાત્રા પ્રવાસ- મીલન-મુલાકાતના આયોજન માટે ખર્ચ થાય, ચિંતા-દોડધામ રહે. નોકરી-ધંધાનું કામ શાંતિથી કરવું.
કુંભ: નોકરી-ધંધાના કામની સફળતા-પ્રગતિથી આનંદ રહે. પુત્ર પૌત્રાદિકને મદદરૂપ થઈ શકો. પરિવારનું કામ ઉકેલી શકો.
મીન: ફાગણ અમાસે વિચારોની સ્થિરતા - એકાગ્રતા જળવાય નહીં. વાતવાતમાં વિવાદ-ગેરસમજ થવાથી કામ થાય નહીં.
જન્મતારીખ વર્ષસંકેત
આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ હળવાશ અનુભવતા જાવ. શારીરિક કષ્ટ છતાં તમારા રોજીંદા કામ ધીરે ધીરે કરી શકો. સંતાનના, પરિવારના સહયોગથી હળવાશ-રાહત રહે. મિત્રવર્ગના સંબંધ-વ્યવહાર સચવાય. મિત્રવર્ગથી આનંદ રહે.
આરોગ્ય: છાતીમાં, પગમાં, ઢીંચણમાં, થાપામાં દર્દપીડા તમને અવાર નવાર અસ્વસ્થતા-ચિંતા-ખર્ચ કરાવે. તેમ છતાં તમારા પરિવારનું કામ કરી શકો. પરિવારના સહકારથી- સંતાનના સહકારથી તકલીફ પડે નહીં.
નોકરી-ધંધો: નોકરી-ધંધો થાય, આવક થાય પરંતુ અવાર નવારના આકસ્મિક ખર્ચાના કારણે બચત થઈ શકે નહીં. તે સિવાય નવા જોખમી નિર્ણય કરવા નહીં.
સગા-સંબંધી-મિત્રવર્ગ: સગા-સંબંધી વર્ગમાં વિવાદ-બિમારી-ચિંતા-વિયોગ અનુભવાય. પરંતુ મિત્રવર્ગથી સાનુકૂળતા રહે. હૃદય-મનની હળવાશ રહે. ધર્મકાર્ય-યાત્રા પ્રવાસ થાય.
સ્ત્રીવર્ગ: સ્ત્રીવર્ગને સાંસારિક-પારિવારિક પ્રશ્ને ચિંતા રહે. પોતાના આરોગ્યની અસ્વસ્થતાથી અવાર-નવાર પરવશતા અનુભવાય. ધાર્યું કામકાજ થઈ શકે નહીં.