4 સપ્ટેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ, તા. 4 સપ્ટેમ્બર 2018 2018
મેષ:
નંદ મહોત્સવે રસ્તામાં આવતા જતા, વાહન ચલાવતા તેમજ નોકરી-ધંધાના કામમાં-મુલાકાતમાં એકાગ્રતા જાળવવી.
વૃષભ:
નંદ મહોત્સવે બેંકના કામમાં, નોકરી-ધંધાના કામમાં આપે સ્ટાફના કર્મચારી-ઉપરી અધિકારીથી તેમજ રસ્તામાં આવતા જતા સંભાળવું પડે.
મિથુન:
મસ્તકમાં દર્દપીડા - સુસ્તી - બેચેની - અસ્વસ્થતાના કારણે નોકરી-ધંધાના કામમાં કંટાળો આવે. માથુ-આંખો ભારે ભારે લાગે.
કર્ક:
નંદ મહોત્સવે કામમાં અસ્વસ્થતા - બેચેની અનુભવો. તમારા રોજીંદા કામમાં વિલંબ થાય, કામ માટેની કે બહાર જવા માટેની ઈચ્છા થાય નહીં.
સિંહ:
નંદ મહોત્સવે નોકરી-ધંધાના કામનો, બેંકના કામનો ઉકેલ લાવવામાં સાનુકૂળતા રહે. પુત્રપૌત્રાદિકનું - પરિવારનું કામ થાય.
કન્યા:
નંદ મહોત્સવે નોકરી-ધંધાના કામ માટે, આવક માટે, બેંકના કામ માટે ચિંતા રહે. કામમાં વિલંબ થાય, મુશ્કેલી અનુભવાય.
તુલા: ધર્મકાર્યમાં, નોકરી-ધંધાના કામમાં, ઘર-પરિવારના તેમજ અન્ય કામમાં નંદ મહોત્સવે પ્રગતિ જણાય, આનંદ રહે.
વૃશ્ચિક:
નંદ મહોત્સવે પેટ-કમર-પગમાં-આંખમાં દર્દપીડા અનુભવાય. નોકરી-ધંધાના કામમાં એકાગ્રતા જણાય નહીં.
ધન:
નંદ મહોત્સવે લાલાની - ઠાકોરજીની ભક્તિ-પૂજામાં આનંદ અનુભવો. નોકરી-ધંધાના કામમાં આકસ્મિક લાભ થાય.
મકર:
નંદ મહોત્સવે કાર્યસફળતા - પ્રગતિ જણાય. વિલંબમાં પડેલ કામનો ઉકેલ લાવવામાં સાનુકૂળતા રહે. ધર્મકાર્ય થાય.
કુંભ:
નોકરી-ધંધાના કામમાં તમે ધ્યાન આપી શકો. સીઝનલ ધંધો-આવક થાય. બેંકનું કામ થઇ શકે. પત્નીથી સાનુકૂળતા રહે.
મીન:
શારિરીક-માનસિક અસ્વસ્થતા - શ્રમ - થાકના કારણે તમારા રોજીંદા કામ કરવામાં, અન્યના કામ કરવામાં તકલીફ પડે.
જન્મ તારીખ વર્ષ સંકેત
આજની તારીખે શરૃ થઇ રહેલ આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ નોકરી-ધંધામાં અન્યના કારણે રૃકાવટ-ચિંતા-પરેશાનીવાળું રહે. મહેનત તમે કરો પરંતુ ફળ-લાભ બીજા ભોગવે.
આરોગ્યની પ્રતિકૂળતા:
જન્મવર્ષના પ્રારંભથી સાઈઠ દિવસ સુધી તન-મન-ધનથી- વાહનથી- ફ્રેકચર-મચકોડ-શસ્ત્રક્રિયાથી સંભાળવા પડે. સાસરી પક્ષમાં, મોસાળપક્ષમાં બિમારી-ચિંતા આવી જાય.
નોકરી-ધંધો:
નોકરી-ધંધામાં હરિફ ઊભા થાય. ....-ઈર્ષા કરનાર તમારી પ્રગતિ-સફળતાને અવરોધવા પ્રયત્ન કરે. આ વર્ષમાં જોખમી અખતરા-ફેરફારો કરવા નહીં.
વિવાદથી - કાનૂની કાર્યવાહીથી ચિંતા:
વિવાદથી દૂર રહેવું. કાનૂની કાર્યવાહીથી દૂર રહેવું. કોઇ વિવાદ ચાલતો હોય, કાનૂની કાર્યવાહી ચાલતી હોય તેમાં શાંતિ-સ્વસ્થતા જાળવીને સમય પસાર કરવો.
સ્ત્રીવર્ગ:
સ્ત્રીવર્ગને પિતૃપક્ષની ચિંતા રહે. તે સિવાય કમર-પગની દર્દપીડા - ગાયનેક તકલીફથી રોજીંદા કામમાં હરવા-ફરવામાં તકલીફ પડે.