Get The App

4 જાન્યુઆરી 2018 શું કહે છે તમારી રાશિ

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Jan 4th, 2018

GS TEAM

Google News
Google News
4 જાન્યુઆરી 2018 શું કહે છે તમારી રાશિ 1 - image

અમદાવાદ તા. 4 જાન્યુઆરી 2018, ગુરૃવાર

મેષ :
બજારોની વધઘટમાં, હવામાનની ફેરફારીમાં આજે આપે નોકરી-ધંધાના કામમાં જાગૃતિ-સાવધાની રાખવી પડે.

વૃષભ :
ઘર-પરિવાર-કુટુંબના તેમજ નોકરી-ધંધાના કામ અંગે બહાર જવાનું થાય. ખર્ચ થાય પરંતુ વાહન શાંતિથી ચલાવવું.

મિથુન :
વિલંબમાં પડેલ કામ ઉકેલવાની વ્યસ્તતા રહે. નોકરી-ધંધાનું કામ થાય. સબંધ-વ્યવહાર સચવાય. ધંધો થઈ શકે.

કર્ક :
માનસિક વ્યગ્રતા-પરિતાપ રહે. વિચારોની દ્વિધા રહે તેમ છતાં તમારા રોજીંદા નોકરી-ધંધાના-પરિવારના કામ કરવા પડે.

સિંહ :
પરિવાર માટે ખર્ચ થાય. વ્યવહારિક-સામાજિક-ધાર્મિક-પારિવારિક તેમજ નોકરી-ધંધાના કામની વ્યસ્તતાથી આરામ મળે નહીં.

કન્યા :
નોકરી-ધંધાના વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ધંધો-આવક આવવાથી હળળાશ રહે. નાણાંની લેવડદેવડનો વ્યવહાર સચવાય.

તુલા :
વડીલવર્ગના-પિતૃપક્ષના પ્રશ્ને, નોકરી ધંધાના પ્રશ્ને ચિંતા, ઉચાટ-વ્યગ્રતા રહે. સમયસર પોતાનું કામ કરી શકો નહીં. ખર્ચ થાય.

વૃશ્ચિક :
નોકરી-ધંધાના કામથી વ્યસ્તતા રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. જુના-નવા સંબંધો-સંસ્મરણો તાજા થવાથી આનંદ રહે.

ધન :
બજારોની વધઘટમાં, હવામાનની ફેરફારીમાં આપે જાગૃતિ-સાવધાની રાખવી પડે. પત્ની-પરિવારમાં મતભેદ-વિવાદ જણાય.

મકર :
માનસિક પરિતાપ-શ્રમ-થાક અનુભવો તેમ છતાં તમારે તમારા કામમાં, અન્યના કામમાં જાગૃતિ-સાવધાની રાખવી.

કુંભ :
હરિફવર્ગ-ખટપટ-ઈર્ષા કરનારથી ચિંતા રહે. નુકસાન-વિવાદ થાય નહીં તેનું ધ્યાન રાખવું. બેંકના કામમાં ચિંતા રહે.

મીન :
વાણીમાં મીઠાશ-નમ્રતા રાખવી. કોઈપણ કામમાં જોખમ-સાહસ કરવામાં નુકસાન-દગો-વિવાદ થઈ જાય.

જન્મ તારીખ વર્ષ સંકેત

આજથી શરૃ થતા જન્મવર્ષમાં સંયુક્ત પરિવાર, સંયુક્ત મીલ્કત, સંયુક્ત ધંધાના પ્રશ્નમાં આપને ચિંતા-મુશ્કેલી અનુભવાય. નોકરી ધંધાના કામમાં, પોતાની જવાબદારીમાં બેકાળજી રાખવી નહીં. લાપરવાહી રાખવી નહીં. ભાગીદારીવાળા ધંધામાં, પારિવારિક-કૌટુંબિક ધંધામાં મતભેદ-વિવાદ-બિમારીના કારણે ધંધાને અસર થાય.
- વર્ષારંભે વડીલવર્ગના આરોગ્યનું ધ્યાન રાખવું પડે.
- પોતાને બી.પી., અન્ય બિમારી તેમજ પડવા વાગવાથી, ફ્રેક્ચર, મચકોડથી, અગ્નિ-દાઝવાથી, ઈજાથી સંભાળવું પડે.
- મકાન, જમીન-મીલ્કતના કામમાં, સરકારી, કાનૂની કાર્યવાહીમાં, ખાતાકીય કામગીરીમાં જાગૃતિ-સાવધાની રાખવી.
- સાંસારિક જીવનમાં અવાર નવાર ચિંતા-વ્યગ્રતા અને સાસરી પક્ષના સબંધ-વ્યવહારમાં વ્યગ્રતા રહે. સાસરીપક્ષના સબંધ-વ્યવહારમાં, વડીલવર્ગના પ્રશ્નમાં ચિંતા રહ્યા કરે.
- પુત્ર પૌત્રાદિકના વિદ્યાભ્યાસ-વિવાહ-લગ્નના પ્રશ્નમાં કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં.

Tags :