31 જુલાઇ 2018: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ, તા. 31 જુલાઇ 2018, મંગળવાર
મેષ:
આજે અષાઢ વદ ત્રીજે અંગારકી સંકષ્ટ ચતુર્થી છે. જૈન દોઢ મહિનાનું ઘર છે, હિંડોળા ચાલી રહ્યો છે તેથી ધર્મકાર્યમાં, નોકરી ધંધાના કામમાં, સંતાનના કામમાં આનંદ રહે.
વૃષભ:
જૈન દોઢ મહિનાનું ઘર, અંગારકી સંકષ્ટ ચતુર્થી, હિંડોળાથી ભક્તિ-પૂજામાં હૃદય-મનની પ્રસન્નતા રહે. નોકરી ધંધાના કામમાં કામના ઉકેલથી હળવાશ રહે.
મિથુન:
આજે અંગારકી સંકષ્ટ ચતુર્થીએ ગણપતિની ભક્તિ-પૂજા-દોડધામ થાય. નોકરી-ધંધાના કામમાં યશ-સફળતા મળે. જુના-નવા સબંધો તાજા થાય.
કર્ક:
આજે અંગારકી સંકષ્ટ ચતુર્થી, હિંડોળા તેમજ જૈન દોઢ મહિનાના ઘરનો દિવસ ધર્મકાર્યમાં, નોકરી ધંધાના કામમાં, આરોગ્યની બાબતમાં ચિંતાવાળો રહે.
સિંહ:
અંગારકી સંકષ્ટ ચતુર્થીએ ગણેશજીની ભક્તિ-પૂજાથી આનંદમાં રહો. પત્ની-સંતાનના કામમાં સાનુકૂળતા રહે. નોકરી-ધંધાનું કામ ઉકેલાય.
કન્યા:
નોકરી-ધંધાના કામમાં-ધર્મકાર્યમાં વ્યસ્તતા રહે. પરિવારના કામમાં, સંતાનના કામમાં ધ્યાન આપવું પડે. બેંકના કામની ચિંતા રહે.
તુલા:
જૈન દોઢ મહિનાનું ઘર, અંગારકી સંકષ્ટ ચતુર્થી, હિંડોળાના ધર્મકાર્યમાં આનંદ રહે. પુત્ર પૌત્રાદિકના કામમાં પ્રગતિ થાય. ધંધો થાય.
વૃશ્ચિક:
અંગારકી સંકષ્ટ ચતુર્થીએ ધર્મકાર્યમાં વ્યસ્તાત રહે. નોકરી-ધંધાના, સગા સંબંધી-મિત્રવર્ગના કામ અંગે ચિંતા-ઉચાટ રહે.
ધન:
અંગારકી સંકષ્ટ ચતુર્થીએ ધર્મકાર્યમાં હૃદય-મનની પ્રસન્નતા રહે. નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. ચર્ચા થાય.
મકર:
આજે અંગારકી સંકષ્ટ ચતુર્થી, હિંડોળા, જૈન દોઢ મહિનાનું ઘર ઘર્મકાર્યમાં વ્યસ્તતા રખાવે. ખર્ચ થાય. પુત્ર પૌત્રાદિકનું કામ થાય.
કુંભ:
જૈન દોઢ મહિનાનું ઘર, અંગારકી સંકષ્ટ ચતુર્થી, હિંડોળાના ધાર્મિક કાર્યમાં તેમજ નોકરી-ધંધાના કામમાં કાર્ય સફળતાથી આનંદ રહે.
મીન:
અંગારકી સંકષ્ટ ચતુર્થી-હિંડોળાના ધાર્મિક કામની વ્યસ્તતામાં, ભક્તિ-પૂજા-મંત્રજાપમાં હળવાશ-રાહત અનુભવો. ખર્ચ કરી શકો.
જન્મતારીખ વર્ષ સંકેત
આજથી શરૃ થઈ રહેલું જન્મવર્ષ મધ્યમ રહે. વર્ષ દરમ્યાન કામ થાય ખરા પરંતુ આપના ધાર્યા પ્રમાણે ન થવાના લીધે ઉચાટ અનુભવો.
સ્ત્રીવર્ગ: સ્ત્રીવર્ગ માટે વર્ષ સારું રહે. ઘર-પરિવારનો સાથ-સહકાર મળતા આપના ધાર્યા કામ કરી શકો. સ્થળ-સ્થાનની ફેરફારીના સંજોગો ઉભા થાય.
નોકરી-ધંધો: નોકરી-ધંધામાં આપનું આ વર્ષ આરોહ-અવરોહનું રહે. એક-બે કામમાં આકસ્મિક-સફળતા પ્રાપ્ત કરો તો એક-બે કામમાં નાની અમથી બાબતના લીધે મુશ્કેલી અનુભવો. ચિંતા-ઉચાટ રહ્યા કરે. જો કે કામ ઉકેલાવાથી રાહત થાય.
આરોગ્ય સુખાકારી: આરોગ્યની દ્રષ્ટિએ વર્ષ સારું રહે. વજનમાં વધારો થાય. જૂની બીમારીમાં રાહત રહે. સ્વાસ્થ્યમાં સુધારો થતાં આનંદ-ઉત્સાહ અનુભવો.