31 જાન્યુઆરી 2018 શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ તા. 31 જાન્યુઆરી 2018, બુધવાર
મેષ :
આજે માઘી પૂનમ-વ્રતની પૂનમે કર્ક રાશિમાં થનાર ખગ્રાસ ચંદ્રગ્રહણના કારણે આપના હૃદય-મનને શાંતિ જણાય નહીં. ઉત્પાત-અસ્વસ્થતા અનુભવો.
વૃષભ :
ખગ્રાસ ચંદ્રગ્રહણ-વ્રતની પૂનમે યાત્રા પ્રવાસમાં, વાહન ચલાવવામાં, નોકરી-ધંધાની કામગીરી, મુલાકાત-ચર્ચા વિચારણામાં તકલીફ અનુભવાય.
મિથુન :
કૌટુંબીક-પારિવારિક બીમારીમાં ચિંતા રહે. સારા સંબંધ-વ્યવહારમાં મતભેદ-વિવાદ-મનદુઃખ થાય. આરોગ્ય સાચવવું પડે.
કર્ક :
આજનું ખગ્રાસ ચંદ્રગ્રહણ આપની રાશિમાં થાય છે તેથી શારીરિક-માનસિક અસ્વસ્થતા રખાવે. ભક્તિ-પૂજા-મંત્રજાપ કરવો. દાન આપવું. બોંતેર કલાક સાવધાની રાખવી.
સિંહ :
કર્ક રાશિમાં થતા આજના ખગ્રાસ ચંદ્રગ્રહણને કારણે માઘી પૂનમ-વ્રતની પૂનમે બંધનમાં અટવાયેલા હોવ તેમ લાગે. કામ કરો પરંતુ કંઈ ગમે નહીં. નકારાત્મક વિચારો રહે.
કન્યા :
વાણીની મીઠાશ-વ્યવહારની નમ્રતા તમારા કામમાં લાભ અપાવે. ફાયદો થાય. ધર્મકાર્યથી આનંદ-હળવાશ-રાહત અનુભવો.
તુલા :
વ્રતની પૂનમ-માઘી પૂનમ, ખગ્રાસ ચંદ્રગ્રહણ હૃદય-મનને અંશાત-ઉચાટ-ચિંતામાં રાખે. આગામી ૭૨ કલાક નોકરી-ધંધામાં સંભાળવા.
વૃશ્ચિક :
વ્રતની પૂનમ, માઘી પૂનમ, બોલુંદ્રા યજ્ઞાનારાયણ પાટોત્સવ, ખગ્રાસ ચંદ્રગ્રહણનો આજનો દિવસ યાત્રા પ્રવાસ-મુલાકાતમાં, વાહન ચલાવવામાં ચિંતાવાળો રહે.
ધન :
આજના કર્ક રાશિમાં થતા ખગ્રાસ ચંદ્રગ્રહણના કારણે આગામી ૭૨ કલાક આપને કષ્ટપીડામાં-મુશ્કેલીમાં પસાર કરવા પડે. આકસ્મિક ચિંતા-ઉપાધિ આવી જાય.
મકર :
આજે ખગ્રાસ ચંદ્રગ્રહણ-માઘી પૂનમે-વ્રતની પૂનમે વિચારોની એકાગ્રતા જળવાય નહીં. કામ કરવામાં, બોલવામાં જાગૃતિ-સાવધાની રાખવી.
કુંભ :
બોલુંદ્રા, યજ્ઞાનારાયણ પાટોત્સવ, વ્રતની પૂનમ-માઘી પૂનમે ખગ્રાસ ચંદ્રગ્રહણના કારણે શરીરનું વિચારોનું સમતોલપણું જાળવવું પડે.
મીન :
માઘી પૂનમ-વ્રતની પૂનમે આજે ધર્મકાર્ય-મંત્રજાપ કરવો. ખગ્રાસ ચંદ્રગ્રહણ છે તેથી પુત્ર પૌત્રાદિકની ચિંતા રહે. દાન-દક્ષિણા આપવા.
જન્મતારીખ વર્ષ સંકેત
વર્ષ દરમ્યાન આપે ધીરજ અને શાંતિ રાખવી. આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં.
આરોગ્ય સુખાકારી
આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ ઠીક છે. આપે આરોગ્યની કાળજી રાખવી પડે. શારીરિક-માનસિક કોઈને કોઈ તકલીફ અનુભવાય.
આર્થિક આયોજન
આર્થિક આયોજન વ્યવસ્થિત રીતે કરવું પડે. નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડે. ખોટા ખર્ચ પર કાપ મૂકવો.
નોકરી-ધંધો
નોકરી ધંધામાં આપની મુશ્કેલીમાં વધારો થાય. આપના ધાર્યા પ્રમાણેનું કાર્ય થઈ શકે નહીં. વધુ પડતા આત્મવિશ્વાસમાં પીછેહઠ-નુકસાનીનો સામનો કરવો પડે.