30 સપ્ટેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે
અમદાવાદ, તા. 30 સપ્ટેમ્બર 2018 રવિવાર
મેષ:
આજે ભાદરવા વદ પાંચમ છઠ્ઠનું શ્રાદ્ધ છે. વદ છઠ્ઠનો ક્ષય છે. ભાગિતિથિ છે. આજે અગત્યના કામ અંગેનો નિર્ણય કરવો નહીં.
વૃષભ:
આપના કામ અંગે દોડધામ-શ્રમ જણાય. માનસિક પરિતાપ છતાં આપે કામમાં વ્યસ્ત રહેવું પડે. ચિંતા રહે.
મિથુન:
રાજકીય-સરકારી કામ અંગે આપે દોડધામ કરવી પડે. આપના ધાર્યા પ્રમાણેનું કાર્ય થઈ શકે નહીં. ખર્ચ-ખરીદીમાં વધારો થાય.
કર્ક:
આપના રૃકાવટ-વિલંબમાં અટવાયેલા કામ ઉકેલાતા જાય. સીઝનલ ધંધામાં ઘરાકી આવી જાય. પુત્ર-પૌત્રાદિકનો સાથ મળે.
સિંહ:
આપના કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગનો સાથ-સહકાર પ્રાપ્ત કરી શકો. જમીન-મકાન-વાહનના કામ થાય.
કન્યા:
આપને કાર્યસફળતા મળવાથી પ્રસન્નતા અનુભવો. વિલંબમાં અટવાયેલા કામ થાય. આપનો કામ કરવાનો ઉત્સાહ વધે.
તુલા:
તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. આકસ્મિક ખર્ચના લીધે નાણાંભીડ જણાય.
વૃશ્ચિક:
આપના કાર્યમાં સહકાર્યકર વર્ગનો સાથ-સહકાર જણાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો તે લઈ શકાય.
ધન:
આપના કાર્યમાં ધાર્યા કરતા વધુ સમય જાય. દોડધામ-શ્રમમાં વધારો જણાય. હરિફવર્ગ આપના ગ્રાહકને તોડવાના પ્રયાસ કરે.
મકર:
આપની બુદ્ધિ-અનુભવ-આવડત- મહેનતના આધારે. કામનો ઉકેલ લાવી સફળતા મેળવી શકો. આપના કામની કદર-પ્રશંસા થાય.
કુંભ:
આપને ચિંતા-ઉચાટ રહ્યા કરે. આપે જમીન-મકાનના કામમાં ઉતાવળ ના કરવી. મિત્રવર્ગની ચિંતા જણાય.
મીન:
ભાઈભાંડુવર્ગના સાથ-સહકારના લીધે આનંદ-ઉત્સાહ અનુભવો. પરદેશના કામ અંગે મિલન-મુલાકાત થાય.
જન્મતારીખ વર્ષસંકેત
વર્ષ દરમ્યાન આપને સાનુકૂળતા રહે. કામ ઉકેલાતા જાય. ઘર-પરિવારનો સાથ-સહકાર મળી રહે
નાણાંકીય સ્થિતિ:
વર્ષ દરમ્યાન આપની નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો થતો જાય. ગત વર્ષની સરખામણીએ આ વર્ષમાં નાણાંકીય સ્રોતમાં વધારો થાય.
નોકરી-ધંધો:
નોકરી ધંધામાં આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કાર્ય થઈ શકે. મહત્ત્વના નિર્ણયો લઈ શકો. અન્ય લોકોનો સાથ-સહકાર મેળવીને આગળ વધી શકો. કામની કદર-પ્રશંસા થાય.
સુખ-સંપત્તિ:
સુખ-સંપત્તિમાં વધારો થાય. સ્થાવર-જંગમ મિલ્કતમાં વધારો થાય. મકાન-વાહન-મિલ્કતની ખરીદી થઈ શકે.