Get The App

30 માર્ચ 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Mar 30th, 2018

GS TEAM

Google News
Google News
30 માર્ચ 2018: શું કહે છે તમારી રાશિ? 1 - image
અમદાવાદ તા. 30 માર્ચ 2018, શુક્રવાર
 
મેષ : 
આજે હાટકેશ્વર ભગવાનની પૂજા-અર્ચના-નગરયાત્રા, વ્રતની પૂનમ, શિવ દમનોત્સવ, નૃસિંહ દોલોત્સવ તેમજ ખ્રિ.ગુડફ્રાઈડેએ વ્યસ્તતામાં રહો.
 
વૃષભ : 
માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં આજનો દિવસ આપને વધારાના કામથી ચિંતા-ખર્ચ-દોડધામનો રહે પરંતુ બપોરે પછી રાહત રહે.
 
મિથુન : 
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપને ચિંતા-બેચેની નોકરી ધંધાના કામથી, કુટુંબ-પરિવારના પ્રશ્નથી અનુભવાતી જાય.
 
કર્ક : 
વ્રતની પૂનમ-હાટકેશ્વર જયંતીએ ધર્મકાર્ય થાય. નોકરી-ધંધાના, પુત્ર-પૌત્રાદિકના, સગા સંબંધી-મિત્રવર્ગના સબંધ-વ્યવહાર-કામ થઈ શકે.
 
સિંહ : 
આજે આપ હળવાશ રાહત અનુભવો. ધર્મકાર્યમાં, તમારા રોજીંદા કામમાં, સાંસારિક પ્રશ્નમાં ધ્યાન આપી શકો. બપોર પછી કામ ઉકેલાય.
 
કન્યા : 
આજે ધાર્મિક-વ્યવહારિક-સામાજીક-કૌટુંબીક-પારિવારિક કામ અંગે ચિંતા-દ્વિધા રહે. પરિવારમાં મતભેદ રહે તેમ છતાં શાંતિ રાખવી.
 
તુલા : 
ધર્મકાર્યમાં ખર્ચ થાય, યાત્રા પ્રવાસનું આયોજન ગોઠવાય. પરંતુ માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં નોકરી-ધંધામાં કામ કરવું પડે.
 
વૃશ્ચિક : 
ધર્મકાર્યમાં આજનો દિવસ વ્યસ્તતાવાળો રહે, ખર્ચ કરવો પડે પરંતુ અન્યના સહકારથી તમારું કામકાજ સરળતાથી કરી શકો, આનંદ રહે.
 
ધન : 
ભક્તિ-પૂજા-મંત્રજાપથી હૃદય-મનની સ્વસ્થતા-શાંતિ જાળવીને તમારું અંગત કામ તેમજ અન્યનું કામકાજ કરી શકો.
 
મકર : 
આજે હાટકેશ્વર ભગવાનની પૂજા-અર્ચના-મંત્રજાપથી, વ્રતની પૂનમથી બપોર પછીનો સમય કાર્યસફળતા-પ્રગતિમાં-ધર્મકાર્યમાં સાનુકૂળ રહે.
 
કુંભ : 
આજે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપ ચિંતા-બેચેની-અસ્વસ્થતા અનુભવો. નોકરી ધંધાના કામમાં જાગૃતિ રાખવી પડે.
 
મીન : 
આજનો દિવસ ધર્મકાર્યથી આનંદમય રહે. તમારા રોજીંદા કામ ઉપરાંત વધારાનું કામ, પુત્ર પૌત્રાદિકનું કામ કરી શકો. બહાર જવાનું થાય.
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
હૃદય-મનની પ્રસન્નતા-ધર્મકાર્ય
આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ હૃદય-મનની પ્રસન્નતાનું રહે. વર્ષારંભે ધર્મકાર્ય થાય. મીલન-મુલાકાત-યાત્રા પ્રવાસ થાય. સબંધો-સંસ્મરણો તાજા થાય. પુત્ર પૌત્રાદિકના કામમાં પ્રગતિ જણાય.
 
નોકરી-ધંધો
નોકરી-ધંધામાં યશ-સફળતા-માન-સન્માન મળે. આવકમાં, સુખ સંપત્તિમાં, સગવડતામાં વધારો થાય.
 
ધર્મકાર્ય-શુભકાર્ય
આ વર્ષ ધર્મકાર્ય-શુભકાર્યથી આનંદનું રહે. આધ્યાત્મિકતામાં, આત્મસ્ફૂરણમામાં વધારો થાય.
 
પુત્ર પૌત્રાદિકની પ્રગતિ
પુત્ર પૌત્રાદિકની કારકિર્દી, ભણતર-ઘડતર, વિવાહ-લગ્ન માટે આ વર્ષ સફળતા-પ્રગતિનું રહે.
 
પત્ની-પરિવાર
પત્નીના નસીબ-ભાગ્યબળથી તમને ફાયદો-લાભ થાય. તે સિવાય પરિવારના પ્રશ્નો ઉકેલાય.
 
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં પ્રગતિ-સફળતા જણાય.
Tags :