Get The App

30 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Jun 30th, 2018

GS TEAM

Google News
Google News
30 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ? 1 - image

અમદાવાદ, તા. 30 જૂન 2018, શનિવાર

મેષ:
આજે વૈધૃતિ યોગમાં આપના હૃદય-મનની વ્યગ્રતા રહે. ધંધાના ઘર- પરિવારના, પત્ની, સંતાનના વિચારોમાં અટવાયેલા રહો.

વૃષભ:
જુન મહિનાના અંતિમ શનિવારે હળવાશ- રાહત રહે, તમારા અંગત કામ કરી શકો. બહાર જવાની ઇચ્છા થાય નહીં.

મિથુન:
આકસ્મિક ચિંતા- ઉપાધિ, અશાંતિના કારણે જૂન મહિનાનો અંતિમ શનિવાર આપને અકળામણવાળો લાગે.

કર્ક:
જુન મહિનાના અંતિમ શનિવારે પારિવારિક ખર્ચ, નાણાંભીડના કારણે તકલીફ મુંઝવણ અનુભવો, ઉંઘ આવે નહી.

સિંહ:
શારીરિક-માનસિક શ્રમ-થાક છતાં અનિચ્છાએ સગા-સંબંધી મિત્રવર્ગના કામની વ્યસ્તતામાં રહેવું પડે.

કન્યા:
પુત્ર- પૌત્રાદિક સાથે મતભેદ- વિવાદ ચિંતા રહે, નોકરી- ધંધાના કામમાં ગેરસમજ મનદુઃખ થઈ શકે.

તુલા:
સગા-સંબંધી, મિત્રવર્ગના કારણે જુન મહિનાના અંતિમ શનિવારે આપને શાંતિ- રાહત જણાય નહીં.

વૃશ્ચિક:
જુન મહિનાના અંતિમ શનિવારે યાત્રા- પ્રવાસ મિલન મુલાકાતમાં આપને ચિંતા- વ્યગ્રતા ઉચાટ રહે.

ધન:
પારિવારિક કૌટુંબિક કામમાં, આજનો શનિવાર વ્યસ્તતાવાળો રહે, પરંતુ હૃદય- મનને શાંતિ જણાય નહીં.

મકર:
જુન મહિનાના અંતિમ શનિવાર ચિંતા- ખર્ચનો રહે, વ્યવહારિક- સામાજિક કામે અનિચ્છાએ બહાર જવાનુ થાય.

કુંભ:
આજનો દિવસ આપને અશાંતિ- ચિંતામાં પસાર કરવો પડે. પોતાની ગણત્રી ધારણા પ્રમાણેનું કામ થાય નહીં.

મીન:
જુન મહિનાના અંતિમ શનિવારે આપે ઉતાવળિયો કોઈ નિર્ણય કરવો નહીં પુત્ર- પૌત્રાદિકના કામમાં ધીરજ રાખવી.

જન્મ તારીખ વર્ષ સંકેત...

આજથી શરૃ થઈ રહેલા આપના આ જન્મ વર્ષ દરમ્યાન માનસિક પરિતાપ, નાણાંકીય ચિંતા જણાય. તેમ છતાં આપના કાર્યમાં થોડી હળવાશ પણ અનુભવો.

નાણાંકીય આયોજન:
વર્ષ દરમ્યાન આપે નાણાંકીય આયોજન ખૂબ જ સાવધાનીપૂર્વક કરવું પડે. ખોટા ખર્ચાઓ પર કાપ મૂકવા, નાણાંભીડ અનુભવાય.

આરોગ્ય સુખાકારી:
આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષના ઉત્તરાર્ધમાં આપે થોડું ધ્યાન રાખવું પડે. તે સિવાય વર્ષ દરમ્યાન આંખોની વિશેષ કાળજી રાખવી પડે.

વિદ્યાર્થી વર્ગ:
વિદ્યાર્થી બંધુ માટે વર્ષ મધ્યમ રહે. વર્ષના પ્રારંભ કરતા વર્ષનો ઉત્તરાર્ધ સારો જણાય પરંતુ ખરાબ સમયમાં અભ્યાસ બગડે નહિ તેની તકેદારી રાખવી પડે.