Get The App

30 જુલાઇ 2018 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Jul 30th, 2018

GS TEAM


Google News
Google News
30 જુલાઇ 2018 : શું કહે છે તમારી રાશિ? 1 - image

અમદાવાદ, તા. 30 જુલાઇ 2018, સોમવાર

મેષ:
આજે સોમવારે જયાપાર્વતી વૃતના પારણાએ હળવાશ, રાહત અનુભવો. પત્ની-સંતાનના કામમાં, નોકરી ધંધાના કામમાં આનંદ ઉત્સાહ રહે.

વૃષભ:
નોકરી-ધંધાના કામમાં જુલાઈ અંતમાં કામની વ્યસ્તતાથી શ્રમ-થાક અનુભવાય. પરંતુ કામના ઉકેલથી હલવાશ-રાહત રહે.

મિથુન:
જયા પાર્વતી વૃતના પારણાએ સગા સંબંધી-મિત્રવર્ગના ધર્મકાર્યમાં-વ્યવહારિક-સામાજીક કામમાં, નોકરી ધંધામાં સાનુકૂળતા રહે.

કર્ક:
જુલાઈ મહિનાના આખર દિવસમાં આજે તેમજ આવતીકાલના કામના અનુસંધાનમાં જાગૃતિ-સાવધાની રાખવી. વાહન ધીમે ચલાવવું.

સિંહ:
જયા પાર્વતી વૃતના પારણાએ આનંદથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. નોકરી-ધંધાનું તેમજ સગા-સંબંધી-મિત્રવર્ગનું કામ થાય.

કન્યા:
નોકરી-ધંધાના કામથી બહાર જવાનો કંટાળો આવે. નાણાંભીડમાં વધારાના ખર્ચથી ચિંતા-મુંઝવણ રહે. તેમ છતાં આકસ્મિક ધંધો-આવક થાય.

તુલા:
પુત્ર પૌત્રાદિકના- પત્નીના-પરિવારના કામમાં સાનુકૂળતા રહે. મિત્રવર્ગને મળવાનું થાય. નોકરી-ધંધામાં રૃકાવટવાળા કામનો ઉકેલ લાવી શકાય.

વૃશ્ચિક:
સગા સબંધી-મિત્રવર્ગના તેમજ પારિવારિક કામમાં આપને ચિંતા-ઉચાટ રહે. નોકરી-ધંધાના કામમાં ખર્ચ થાય પરંતુ કામ ઉકેલાય.

ધન:
જયા પાર્વતી વૃતના પારણાએ આજનો સોમવાર ધર્મકાર્યથી-મીલન-મુલાકાતથી આનંદ-ઉત્સાહમાં રહો. નોકરી-ધંધાનું કામ થાય.

મકર:
યશ-સફળતા મળે. આકસ્મિક ધંધો-આવક થાય. નોકરી-ધંધાના-કુટુંબ-પરિવારના કામમાં-સંતાનના કામમાં સાનુકૂળતા રહે.

કુંભ:
કામની પ્રગતિ-સફળતા-સાનુકૂળતાથી, કામના ઉકેલથી હળવાશ-રાહત થતી જાય. પરંતુ બેંકના કામમાં જાગૃતિ રાખવી

મીન:
આજે જયા પાર્વતી વૃતના પારણાએ પત્નીને સહયોગ આપવો પડે. વધારાનો ખર્ચ થાય. નોકરી-ધંધાના, બેંકના કામ અંગે ચિંતા રહે.

જન્મતારીખ વર્ષ સંકેત

આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મવર્ષનો પ્રારંભ આપના માટે સાનુકૂળ રહે. પરંતુ વર્ષ પસાર થતું જાય તેમ મધ્યમ થતું જાય. તેમ છતાં વર્ષારંભે સરકારી-રાજકીય કામોમાં ધ્યાન રાખવું પડે.

નોકરી-ધંધો:
નોકરી ધંધા માટે વર્ષનો પ્રારંભ સારો છે. નવી કોઈ તક મળે, ઓર્ડર મળે. નોકરીમાં બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. કામ ઉકેલાતા આનંદ અનુભવો. વર્ષનો અંત જેમ જેમ આવતો જાય તેમ તેમ આપને ચિંતા-ઉચાટ થતા જાય.

નાણાંકીય આયોજન:
નાણાંકીય રીતે વર્ષ સારું રહે. વર્ષના પ્રારંભે આકસ્મિક ખર્ચ-ખરીદી કે આકસ્મિક ખર્ચાઓને લીધે નાણાંભીડ જેવું લાગે પરંતુ વર્ષ પસાર થાય તેમ સારું થતું જાય.

વિદ્યાર્થીવર્ગ:
વિદ્યાર્થીવર્ગે વર્ષની શરૃઆતથી જ અભ્યાસની તૈયારીમાં લાગી જવું. મિત્રતા-લાગણીના સંબંધોમાં અભ્યાસ બગડે નહીં તેની તકેદારી રાખવી. પરીક્ષા સમયે વિશેષ સાવધાની રાખવી પડે.

Tags :