3 ઓક્ટોબર 2018: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ, તા. 3 ઓક્ટોબર 2018, બુધવાર
મેષ:
આજે અવિધવા નોમ, સૌભાગ્યવંતી શ્રાદ્ધ, ભક્તિમાતાનું નોમનું શ્રાદ્ધ છે. પરિવારના તેમજ નોકરી ધંધાના કામ શાંતિથી કરવા.
વૃષભ:
નોકરી-ધંધાના કામ અંગે અગત્યની ચર્ચા-વિચારણા થાય. સીઝનલ ધંધાના તેમજ કરારી ધંધામાં ધ્યાન આપવું પડે. ધંધો મળી રહે.
મિથુન:
અવિધવા નોમે ઉશ્કેરાટ-ગુસ્સો-અકળામણ કર્યા વગર નોકરી-ધંધાનું કામ કરવું. કોઇની કાન ભંભેરણીથી દોરવાઈ જવું નહીં.
કર્ક:
આજે નોમનું શ્રાદ્ધ, અવિધવાનોમે ચિંતા-ખર્ચ રહે. હરોફરો, કામ કરો પરંતુ નોકરી-ધંધાના તેમજ બેંકના કામમાં જાગૃતિ સાવધાની રાખવી.
સિંહ:
અવિધવા નોમ-નોમના શ્રાદ્ધે નોકરી-ધંધાના કામ-બેંકના કામ ઉકેલાતા હળવાશ-રાહત અનુભવો. નાણાંની લેવડદેવડનો વ્યવહાર સચવાય.
કન્યા:
ચિંતા-ઉચાટ છતાં તમારે તમારી જવાબદારી-કામગીરી સંભાળવી પડે, કામનો ઉકેલ લાવવામાં શ્રમ-થાક-કંટાળો અનુભવ્યા કરો.
તુલા:
તમારા રોજીંદા કામ ઉપરાંત અન્ય વધારાનું કામ નોકરી-ધંધાનું કરી શકો. જુના-નવા સંબંધ-વ્યવહાર-મિત્રતા તાજી થાય.
વૃશ્ચિક:
કૌટુંબિક, પારિવારિક ચિંતામાં, વિચારોમાં નોકરી-ધંધાના કામમાં એકાગ્રતા જળવાય નહીં. કમર, થાપા, પગમાં દર્દપીડાથી બેચેની રહે.
ધન:
ધીરજ-શાંતિ-સ્વસ્થતા જાળવીને નોકરી-ધંધાની કામગીરી કરવી. ચર્ચા વિચારણા-વાતચીત કરવી. પરદેશના કામમાં વ્યગ્રતા રહે.
મકર:
અવિધવા નોમ-નોમના શ્રાદ્ધે આજે નોકરી ધંધાનું કામ યશ-સફળતાવાળું રહેવાથી તમે હળવાશ-રાહત અનુભવો. મહત્ત્વનું કામ થાય.
કુંભ:
વાણીની મીઠાસ-વ્યવહારની નમ્રતા નોકરી-ધંધાના કામમાં હરિફવર્ગ-ખટપટ-ઇર્ષા કરનારની પીછેહઠ કરાવે. તમારું કામ સફળ થાય.
મીન:
આજનો દિવસ જેમ જેમ પસાર થાય તેમ તેમ આપ હળવાશ-રાહત અનુભવતા જાવ. નોકરી-ધંધાનું કામ ઉકેલાતાં સાનુકૂળતા રહે.
જન્મ તારીખ વર્ષ સંકેત
આજથી શરૂ થતા જન્મવર્ષ દરમ્યાન નોકરી, ધંધાના કામમાં જોખમી નિર્ણયો-ફેરફારો કરવા નહીં. પોતાની કામગીરી-જવાબદારી એકાગ્રતાથી નિભાવવી પડે. ખટપટ કરનાર હરીફવર્ગ તમને પરેશાન કરવાના પ્રયત્ન કરે.
આરોગ્ય સુખાકારી:
વર્ષ દરમ્યાન આરોગ્ય સુખાકારીને પ્રાધાન્ય આપવું. આર્થિક સામાન્ય બિમારીની, વારસાગત બિમારીની ઉપેક્ષા કરવી નહીં.
નાણાંકીય આયોજન:
નાણાંકીય જોખમો કર્યા વગર નાણાંની સલામતી ધ્યાનમાં રાખવી. લેવડ દેવડના વ્યવહારમાં સંભાળવું પડે.
નોકરી-ધંધો:
નોકરી-ધંધામાં કામકાજ કરો પરંતુ હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઉપરી અધિકારી, સહકાર્યકરવર્ગ, સ્ટાફના માણસોથી-કારીગર વર્ગથી ચિંતા-તકલીફ અનુભવાય. નવાનવી નોકરી-ધંધો હોય તેમણે વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં. વિવાદથી દૂર રહેવું.
સ્ત્રીવર્ગ:
સ્ત્રી વર્ગને રોજીંદા કામમાં આરોગ્યની અસ્વસ્થતાના કારણે તકલીફ પડે. કૌટુંબિક-પારિવારિક વિવાદના પ્રશ્ને ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે.