Get The App

29 સપ્ટેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે

Updated: Sep 29th, 2018

GS TEAM


Google News
Google News
29 સપ્ટેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ? 1 - image

અમદાવાદ, તા. 29 સપ્ટેમ્બર 2018 શનિવાર

મેષ: 

જેમ- જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ માનસિક પરિતાપ ચિંતામાં ઘટાડો થતો જાય. ધંધામા આવક જણાય.

વૃષભ: 

આપના કાર્યમાં ધીરે ધીરે રાહત શાંતિ થતી જાય તેમ છતાં મહત્ત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ કરવી નહીં.

મિથુન: 

આપને કામમાં ચિંતા રાહત જણાય, આપની ગણત્રી- ધારણા અવળી પડતા આપની બેચેની વ્યગ્રતામાં વધારો થાય.

કર્ક: 

આપના કાર્યમાં ધીરે ધીરે પ્રગતિ જણાય, ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ- ફાયદો જણાય, આવક થાય.

સિંહ:

આપના રોજિંદા કામમાં વ્યસ્ત રહી શકો, જમીન મકાન વાહનની લે-વેચમાં સાનુકૂળતા જણાય.

કન્યા: 

આપની ચિંતા પરેશાની, ધીરે ધીરે ઓછા થતાં જાય, આપના રૃકાવટ વિલંબમાં અટવાયેલા કામ ઉકેલાતા જાય.

તુલા: 

આપે દિવસ દરમ્યાન પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. નાણાંકીય લેવડદેવડમાં આપે સાવધાની રાખવી.

વૃશ્ચિક:

આપના કાર્યમાં સાનુકૂળતા રહે, મહત્ત્વના કામમાં સફળતા પ્રાપ્ત કરી શકો, જાહેર- સંસ્થાકીય કામ અંગે બહાર જવાનું બને.

ધન:

આપના હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનાર આપની પ્રગતિમાં રૃકાવટ ઉભી કરવાના પ્રયત્ન કરે. કોર્ટ- કચેરીના કામમાં ધ્યાન રાખવું.

મકર: 

જેમ જેમ દિવસ પસાર થાય તેમ આપને રાહત- શાંતિ થતી જાય, મિત્રવર્ગનો સાથ સહકાર મળી રહે.

કુંભ:

ચિંતા- ઉચાટમાં દિવસ પસાર થાય, નોકરી- ધંધામાં વાદ-વિવાદથી સંભાળવું પડે, કામકાજમાં ઉતાવળ કરવી નહિ

મીન:

આપના કાર્યમાં આપને સાનુકૂળતા જણાય, સંયુક્ત ધંધામાં ભાઈભાંડુને સાથ સહકાર મળી રહે બહારગામ જવાનુ આયોજન થાય.

જન્મ તારીખ વર્ષ સંકેત...

આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થતું જાય તેમ તેમ આપને રાહત થતી જાય.

નોકરી- ધંધો:

વર્ષ પસાર થતું જાય તેમ ધીરે ધીરે આપના રૃકાવટ વિલંબમાં પડેલ અટવાઈ પડેલ કામનો ઉકેલ આવતો જાય. નવું કોઈ આયોજન વિચારી રહ્યા હોવ તો થઈ શકે.

કૌટુંબિક પારિવારિક:

કૌટુંબિક પારિવારિક પ્રશ્ને આપની ચિંતા પરેશાની ઓછી થતી જાય. પત્ની સંતાનનો સાથ મળી રહે. અવિવાહિત વર્ગને વિવાહ લગ્નની વાતચીત આવે નક્કી થાય.

વિદ્યાર્થી બંધુ:

વિદ્યાર્થી બંધુને વર્ષ સારું રહે, પરંતુ લાગણીના ચક્કરમાં અભ્યાસ બગડે નહિ તેની કાળજી રાખવી, વર્ષારંભથી જ મહેનત કરશો તો સારું પરિણામ પ્રાપ્ત કરી શકો.

Tags :