Get The App

29 મે 2018 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: May 29th, 2018

GS TEAM

Google News
Google News
29 મે 2018 : શું કહે છે તમારી રાશિ? 1 - image
અમદાવાદ, તા. 29 મે 2018, મંગળવાર
 
મેષ: 
નોકરી-ધંધાના કાર્યમાં રૃકાવટ જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી. ઉતાવળ ન કરવી.
 
વૃષભ: 
આપના કામમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. આપના હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારની પીછેહઠ થાય. ખર્ચ-ખરીદી થાય.
 
મિથુન: 
આપના કામમાં આપે દોડધામ કરવી પડે. કોર્ટ-કચેરીના કાર્યમાં સાનુકૂળતા જણાય. સીઝનલ ધંધામાં હરિફવર્ગનો સામનો કરવો પડે.
 
કર્ક: 
આપના રૃકાવટ-વિલંબમાં અટવાયેલા કાર્યનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. આપની  ચિંતા-પરેશાનીમાં ઘટાડો થાય.
 
સિંહ: 
આપે કામકાજ દરમ્યાન ધ્યાન ભટકે નહીં તેની તકેદારી રાખવી પડે. કૌટુંબિક - પારિવારીક પ્રશ્ને વાદ-વિવાદથી  સંભાળવું પડે.
 
કન્યા: 
આપને કાર્યસફળતા મળી રહે. આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આપના આનંદ-ઉત્સાહમાં વધારો થાય.
 
તુલા: 
આપના કાર્યમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો થાય. ધંધામાં આવક જણાય.
 
વૃશ્ચિક: 
આપની ચિંતા-ઉચાટ છતાં આપના કાર્યમાં વ્યસ્ત રહેવાનું બને. સંસ્થાકીય કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય.
 
ધન: 
કોર્ટ-કચેરીના કામમાં ચિંતા-પરેશાની જણાય. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.  નોકરી-ધંધામાં કોઇના દોરવાયા દોરવાઇ જવું નહીં.
 
મકર: 
આપના કાર્યમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. આપના કાર્યની કદર-પ્રશંસા થાય. વાણીની મીઠાશ સાનુકૂળતા માટે મદદરૃપ બને.
 
કુંભ: 
આપના કાર્યમાં વ્યસ્ત રહેવાનું થાય. સ્થાવર-જંગમ મિલકતની લે-વેચની બાબતમાં થોડી સાવધાની રાખવી.
 
મીન: 
ધીરે ધીરે પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરી શકો. આપના કાર્ય અંગે ચર્ચા-વિચારણા થાય. ધર્મકાર્ય-શુભકાર્યથી પ્રસન્નતા રહે.
 
જન્મતારીખ વર્ષસંકેત
 
વર્ષ દરમ્યાન માનસિક પરિતાપ રહે. આપના ધાર્યા પ્રમાણેનું કાર્ય થઇ શકે નહીં જેના લીધે આપના ઉચાટ-ઉદ્વેગમાં વધારો થાય.
 
નોકરી-ધંધો: 
નોકરી-ધંધામાં આપની મુશ્કેલીમાં વધારો થતો જાય. આપના ગણત્રી-ધારણ અવળી પડતા આપની દોડધામ વધે. માનસિક ચિંતા-પરેશાની વધે. કોઇની ભૂલના ભગ આપે ના બનવું પડે તેનું આપે ધ્યાન રાખવું પડે.
 
આરોગ્ય સુખાકારી: 
વર્ષ દરમ્યાન આરોગ્યની દ્રષ્ટિએ મધ્યમ રહે. આંખોમાં-માથામાં દર્દ-પીડા જણાય વર્ષનાં અંતમાં આપની આરોગ્યની બાબતમાં મુશ્કેલી વધે.
 
વિદ્યાર્થીબંધુ: 
વિદ્યાર્થીબંધુએ વર્ષ દરમ્યાન આપે ખૂબ જ કાળજી રાખવી. અન્યના ભરોસે રહીને કોઇ કાર્યની તૈયારી કરવી નહીં. વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં.