અમદાવાદ, તા. 28 જુલાઇ 2018, શનિવાર
મેષ:
યજ્ઞાનારાયણ ઇષ્ટિ યાગનો આજનો શનિવાર ધર્મકાર્યથી આનંદમાં પસાર કરી શકો પરંતુ હવામાનની- બજારોની ફેરફારીમાં સંભાળવું પડે.
વૃષભ:
નોકરી-ધંધાના કામથી ચિંતા-ખર્ચ-દોડધામ છતાં કામના ઉકેલથી હળવાશ રહે. સાંજના સમયે બહાર જવાનુ થાય, ખર્ચ થાય.
મિથુન:
જુલાઈ મહિનાના અંતિમ શનિવારે તન- મન- ધનથી વાહનથી સંભાળવું પડે. પેટ- કમર- થાપામાં પગમાં દર્દ-પીડા અનુભવાય.
કર્ક:
બજારોની હવામાનની ફેરફારીની- નોકરી- ધંધાના પ્રશ્ને, પરિવારના પ્રશ્ને આપને ચિંતા રખાવે, બહારનું ખાવાપીવામાં, વજન ઉંચકવામાં તકલીફ થાય.
સિંહ:
યજ્ઞાનારાયણ ઇષ્ટિયાગનો આજનો દિવસ જુના- નવા સંસ્મરણોનો રહે. સંબંધ- વ્યવહાર સચવાય, આકસ્મિક રીતે કોઈને મળવાનું થાય.
કન્યા:
તમારા રોજીંદા કામમાં, નોકરી- ધંધાના કામમાં ધ્યાન આપવું પડે. ધંધો-આવક થવાથી, હળવાશ રહે તેમ છતાં હૃદય-મનને શાંતિ જણાય નહીં.
તુલા:
અશાંતિ-મુશ્કેલીના ચક્કર-મુંઝવણમાં એવા અટવાયેલા રહો કે આજે શનિવાર છે કે કયો વાર છે તેનો પણ ખ્યાલ રહે નહી. મંત્રજાપ કરવો.
વૃશ્ચિક:
નોકરી-ધંધાના તેમજ અન્ય કામ ઉકેલવામાં વ્યસ્ત રહેવું પડે. પુત્ર-પૌત્રાદિકના કામથી બહાર કે બહારગામ જવાનું થાય, ખર્ચ થાય.
ધન:
કામમાં અવરોધ મુશ્કેલી ચતાં અન્યના સહકારથી કામ ઉકેલાતા આપ હળવાશ રાહત અનુભવો, ધંધો આવક થાય.
મકર:
જુલાઈ મહિનાના અંતિમ શનિવારે સંબંધ વ્યવહારમાં, પત્ની-સંતાનના પરિવારના કામ ઉકેલવામાં ધીરજ-શાંતિ-સ્વસ્થતા જાળવવી.
કુંભ:
યજ્ઞાનારાયણ ઇષ્ટિયાગના આજના શનિવારે આપે શારીરિક- માનસિક સ્વસ્થતા-સમતોલન જાળવવું પડે, આનંદ-ઉત્સાહ જળવાય નહીં.
મીન:
વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા રાખીને સંતાનનું કામ ઉકેલવું પડે તે સિવાય નોકરી- ધંધાના જોખમો વધારવા નહીં.
જન્મ તારીખ વર્ષ સંકેત
આજથી શરૃ થઈ રહેલું જન્મ વર્ષ મધ્ય રહે. પ્રતિકૂળતા સાનુકૂળતાનો મિશ્ર અનુભવ વર્ષ દરમ્યાન થયા કરે.
નોકરી-ધંધો:
વ્યવાયિક રીતે જેમ જેમ વર્ષ પસાર થતું જાય તેમ તેમ આપને સાનુકૂળતા થતી જાય. રૃકાવટ- વિલંબમાં પડેલા કામ ઉકેલાય તેવું બને તો ક્યારેક કોઈ કામમાં મુશ્કેલી અનુભવો, તેમ છતાં એકંદરે વર્ષ સારું રહે.
નાણાંકીય સ્થિતિ:
નાણાંકીય રીતે વર્ષ દરમ્યાન આપે ધ્યાન રાખવું પડે. વ્યવસ્થિત આયોજન કરીને ચાલવું પડે. આકસ્મિક ખર્ચાઓ, ખોટા ખર્ચના લીધે નાણાંભીડ અનુભવાય મોટા નાણાંકીય જોખમો કરવા નહીં
વિદ્યાર્થી વર્ગ:
વિદ્યાર્થી બંધુને વર્ષ પસાર થાય તેમ રાહત થતી જાય તેમ છતાં માનસિક પરિતાપ- દ્વિધાના લીધે અભ્યાસમાં વિક્ષેપ પડે. ધાર્યા પરિણામમાં મુશ્કેલી જણાય.


