27 સપ્ટેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશ
અમદાવાદ, તા. 27 સપ્ટેમ્બર 2018 ગુરુવાર
ભાદરવા વદ બીજ (ત્રીજનું શ્રાધ્ધ)
મેષ:
બેચેની-વ્યગ્રતાના લીધે કામમાં મન લાગે નહીં તેમ છતાં આપે કામ કરવું પડે. વાદ-વિવાદથી સંભાળવું પડે.
વૃષભ:
આપને કામમાં ચિંતા જણાય. નાણાંકીય લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી. ખર્ચ-ખરીદી કરવી પડે.
મિથુન:
જેમ-જેમ દિવસ પસાર થાય તેમ તેમ કાર્યસફળતા મળતી જાય. આકસ્મિક લાભ-ફાયદો મળી રહે. ધંધામાં આવક થાય.
કર્ક:
આપના કાર્ય અંગે દોડધામ રહે તેમ છતાં કાર્યનો ઉકેલ આવવાથી રાહત જણાય. માતૃપક્ષનો સાથ-સહકાર મળી રહે.
સિંહ:
આપના કાર્યમાં આવેલી રૃકાવટ-મુશ્કેલી દૂર થતી જાય. કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
કન્યા:
આપને કામમાં તકલીફ અનુભવાય. ધાર્યાં મુજબનું કામ ન થવાને લીધે ચિંતા-બેચેનીમાં વધારો જણાય. ઉતાવળ કરવી નહીં.
તુલા:
આપના કાર્ય અંગે બહાર કે બહારગામ જવાનું બને. જાહેર સંસ્થાકીય કામ અંગે દોડધામ-શ્રમમાં વધારો જણાય. સાવધાની રાખવી પડે.
વૃશ્ચિક:
આપના કાર્યમાં ધાર્યા કરતા વધુ સમય લાગે. આપની દોડધામમાં-શ્રમમાં વધારો જણાય. સાવધાની રાખવી પડે.
ધન:
આપની મહેનત-બુધ્ધિ-અનુભવ-આવડતના આધારે કાર્યનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ થાય.
મકર:
આપે ધીરજ અને શાંતિ રાખીને આપનું કાર્ય કરવું. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. માતૃપક્ષની ચિંતા અનુભવાય.
કુંભ:
પરદેશની કાર્યવાહી અંગે સાનુકૂળતા જણાય. ધંધામાં ભાગીદારનો સાથ-સહકાર પ્રાપ્ત કરી શકો.
મીન:
આપના કાર્યમાં ધીરે-ધીરે સાનુકૂળતા થતી જાય. કુટુંબ-પરિવારનો સાથ સહકાર પ્રાપ્ત કરી શકો. ધંધામાં લાભ થાય.
જન્મતારીખ વર્ષસંકેત
આજથી શરૃ થઇ રહેલું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ પ્રતિકૂળતા થતી જાય. તેથી આપે ધીરજ રાખવી પડે.
નોકરી-ધંધો:
નોકરી-ધંધામાં આપે સાવધાની રાખવી. કામનો ભરાવો થવા દેવો નહીં. કામમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવાય.
આરોગ્ય-સુખાકારી:
આરોગ્ય-સુખાકારીની દ્રષ્ટિએ આપે વર્ષ દરમ્યાન ધ્યાન રાખવું પડે. વર્ષારંભથી જ આપે સાવધાની રાખવી. બેદરકારી રાખવી નહીં.
સ્ત્રીવર્ગ:
સ્ત્રીવર્ગને પતિ-સંતાનની ચિંતા અનુભવાય. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને વાદ-વિવાદ-મનદુઃખથી સંભાળવું પડે.
વિદ્યાર્થીબંધુ:
વિદ્યાર્થીબંધુએ વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં. વાહન ધીરે ચલાવવું. અકસ્માત બિમારીથી સંભાળવું પડે.