27 માર્ચ 2018: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ તા. 27 માર્ચ 2018, મંગળવાર
મેષ :
કામદા એકાદશી, વલ્લભાચાર્ય વધાઈ, દોલોત્સવે જે કામ કરો તેમાં જાગૃતિ-સાવધાની રાખવી. વ્યવહારિક, સામાજીક સબંધમાં ચિંતા રહે.
વૃષભ :
પરિવારના કામમાં, નોકરી ધંધાના કામમાં ધ્યાન આપી શકો. જુના-નવા સબંધો-સંસ્મરણો તાજા થાય. ધર્મકાર્ય થાય. કામ ઉકેલાય.
મિથુન :
મીનારક-કમુરતા છતાં નોકરી-ધંધાના કામમાં છેલ્લી ઘડીએ તકલીફ પડે. નોકર ચાકર-કારીગરવર્ગ-ભાઈભાંડુ-ભાગીદારથી, સંતાનથી ચિંતા રહે.
કર્ક :
શું કરવું? શું ન કરવું? તેવી માનસિકતા-વિચારોમાં અટવાયેલા રહો. તે સિવાય મીનારક કમુરતા છતાં રોજીંદા કામની વ્યસ્તતા રહે.
સિંહ :
મીનારક-કમુરતાના કારણે તમારી ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ આજે થાય નહીં. નુકસાન-વિવાદ થાય તેવો કોઈ નિર્ણય કરવો નહીં.
કન્યા :
વાણીની મીઠાશ-વ્યવહારની નમ્રતાથી આજે એકાદશી ને વલ્લભાચાર્યની વધાઈ-દોલોત્સવનો દિવસ આનંદમાં પસાર કરી શકો.
તુલા :
ભાગીદારીવાળા ધંધામાં, સરકારી કરારી ધંધામાં, નોકરીના કમિશન-દલાલી-એજન્સીના કામમાં આપને, વડીલવર્ગને ચિંતા-ઉચાટ અનુભવાય.
વૃશ્ચિક :
ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાતમાં, નોકરી ધંધાના કામમાં રૃકાવટ-ચિંતા પછી સફળતા મળે. ફાયદો-લાભ થાય, ધંધો થાય.
ધન :
શારિરીક-માનસિક અસ્વસ્થતા, હતાશા-નિરાશામાં અટવાયા કરો. ભાગીદારીવાળો ધંધો-મીલ્કત-જગ્યાનો પ્રશ્ન ઉકેલાય નહીં.
મકર :
મસ્તક-પેટ-કમરમાં દર્દપીડાથી, શ્રમ-થાકથી બેચેની અનુભવાય તેમ છતાં કામનો ઉકેલ લાવવામાં સાનુકૂળતા રહે.
કુંભ :
હરિફવર્ગ-ખટપટ-ઇર્ષા કરનારના કારણે, નોકરી-ધંધાના કામમાં ચિંતા રહે તે સિવાય પરિવાર માટે વડીલવર્ગ માટે ખર્ચ થાય. કામની વ્યસ્તતા રહે.
મીન :
ધર્મકાર્યમાં એકાગ્રતા રાખવી. વાતવાતમાં મનદુઃખ, વિવાદ ગેરસમજ થાય નહીં તેનું ધ્યાન નોકરી ધંધાના કામમાં રાખવું પડે.
જન્મ તારીખ વર્ષ સંકેત
વર્ષમાં આરોહ-અવરોહ
આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ આરોહ-અવરોહનું રહે. વર્ષારંભે શાંતિ-રાહત જણાય નહીં. શારિરીક કષ્ટપીડા, નોકરી-ધંધાની ચિંતા-મુશ્કેલી રહે પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં હળવાશ-રાહત શરૃ થાય.
આરોગ્ય
વર્ષારંભથી આરોગ્ય સુખાકારીને પ્રાધાન્ય આપવું.
નોકરી-ધંધો
નોકરી-ધંધામાં જોખમી નિર્ણયો કે ફેરફારી કરવી નહીં. ધીરજ શાંતિ-સ્વસ્થતા જાળવવી. વર્ષના ઉત્તરાર્ધમાં મુશ્કેલી-ચિંતા હળવી થતી જાય.
પત્ની-સંતાન
પત્નીના આરોગ્યની અસ્વસ્થતા, સ્વભાવની કર્કશતાના કારણે શાંતિ-રાહત જણાય નહીં. સંતાનના પ્રશ્નોમાં ચિંતા રહ્યા કરે. પરંતુ વર્ષાંતે સંતાનના પ્રશ્ન ઉકેલાય.
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને આરોગ્ય સાચવીને, રમતગમત, વાહનથી સંભાળીને અભ્યાસમાં વર્ષારંભથી ધ્યાન આપવું પડે.