Get The App

27 એપ્રિલ 2018 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Apr 27th, 2018

GS TEAM


Google News
Google News
27 એપ્રિલ 2018 : શું કહે છે તમારી રાશિ? 1 - image
અમદાવાદ, તા. 27 એપ્રિલ 2018, શુક્રવાર
 
મેષ: 
આપના કામમાં વ્યસ્ત રહેવાની સાથે અન્યના કાર્યમાં પણ આપે સહભાગી થવું પડે. આપની દોડધામ-શ્રમમાં વધારો થાય.
 
વૃષભ: 
આપની ચિંતા-પરેશાનામાંથી ધીરે ધીરે બહાર આવતા જાવ. કામકાજ આવેલી રૃકાવટ-મુશ્કેલી દૂર થતાં રાહત અનુભવો.
 
મિથુન: 
આપના હૃદય-મન વ્યગ્રતા-બેચેની અનુભવ્યા કરે. કામમાં મન લાગે નહીં મિત્રવર્ગના લીધે ચિંતા-ઉચાટ રહ્યા કરે.
 
કર્ક: 
દેશ-પરદેશના કામમાં સાનુકૂળ-પ્રગતિ જણાય. નોકરી-ધંધાર્થે બહાર કે બહારગામ જવાનું બને. જૂના સ્વજન સ્નેહિની મુલાકાત થાય.
 
સિંહ:
આપના કાર્યમાં વ્યસ્ત રહી શકો. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. સંયુક્ત ધંધામાં આનંદ રહે.
 
કન્યા: 
આપની ચિંતા-પરેશાની ધીરે ધીરે દૂર થતી જાય. આપના કામમાં સાનુકૂળતા-સરળતા જણાતા કામ કરવાનો ઉત્સાહ જણાય.
 
તુલા: 
આપે આવેશ-ઉશ્કેરાટમાં આવી જઈને કોઈ કામ કરવું નહીં. ખાતાકીય તપાસમાં આપે સાવધાની રાખવી પડે. ખર્ચ-ખરીદી જણાય.
 
વૃશ્ચિક: 
આપના કામની પ્રશંસા થવાથી કે યોગ્ય વળતર મળવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સંતાનના પ્રશ્નમાં ચિંતા-પરેશાની ઓછી થાય.
 
ધન: 
આપના રોજિંદા કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મિત્રવર્ગના કામ અંગે બહાર જવાનું થાય. મુલાકાત થાય.
 
મકર: 
આપની ચિંતા-પરેશાનીમાંથી ધીરે ધીરે બહાર આવતા જાવ. કામમાં પ્રગતિ જણાય. નવું કોઈ કામકાજ મળી રહે કે વાતચીત આવે.
 
કુંભ: 
આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં.
 
મીન: 
આપના કામમાં પ્રગતિ જણાય. રાજકીય-સરકારી કામ અંગે મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. આનંદ-ઉત્સાહ રહે.
 
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
આજથી શરૃ થઈ રહેલા વર્ષમાં આરોહ-અવરોહનો અનુભવ કરો. વર્ષ દરમ્યાન દોડધામ-શ્રમમાં વધારો થયેલો લાગ્યા કરે.
 
કૌટુંબિક-પારિવારિક: 
વર્ષ દરમ્યાન કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે વ્યસ્ત રહેવાનુંબને. કોઈને કોઈ કામ અંગે ચિંતા-દોડધામ-ખર્ચ અનુભવાય. જો કે તેનો આનંદ રહે.
 
નોકરી-ધંધો: 
વર્ષ દરમ્યાન નોકરી ધંધામાં સાનુકૂળતા રહે. આપના કામ થાય પરંતુ ક્યારેક અકળ કારણોસર, કામમાં રૃકાવટ-વિલંબ જેવું લાગે. તેમ છતાં આપના કાર્યનો નિકાલ આવતા રાહત સાથે શાંતિ અનુભવાય. સહકાર્યકર વર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર પણ પ્રાપ્ત કરી શકો.
 
સ્ત્રીવર્ગ: 
સ્ત્રીવર્ગને પતિ-સંતાનનો સાથ-સહકાર મળે પરંતુ સંતાનની ચિંતા રહ્યા કરે. વ્યવસાય અને ઘર-પરિવારની જવાબદારી સાથે નિભાવવામાં થોડી તકલીફ અનુભવાય.
Tags :