Get The App

26 માર્ચ 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Mar 26th, 2018

GS TEAM

Google News
Google News
26 માર્ચ 2018: શું કહે છે તમારી રાશિ? 1 - image
અમદાવાદ તા. 26 માર્ચ 2018, સોમવાર
 
મેષ : 
બજારોની વધઘટમાં આજે આપે વેપાર-ધંધામાં ધ્યાન રાખવું પડે. જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ચિંતા-ઉચાટ રહે.
 
વૃષભ : 
નોકરી-ધંધાના કામમાં વધારો થાય. જવાબદારીવાળા કામનો ઉકેલ લાવવા માટે દોડધામ રહે, પરંતુ કામની ઉતાવળમાં ભૂલ થાય.
 
મિથુન : 
નોકરી-ધંધાના રુકાવટવાળા કામનો ઉકેલ લાવવામાં આજે સાનુકુળતા રહે. હિસાબી કામમાં, બેંકના કામમાં, ઇન્કમટેક્ષના કામમાં ધ્યાન આપી શકો.
 
કર્ક : 
વિચારોની દ્વિઘા- માનસિક પરિતાપ- ચિંતામાં અટવાયા કરો. તેમ છતાં જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ કામ ઉકેલાતું જાય.
 
સિંહ : 
નોકરી-ધંધાના કામથી ચિંતા રહે. ખર્ચ થાય પરંતુ બજારોની વધઘટમાં લોભ લાલચે નાણાંકીય જોખમ કરવું નહીં. માલનો ભરાવો કરવો નહીં.
 
કન્યા : 
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપ હળવાશ- રાહત અનુભવતા જાવ. નોકરી-ધંધાના તમારા અંગત કામમાં સાનુકુળતા થતી જાય.
 
તુલા : 
નોકરી-ધંધાના કામમાં, સરકારી- રાજકીય -ખાતાકીય કામમાં, સંબંધ વ્યવહારમાં, મિલન- મુલાકાતમાં આપને સાનુકુળતા રહે. નોકરી-ધંધાનું કામ થાય
 
વૃશ્ચિક : 
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપ સ્વસ્થતા- સાનુકુળતા- હળવાશ અનુભવતા જાવ. નોકરી-ધંધાનું કામકાજ કરી શકો.
 
ધન : 
બજારોની વધઘટમાં, ભાગીદારીવાળા ધંધામાં, કરારી ધંધામાં, પરદેશના વેપાર-ધંધામાં આકસ્મિક ચિંતા રુકાવટ, મુશ્કેલી આવી જાય.
 
મકર : 
આનંદથી નોકરી-ધંધાનું કામ કરી શકો. તમારી મહેનત સાર્થક થાય, તમારા કામની કદર થાય. અન્ય કામકાજ ઉકેલી શકાય.
 
કુંભ : 
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા રહે. ધંધો- આવક થાય. નવું કામ થઇ શકે.
 
મીન : 
શેરોની લે-વેચમાં, નોકરી-ધંધાના કામમાં, સંતાનના કામમાં આપને ચિંતા રહે. લોભ- લાલચમાં ઉતાવળમાં બિનજરૃરી તકલીફ થાય.
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
પ્રતિકુળતા-સંઘર્ષ પછી રાહત
આજથી શરૃ થતું આપનું જન્મ વર્ષ પ્રતિકુળતા- સંઘર્ષનું રહે પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ આપ રાહત અનુભવતા જાવ. 
 
વિશેષમાં :-
આરોગ્ય :
વર્ષ દરમ્યાન અવાર નવાર શારિરીક- માનસિક પ્રતિકુળતા- અસ્વસ્થતાના કારણે સ્ફુર્તિ- તાજગી આનંદ જણાય નહીં. શ્રમ થાક કંટાળો અનુભવો.
 
નોકરી-ધંધો :
નોકરી-ધંધામાં સંઘર્ષ રહે. અન્યના કારણે તમને તમારી કામગીરી- જવાબદારીમાં મુશ્કેલી પડે. વર્ષારંભે ત્રીસ દિવસ જાગૃતિ-સાવધાની રાખવી.
 
કૌટુંબિક પ્રતિકુળતા :
કૌટુંબિક પ્રતિકુળતા રહે. સગા-સંબંધી- મિત્રવર્ગ, વડીલ વર્ગની બિમારી- સંયુક્ત પરિવારમાં મનદુઃખ, મતભેદ રહેવાથી હૃદય-મનને શાંતિ જણાય નહીં.
 
વિદ્યાર્થીવર્ગ :
વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં એકાગ્રતા રાખવી પડે તેમજ આરોગ્ય સાચવવું પડે, વાહનથી સંભાળવું પડે.
Tags :