અમદાવાદ, તા. 26 જૂન 2018, મંગળવાર
મેષ:
આજે મંગળ વક્રી થાય છે તેથી હૃદય-મનને ઉત્પાત-ઉદ્વેગ-અશાંતિ રહે. નોકરી-ધંધાના કામમાં સ્વસ્થતા-શાંતિ ધીરજ રાખવી.
વૃષભ:
આજે મંગળ વક્રી થાય છે તેથી નોકરી-ધંધાના કામકાજમાં ઉતાવળીયા-જોખમી નિર્ણયમાં નુકસાન-વિવાદ થાય.
મિથુન:
મંગળની વક્રતામાં પડવા વાગવાથી-શસ્ત્રક્રિયા-બીમારીથી સંભાળવું પડે. સ્વભાવમાં ગુસ્સો આવી જાય.
કર્ક:
સરકારી-રાજકીય-ખાતાકીય કામમાં, જાહેર સંસ્થાકીય કામમાં, સાંસારિક પ્રશ્નમાં આપને શાંતિ-રાહત જણાય નહીં.
સિંહ:
મકાન-જમીન-મીલ્કતના પ્રશ્નમાં, દેશ-પરદેશના કામમાં આપને તકલીફ પડે. માતૃપક્ષની ચિંતા રહે. વિવાદથી અશાંતિ રહે.
કન્યા:
સંતાનના વિદ્યાભ્યાસ, વિવાહ-લગ્નના પ્રશ્નમાં ચિંતા-ખર્ચ રહે. બહારગામ જવાનું-મીલન-મુલાકાતનું આયોજન ગોઠવાય.
તુલા:
મંગળની વક્રતામાં સગા-સંબંધી-મિત્રવર્ગના કામથી, બિમારીથી ચિંતા-ઉચાટમાં રહો. નોકરી-ધંધામાં તકલીફ પડે.
વૃશ્ચિક:
મંગળની વક્રતામાં વાણીની મીઠાશ-વ્યવહારની નમ્રતા રાખવી પડે. આરોગ્ય સાચવવું. શસ્ત્રક્રિયામાં સંભાળવું.
ધન:
કૌટુંબીક પ્રતિકૂળતા-નાણાંકીય પ્રતિકૂળતા તમારા હૃદય-મનને અસ્વસ્થા રખાવે. અંગત કામ મુલતવી રાખવું પડે.
મકર:
મંગળની વક્રતામાં માનસિક સ્વસ્થતા જાળવીને સબંધ-વ્યવહાર સાચવીને નોકરી ધંધાનું-પરિવારનું કામ કરવું પડે.
કુંભ:
મંગળની વક્રતામાં નુકસાન-બગાડ-વિવાદ થાય નહીં. તેનું આજે ધ્યાન રાખવું. સરકારી-અદાલતી કામમાં ચિંતા રહે.
મીન:
વાણીમાં મીઠાશ રાખી ઉતાવળ કર્યા વગર આપે નોકરી-ધંધાનું કામ કરવું. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં.
જન્મતારીખ વર્ષસંકેત
આજથી શરૃ થઈ રહેલાં આપના જન્મવર્ષ દરમ્યાન આપે ધીરજ, શાંતિ, સહનશીલતાના ગુણો વિકસાવવા પડે. સમય એવો છે કે કેટલાંક પ્રશ્નોમાં કોઈ વડીલની કે અન્યની સલાહ લેવાનું મન થાય કે ઈચ્છા થાય કે સલાહ લેવી પડે પરંતુ બીજી બાજુ ગ્રહયોગ અનુસાર કોઈના દોરવાયા દોરવાઈ જવાથી આપની મુશ્કેલીમાં વધારો થાય.
આરોગ્ય સુખાકારી
આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. વર્ષારંભે માનસિક પરિતાપ-ચિંતા-હતાશા જણાય તો વર્ષાંતે કોઈને કોઈ શારીરિક તકલીફ અનુભવાય. વાહન ચલાવતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું. અકસ્માતથી સંભાળવું.
નોકરી-ધંધો
વ્યવસાયિક દ્રષ્ટિએ વર્ષ દરમ્યાન આપે વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહિ. રાજકીય સરકારી ખાતાકીય તપાસમાં ફસાઈ ના જાવ તેની તકેદારી રાખવી. નાણાંકીય જોખમો વધારવા નહિં.
સ્ત્રીવર્ગ
સ્ત્રીવર્ગને વર્ષ દરમ્યાન આરોગ્યની બાબતમાં કાળજી રાખીને કામકાજમાં વ્યસ્ત રહેવું. પેટ-પેઢુની ગર્ભાશયની તકલીફ અનુભવાય. બેદરકારી રાખવી નહીં.


