26 જાન્યુઆરી 2019: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ, તા. 26 જાન્યુઆરી 2019, શનિવાર
મેષ: ભારત પ્રજાસત્તાક ગણતંત્ર દિવસે બપોર સુધીનો સમય ચિંતા-સુસ્તી-બેચેનીનો રહે. સાંજના સમયે હળવાશ-રાહત થતી જાય.
વૃષભ: ભારત પ્રજાસત્તાક ગણતંત્રનો આજનો દિવસ યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાતનો રહે. પત્ની-સંતાનનું કામ ઉકેલાય, ખર્ચ થાય.
મિથુન: આજનો શનિવાર ચિંતા-ઉચાટ-વ્યગ્રતાવાળો રહે. કંઈ ગમે નહીં. અન્યના કારણે તમને શાંતિ-રાહત જણાય નહીં.
કર્ક: ભારત પ્રજાસત્તાક ગણતંત્રના આજના દિવસે તમારા અંગત કામ તેમજ અન્યના કામ ઉકેલવામાં સાનુકૂળતા રહે.
સિંહ: આજનો શનિવાર જેમ જેમ પસાર થાય તેમ તેમ આપ હળવાશ-રાહત અનુભવતા જાવ. અંગત કામ ઉકેલાય. ઘર-પરિવારનું-સંતાનનું કામ ઉકેલી શકો.
કન્યા: આજે ભારત પ્રજાસત્તાક ગણતંત્ર દિવસે આપને કામની વ્યસ્તતા રહે. સીઝનલ ધંધો-આવક થાય. બહાર કે બહારગામ જવાનું થાય.
તુલા: યાત્રા પ્રવાસ મીલન મુલાકાતના આયોજનમાં સગા-સંબંધી-મિત્રવર્ગથી વધારાનો ખર્ચ થાય. ચિંતા રહે તેમ છતાં સબંધ-વ્યવહાર સાચવવો પડે.
વૃશ્ચિક: ભારત પ્રજાસત્તાક ગણતંત્ર દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપ હળવાશ-રાહત અનુભવી શકો. અગત્યના કામ થઈ શકે.
ધન: યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય. જવાબદારી સંભાળવી પડે.
મકર: ભારત પ્રજાસત્તાક ગણતંત્ર દિવસે નોકરી-ધંધાના તેમજ સગા-સબંધી-મિત્રવર્ગના સબંધ-વ્યવહારમાં વ્યસ્તતા રહે. બહાર જવાનું થાય. ખર્ચ થાય.
કુંભ: આજે આકસ્મિક ઉપાધિ-ચિંતા-મુશ્કેલીમાં શાંતિ જળવાય નહીં. શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવો. મહત્ત્વનું કામ ચિંતાવાળુ રહે.
મીન: આજનો શનિવાર આનંદ ઉત્સવનો રહે. કામકાજમાં પ્રગતિ-સાનુકૂળતા રહે. પુત્ર પૌત્રાદિકના કામની ચર્ચા-વિચારણા થાય.
જન્મતારીખ વર્ષ સંકેત
આજની તારીખે શરૂ થઈ રહેલ આપનું જન્મવર્ષ આરોહ-અવરોહનું રહે. વર્ષ દરમ્યાન વૃધ્ધ માતા-પિતા-વડીલવર્ગના આરોગ્યનું ધ્યાન રાખવું પડે. નોકરી-ધંધાના કામમાં મહેનત-દોડધામ વધારે અને ફળ ઓછું જણાય.
ધર્મકાર્ય-યાત્રા પ્રવાસ: આ વર્ષમાં ધર્મકાર્ય થાય. યાત્રા પ્રવાસ થાય. તે સિવાય પરદેશ જવા માટેના પાસપોર્ટ-વીઝા માટેની કાર્યવાહી થઈ શકે. અન્યના સહકારથી સાનુકૂળતા રહે.
નોકરી-ધંધો: નોકરી-ધંધામાં લોભ-લાલચે, કોઈની વાતોથી પ્રભાવીત થઈને કોઈ ફેરફાર કરવા નહીં. તમારી આવક સ્થગિત થાય, બંધ થાય તેવા કામ કરવા નહીં.
આરોગ્ય: હરો ફરો-કામ કરો પરંતુ સ્ફૂર્તિ-તાજગી-આનંદ-ઉત્સાહ જણાય નહીં. અવાર નવાર શારીરિક-માનસિક શ્રમ-થાક અનુભવો. સીઝનલ બિમારીની બેકાળજી રાખવી નહીં.
સ્ત્રીવર્ગ: સ્ત્રી વર્ગને પીયર પક્ષની ચિંતા રહે. સગા-સંબંધી-મિત્રવર્ગથી કડવો અનુભવ થાય. સામાન્ય વાતમાં મનદુઃખ થાય.
વિદ્યાર્થીવર્ગ: વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગના કારણે ભણવામાં એકાગ્રતા જળવાય નહીં. આરોગ્યની કાળજી રાખવી પડે.