26 ફેબ્રુઆરી 2019: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ, તા. 26 ફેબ્રુઆરી 2019, મંગળવાર
મેષ: આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. હૃદય-મન વ્યગ્રતા-બેચેની અનુભવે.
વૃષભ: આપના અગત્યના કામમાં સાનુકૂળતા જણાય. જાહેર-સંસ્થાકિય કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. આનંદ રહે.
મિથુન: આપની દોડધામ-શ્રમમાં વધારો થાય. પરંતુ આપનું કાર્ય થવાથી રાહત અનુભવો. કોર્ટ-કચેરીના કામમાં સાનુકૂળતા રહે.
કર્ક: દેશ-પરદેશના કામમાં સાનુકૂળ પ્રગતિ જણાય. મિલન-મુલાકાત થાય. સંતાનના પ્રશ્નમાં ચિંતા-પરેશાની દૂર થાય.
સિંહ: આપના કાર્યમાં રૂકાવટ-વિલંબ અનુભવાય. આપના ધાર્યા મુજબનું કાર્ય થઈ શકે નહીં. આવેશ-ઉશ્કેરાટમાં આવી જઈને કોઈ કાર્ય કરવું નહિં.
કન્યા: આપના કાર્યની કદર-પ્રશંસા થતાં આપનો કામ કરવાનો ઉત્સાહ વધે. પરદેશના કામ અંગે મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય.
તુલા: આપના કાર્યમાં વ્યસ્ત રહો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. પરિવારનો સાથ-સહકાર રહે.
વૃશ્ચિક: આપને માનસિક પરિતાપ રહે તેમ છતાં આપના કાર્યમાં વ્યસ્ત રહો. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો ચર્ચા-વિમર્શ કરી લેવા.
ધન: આપે કોર્ટ-કચેરીના કાર્યમાં, રાજકીય-સરકારી કામમાં સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચના લીધે નાણાંભીડ જેવું જણાય.
મકર: આપને દિવસ દરમ્યાન સાનુકૂળતા રહે. કામમાં આકસ્મિક સફળતા પ્રાપ્ત કરી શકો. ધંધામાં આવક થાય.
કુંભ: નોકરી-ધંધાના કામમાં આપ વ્યસ્ત રહો. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર જણાય. દોડધામ-શ્રમ જણાય.
મીન: ધર્મકાર્ય-શુભકાર્યથી આપના હૃદય-મન પ્રસન્નતા અનુભવે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.
જન્મ તારીખ વર્ષ સંકેત
વર્ષના પ્રારંભે સાનુકૂળતા રહે. પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય આપને પ્રતિકૂળતા જણાતી જાય. આરોગ્યની બાબતમાં આપે ધ્યાન રાખવું પડે.
આરોગ્ય સુખાકારી: આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ ઠીક રહે. આપે આરોગ્યની બાબતમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે. આપની બેદરકારીના લીધે આરોગ્ય વધુ બગડે નહીં તેનું ધ્યાન રાખવું.
નોકરી-ધંધો: વ્યવસાયિક દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. આપના કાર્યમાં ક્યારેક સાનુકૂળતા તો ક્યારેક પ્રતિકૂળતા જણાય. ધંધામાં કોઈના પર આંધળો ભરોસો મૂકવો નહીં.
સ્ત્રી વર્ગ: સ્ત્રી વર્ગને પતિ-સંતાનની ચિંતા રહે. તેમ છતાં પોતાના કાર્યમાં વ્યસ્ત રહીને તેનો ઉકેલ લાવી શકો. આરોગ્યની બાબતમાં આપે થોડી તકેદારી રાખવી પડે.