Get The App

25 ફેબ્રુઆરી 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Feb 25th, 2018

GS TEAM

Google News
Google News
25 ફેબ્રુઆરી 2018: શું કહે છે તમારી રાશિ? 1 - image
અમદાવાદ તા. 25 ફેબ્રુઆરી 2018, રવિવાર
 
મેષ : 
હોળાષ્ટક હોવા છતાં આજે વિલંબમાં પડેલા કામનો ઉકેલ લાવવામાં વ્યસ્ત રહો. આકસ્મિક કોઈનું આગમન થાય. વધારાનો ખર્ચ થાય.
 
વૃષભ :
ઘર-પરિવાર-સંતાન માટે ખર્ચ ખરીદી થાય, બહાર જવાનું થાય. કામમાં હળવાશ રાહત રહે. સીઝનલ ધંધો-આવક થાય. મિત્રવર્ગને મળવાનું થાય.
 
મિથુન : 
માનસિક વ્યગ્રતા રહે. નકારાત્મક વિચારો રહેવાના કારણે કામનો ઉકેલ લાવવામાં તકલીફ પડે. કોઈનું બોલવું ગમે નહીં ગેરસમજ-વિવાદ થાય.
 
કર્ક : 
ખર્ચ-ખરીદી થાય. અગત્યના કામ અંગેની ચર્ચા વિચારણા-નિર્ણયમાં, નોકરી ધંધાના-ઘર-પરિવારના કામમાં તકલીફ પડે. મુંઝવણ રહે.
 
સિંહ : 
પુત્ર પૌત્રાદિકના વિદ્યાભ્યાસને લગતા કે અન્ય કામમાં ધ્યાન આપી શકો. ખર્ચ-ખરીદી થાય નાણાંકીય આયોજન અંગે ચર્ચા વિચારણા થાય.
 
કન્યા : 
હોળાષ્ટક દરમ્યાન આજના રવિવારે હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ચર્ચા-વિચારણામાં તમારા અંગત કામમાં બેચેની રહે.
 
તુલા : 
અગત્યની મુલાકાત-ચર્ચા વિચારણા માટે કોઈને મળવાનું થાય અથવા કોઈનું તમારા ઘરે આગમન થવાથી વ્યસ્ત રહેવું પડે.
 
વૃશ્ચિક : 
અશાંતિ-ઉચાટ-ઉદ્વેગ-ગુસ્સામાં-વિવાદમાં શારિરીક-માનસિક અસ્વસ્થતા અનુભવો. સાંસારીક પ્રશ્નમાં તકલીફ પડે.
 
ધન : 
વિચારો-આંતરિક મનોમંથન તમે તેમજ પત્ની-સંતાન મનમાં અનુભવો. નિખાલસતાથી ચર્ચા-વિચારણા કરી શકો નહીં.
 
મકર : 
વિલંબમાં પડેલા કામના ઉકેલની ચિંતા રહે. ઘર-પરિવાર-સંતાન માટે ખર્ચ-ખરીદી થાય. નાણાંની લેવડ-દેવડમાં સંભાળવું.
 
કુંભ : 
આપના અંગત કામના ઉકેલમાં ધ્યાન આપી શકો. અન્યને મદદરૃપ થઈ શકો. પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે.
 
મીન : 
અન્યના કારણે શાંતિ-રાહત જણાય નહીં. સંતાનના વિવાહ-લગ્ન-અભ્યાસના પ્રશ્ને ચિંતા-ખર્ચ-મુંઝવણ રહે.
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
આ વર્ષમાં આપને સાનુકૂળતા-સફળતા જણાય. આપની બુદ્ધિ-અનુભવ આવડતના આધારે પ્રગતિ કરી શકો.
 
આરોગ્ય સુખાકારી : 
આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ સારું રહે. ગત વર્ષની સરખામણીએ સ્વાસ્થ્યમાં સુધારો જણાય.
 
નોકરી-ધંધો : 
વ્યવસાયિક દ્રષ્ટિએ વર્ષ સાનુકૂળ રહે. ગત વર્ષના રૃકાવટ-વિલંબમાં અટવાયેલા કામનો આ વર્ષનો ઉકેલ આવવાથી રાહત-શાંતિ જણાય.
 
કૌટુંબિક-પારીવારિક : 
કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને આપે વાદ-વિવાદ-ગેરસમજથી સંભાળવું પડે. સાસરીપક્ષના પ્રશ્ને આપે મૌન રહેવું. સંયુક્ત માલ-મિલકતના પ્રશ્ને ચિંતા-પરેશાની રહે.
 
વિદ્યાર્થીવર્ગ : 
વિદ્યાર્થીવર્ગ માટે વર્ષનો પ્રારંભ સાનુકૂળ છે. વર્ષના ઉત્તરાર્ધમાં થોડી રૃકાવટ-મુશ્કેલી જણાય.
Tags :