અમદાવાદ, તા. 25 એપ્રિલ 2018, બુધવાર
મેષ:
આપના રુકાવટ-વિલંબમાં અટવાઇ પડેલ કામનો આપની બુદ્ધિ-અનુભવ આવડતના આધારે ધીરે ધીરે ઉકેલ લાવી શકો. કામમાં પ્રગતિ જણાય.
વૃષભ:
હૃદય-મનની વ્યગ્રતા- બેચેનીના લીધે કામકાજમાં મન લાગે નહીં. અન્ય કોઇના ભરોસે રહીને કોઇ કામકાજ કરવું નહીં.
મિથુન:
આપને અડોશ પડોશના કામકાજ અંગે બહાર જવાનું બને. મિલન- મુલાકાત થાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.
કર્ક:
વિચારોની દ્વિઘા- માનસિક મુંઝવણ ઓછી થતાં, દૂર થતાં કામમાં મન લગાવી શકો. મહત્વના નિર્ણય લઇ શકાય.
સિંહ:
મહત્વના કામકાજ અગે કે નિર્ણય અંગે આપે સલાહ-વિચારણા કરીને આગળ વધવું. આપે વધુ પડતા આત્મવિશ્વાસમાં ન રહેવું.
કન્યા:
આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે આપને નાણાંભીડ જેવું અનુભવાય. રાજકીય- સરકારી કામમાં ધાર્યા પ્રમાણે કાર્ય થઇ શકે નહીં.
તુલા:
કાર્ય સફળતા યોગના લીધે કમકાજમાં સફળતા પ્રાપ્ત કરી શકો. ભાઇભાંડુ વર્ગ- સંતાનોના સાથ-સહકારથી આનંદ-ઉત્સાહ જણાય.
વૃશ્ચિક:
નોકરી-ધંધાની સાથે ઘર- પરિવારના કામમાં આપે દોડધામ કરવી પડે. માતૃ-પિતૃ પક્ષે મિલન- મુલાકાતનું આયોજન ગોઠવાય.
ધન:
ધીરે ધીરે આપના કાર્યમાં આગળ વધી શકો. કાર્યમાં આવેલી રુકાવટ- મુશ્કેલીને દૂર કરવામાં સફળતા મળે. કામ ઉકેલાય.
મકર:
આપ હરો- ફરો- કામકાજ કરો પરંતુ શારિરીક- માનસિક અસ્વસ્થતાને લીધે ખર્ચની વ્યગ્રતા જણાય. નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી.
કુંભ:
વિલંબમાં પડેલ કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા જણાતા રાહત થાય.
મીન:
આપનું રોજિંદુ કામ કરવામાં પણ આપની દોડધામ- શ્રમમાં વધારો જણાય. આપના ગ્રાહક વર્ગને સંતોષ પુરો પાડવા માટે જહેમત ઉઠાવવી પડે.
જન્મ તારીખ વર્ષ સંકેત
આ વર્ષના પ્રારંભે આપને ન ધારેલી સફળતા પ્રાપ્ત થાય. આપના કામની કદર - પ્રશંસા થાય. પરંતુ વર્ષાંતે ચિંતા-ઉચાટ રહ્યા કરે.
નોકરી-ધંધો:
વર્ષારંભે જ આપના ધાર્યા પ્રમાણેનું કાર્ય થવાથી આપના આનંદ-ઉત્સાહમાં વધારો થાય. આપનો કામ કરવાનો ઉત્સાહ વધે. પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ આપને કામમાં મુશ્કેલી પડતી જાય. એક પછી એક કોઇને કોઇ પ્રતિકુળતા આપની સમક્ષ આવતી જાય.
કૌટુંબિક-પારિવારિક:
કુટુંબ-પરિવારનો સાથ-સહકાર મળી રહે. અવિવાહિત વર્ગને વિવાહ લગ્નની વાચીત આવે કે નક્કી થાય. નવી જીંદગીની શરૃઆત જણાય. પરંતુ વર્ષાન્તે આપે થોડી સાવધાની રાખવી પડે.
પરદેશ:
પરદેશની કાર્યવાહિમાં આપને સાનુકુળતા જણાય. આપના રુકાવટ મુશ્કેલીમાં અટવાયેલા કામનો ઉકેલ આવતા રહે. ધંધાકીય સંબંધોમાં સુધારો થાય. નવું કોઇ કામ મેળવવામાં સાનુકુળતા- સરળતા જણાય.


