Get The App

24 ઓક્ટોબર 2018: આજનું પંચાગ

- આજે આસો સુદ પૂનમ - શરદ પૂનમ

Updated: Oct 23rd, 2018

GS TEAM

Google News
Google News
24 ઓક્ટોબર 2018: આજનું પંચાગ 1 - image

અમદાવાદ, તા. 24 ઓક્ટોબર 2018, બુધવાર

આસો સુદ પૂનમ - શરદ પૂનમ
કોજાગરી-માણેકઠારી પૂનમ
પંચક સવારના 9 ક. 23 મિ. સુધી

દિવસના ચોઘડિયા: લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા: ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

અમદાવાદ સૂર્યોદય: 6 ક. 42 મિ. સૂર્યાસ્ત: 18 ક. 05 મિ.
સૂરત સૂર્યોદય: 6 ક. 39 મિ. સૂર્યાસ્ત: 18 ક. 09 મિ.
મુંબઈ સૂર્યોદય: 6 ક. 36 મિ. સૂર્યાસ્ત: 18 ક. 09 મિ.

જન્મરાશિ: આજે સવારના 9 ક. 23 મિ. સુધીમાં જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મેષ (અ.લ.ઈ.) રાશિ આવે.
નક્ષત્ર: રેવતી સવારના 9 ક. 23 મિ. સુધી પછી અશ્વિની.
નવકારસી સમય: (અ) 7 ક. 30 મિ. (સૂ) 7 ક. 27 મિ. (મું) 7 ક. 24 મિ.

ગોચર ગ્રહ: સૂર્ય-તુલા, મંગળ-મકર, બુધ-તુલા, ગુરુ-વૃશ્ચિક, શુક્ર-તુલા, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-મીન સવારના 9 ક. 23 મિ. સુધી પછી મેષ.
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ 12-00 થી 13-30 (દ.ભા.)
વિક્રમ સંવત: 2074 સૌમ્ય સં. શાકે: 1940, વિલંબી સંવત્સર. જૈનવીર સંવત: 2544 દક્ષિણાયન: હેમંતઋતુ/રાષ્ટ્રીય દિનાંક: કારતક-2 વ્રજ માસ: આસો
માસ-તિથિ-વાર: આસો સુદ પૂનમ બુધવાર (શરદ પૂનમ)

- આજે વ્રતની પૂનમ-શરદ પૂનમ છે. કોજાગરી, માણેકઠારી પૂનમ છે.
- આજે પંચક સવારના 9 ક. 23 મિ. સુધી. * વાલ્મીકી જયંતી.
- ડાકોરનો મેળો. * જૈન આયંબીલ ઓળી સમાપ્ત * કાર્તિક સ્નાનારંભ.
- સૂર્ય સ્વાતિમાં 11-42 થી. વાહન મોર છે. સંયોગી છે તેથી હવામાનમાં ફેરફારી. પવન-વાદળ-વરસાદ થાય.
- મૃત્યુયોગ 9-23 થી * વિષ્ટી 10-30 સુધી.
- મુકુટોત્સવ પૂનમ-ભગવાનને દૂધ-સાકર-પૌંઆનો પ્રસાદ ધરાવવો.

* ભાદરા, ગોંડલ સ્વા. મંદિરમાં સમૈયો.
* રાસોત્સવ

મુસલમાની હિજરીસન: 1440 સફર માસનો 14 રોજ
પારસી શહેનશાહી વર્ષ: 1388 ખોરદાદ માસનો 9 રોજ આદર

Tags :