24 માર્ચ 2018: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ તા. 24 માર્ચ 2018, શનિવાર
મેષ :
તમારા અંગત કામમાં, અન્યના કામમાં ચિંતા-ખર્ચ-દોડધામ અનુભવાય. આડોશ-પાડોશથી- માણસોથી-વાહનથી કામમાં તકલીફ પડે.
વૃષભ :
આકસ્મિક કોઈ કામ થાય. બહાર જવાનું થાય. તમારા રોજીંદા કામમાં, નોકરી ધંધાના તેમજ પત્ની-સંતાનના કામમાં સાનુકૂળતા રહે.
મિથુન :
વિચારોની સ્થિરતા-એકાગ્રતા જળવાય નહીં. સાંસારીક પ્રશ્ને- પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા રહ્યા કરે. બહાર જવા આવવામાં સંભાળવું પડે.
કર્ક :
ચિંતા-ખર્ચ-પરેશાનીમાં અટવાયા ફરો. શરીરમાં કળતર-દુઃખાવો સુસ્તી-બેચેનીના કારણે કામ કરવાનો કંટાળો આવે, ઉત્સાહ જણાય નહીં.
સિંહ :
માનસિક વ્યગ્રતા-ઉશ્કેરાટમાં-બોલી નાંખવામાં પછીથી પસ્તાવો થાય. તે સિવાય સંતાનના કામમાં, નોકરી-ધંધાના કામમાં સ્વસ્થતા રાખવી.
કન્યા :
હૃદય-મનની વ્યગ્રતા નોકરી-ધંધાના કામમાં, તમારા રોજીંદા કામમાં અનુભવો. તેમ છતાં ધંધો-આવક થાય, ધર્મકાર્યથી આનંદમાં રહો.
તુલા :
ભવાની ઉત્પત્તિ -વાસંતી પૂજાના આજના દિવસે ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. નોકરી-ધંધાના તેમજ અન્ય કામ થઈ શકે, મુલાકાત થાય.
વૃશ્ચિક :
શરીર-મનની સ્વસ્થતા જાળવવી પડે. સમતોલન જાળવવું પડે. પડવા વાગવાથી - ઈજાથી - વાહનથી - લપસી પડવાથી કામકાજમાં રૃકાવટ રહે.
ધન :
વિચારોની સ્થિરતા-એકાગ્રતા રાખીને વાતચીતકરવી. સાંસારીક પ્રશ્ને-કૌટુંબીક પ્રશ્ને ચિંતા રહે. પોતાની ગણત્રી-ઈચ્છા પ્રમાણેનું કામ થાય નહીં.
મકર :
નોકરી-ધંધાના કામમાં આપને હળવાશ રહે, કામ ઉકેલાય પરંતુ સાંસારીક પ્રશ્નમાં ચિંતા રહે. કાનૂની વિવાદમાં સાંસારિક - પારિવારક પ્રશ્ન અટવાયેલા રહે.
કુંભ :
નોકરી-ધંધાના કામમાં વાણીની મીઠાસ-વ્યવહારની નમ્રતાથી તમે લાભ-ફાયદો મેળવી શકો. ધંધો મળે, આવક થાય. સંતાનનું કામ થઈ શકે.
મીન :
હરોફરો-કામકાજ કરો પરંતુ હૃદય-મનને ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. સંયુક્ત પરિવારના પ્રશ્ને, સંતાનના વિવાહ-લગ્ન, વિદ્યાભ્યાસના પ્રશ્ને ચિંતા રહે.
જન્મ તારીખ વર્ષ સંકેત
ફેરફારી-કાર્યસફળતા-પ્રગતિ
આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ ફેરફારી, કાર્યસફળતા-પ્રગતિનું રહે. નોકરી-ધંધામાં ફાયદો, લાભ થાય. નવીન કાર્યરચના - ફેરફારી થાય. પત્ની-સંતાનની પ્રગતિથી આનંદ રહે.
વિશેષમાં -
આરોગ્ય સુખાકારી
શારીરિક-માનસિક સ્વસ્થતાના કારણે તમારા રોજીંદા કામ કરવામાં સ્વસ્થતા અનુભવો. સ્ફૂર્તિ-તાજગી-આનંદ- ઉત્સાહ રહે.
નોકરી-ધંધો
નોકરી-ધંધામાં તમારી મહેનત સાર્થક થાય. સારી તક મળે, તમારી આવક-સુખસંપત્તિમાં વધારો થાય.
પત્ની-સંતાન-પરિવાર
અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. પુત્ર પૌત્રાદિકના વિદ્યાભ્યાસ-વિવાહ-લગ્નનો પ્રશ્ન ઉકેલાય.
ધર્મકાર્ય - શુભકાર્ય
આ વર્ષમાં ધર્મકાર્ય-શુભકાર્ય થાય. ખર્ચ થાય.
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં સફળતા મળે.