24 જુલાઇ 2018 : શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ, તા. 24 જુલાઇ 2018, મંગળવાર
મેષ:
આજે વિષ્ણુ શયનોત્સવે વિષ્ણુ પૂજા કરવી, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા. તે સિવાય મહાપાત વૈદ્યૃતિ યોગમાં કાર્ય સફળતા અવરોધાય.
વૃષભ:
આજે વિષ્ણુસહસ્ત્ર પાઠ-મંત્રજાપ વિષ્ણુશયનોત્સવે કરવાથી કરાવવાથી લક્ષ્મીજીની પ્રસન્નતા રહે. આવકમાં વૃદ્ધિ થાય. વાહન ધીમે ચલાવવું.
મિથુન:
વિષ્ણુપૂજા-મંત્રજાપ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી, કરાવવાથી તમારી નાણાંકીય ખેંચ-ચિંતા-મુંઝવણ હળવી થાય. નોકરી-ધંધાનું કામ ઉકેલાતું જાય.
કર્ક:
આગામી સમયમાં આવનારી પ્રતિકૂળતામાં રાહત માટે આપે વિષ્ણુસહસ્ત્રના પાઠ કરવા. નોકરી-ધંધાના કામમાં સાઇઠ દિવસ તકલીફના રહે.
સિંહ:
તમારી પ્રતિકુળતાઓ, રૃકાવટોના ઉકેલ માટે આજે વિષ્ણુશયનોત્સવે વિષ્ણુસહસ્ત્રના પાઠ-મંત્રજાપ કરવો. નોકરી ધંધામાં પંદર દિવસ જાગૃતિ રાખવી.
કન્યા:
વિષ્ણુસહસ્ત્રના પાઠ-મંત્રજાપ-ભક્તિપૂજાથી ચાર્તુમાસ દરમ્યાન આપને હળવાશ-રહાત રહે. મુશ્કેલી-આપત્તિમાં સૂળીનો ઘા સોયથી ટળી જાય.
તુલા:
નવરાત્રી સુધી આપને નોકરી-ધંધાના કામમાં આરોહ-અવરોહની પરિસ્થિતિ રહે. દરરોજ વિષ્ણુસહસ્ત્ર-મંત્રજાપ કરવો.
વૃશ્ચિક:
મહાપાત વૈદ્યૃતિ યોગમાં આજે આપના કામમાં તેમજ અન્યના કામમાં જોખમી ઉતાવળમાં કોઈ નિર્ણયો કરવા નહીં.
ધન:
ચાર્તુમાસ દરમ્યાન વિષ્ણુસહસ્ત્રના પાઠ કરવા-મંત્રજાપ કરવો. સૌભાગ્યવંતી સ્ત્રીએ પીપળાની પૂજા કરવી. પતિ પુત્રપૌત્રાદિકની પ્રગતિથી આનંદ રહે.
મકર:
નોકરી-ધંધાની પ્રતિકૂળતા હળવી કરવી, પુત્ર પૌત્રાદિકની પ્રગતિ, સફળતા માટે, પતિ-પત્નીની આરોગ્ય-સુખાકારી માટે ચાર્તુમાસ દરમ્યાન વિષ્ણુસહસ્ત્રતના પાઠ કરવા.
કુંભ:
ચાર્તુમાસના ચાર મહિના નોકરી-ધંધામાં પ્રતિકૂળતા વાળા રહે. પરંતુ ધર્મકાર્ય થાય. દરરોજ વિષ્ણુસહસ્ત્ર પાઠ-વિષ્ણુમંત્રજાપ કરવો.
મીન:
ચાર્તુમાસમાં વ્રતપૂજા-ભક્તિ-પૂજા- મંત્રજાપથી આપની શારીરિક-માનસિક સ્વસ્થતા જળવાય. તેમજ નોકરી ધંધાનું કામ કરી શકો.
જન્મતારીખ વર્ષ સંકેત
આ વર્ષ દરમ્યાન સુખ-દુઃખની મિશ્ર લાગણીઓનો અનુભવ થાય. ક્યારેક આનંદ-ઉત્સાહ રહે તો ક્યારેક ઉદાસી-હતાશા અનુભવો.
આરોગ્ય સુખાકારી:
આરોગ્ય માટે વર્ષારંભે તેમજ વર્ષાનો આપે ધ્યાન આપવું પડશે. આંખોમાં, પેટ-પેઢુમાં, ગર્ભાશયમાં, ગુદા ભાગમાં દર્દ-પીડા અનુભવાય. સમયસર સારવાર લેવી.
નોકરી-ધંધો:
નોકરી-ધંધા માટે વર્ષ પ્રતિકૂળ રહે. થોડો ક ટાઈમ આપને સાનુકૂળતા જેવું લાગે પરંતુ તે ક્ષણિક હોય. નવા જોખમો કરતાં પહેલાં સલાહ-વિમર્શ કરી લેવા.
નાણાંકીય આયોજન:
વર્ષ દરમ્યાન નાણાંકીય આયોજન ખૂબ જ સાવધાનીપૂર્વક કરવું અને તેને વળગી રહેવું ખૂબ જ જરૃરી છે. ખોટા ખર્ચાઓથી દૂર રહેવું. નવા કોઈ નાણાંકીય જોખમો કરવા નહીં. કોઈને નાણાં ઉધાર કે લોન પેટે આપવા નહીં. નાણાં ફસાઈ ન જાય તેની તકેદારી રાખવી.