24 ફેબ્રુઆરી 2018: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ તા. 24 ફેબ્રુઆરી 2018, શનિવાર
મેષ :
ફેબુ્આરી મહિનાના આજના અંતિમ શનિવારે આનંદ-ઉત્સાહ રહે. સીઝનલ ધંધો-આવક થાય. પુત્ર પૌત્રાદિકના -પત્નીના કામમાં મદદરૃપ થઈ શકે.
વૃષભ :
હોળાષ્ટક છતા આજનો દિવસ કામની વ્યસ્તતાવાળો રહે. તમારા અંગત કામમાં અન્યના કામમાં ધ્યાન આપી શકો. સબંધ-વ્યવહાર સચવાય.
મિથુન :
આજે ફેબુ્આરી માસના અંતિમ શનિવારે શાંતિ- રાહત જણાય નહીં. હરોફરો કામ કરો પરંતુ બેચેની વ્યગ્રતા રહ્યા કરે. ખર્ચ થાય.
કર્ક :
આકસ્મિક કોઇ કામ થાય. ફાયદો-લાભ થાય. હોળાષ્ટક છતાં કામની વ્યસ્તતામાં રહો. નોકરી-ધંધાના હિસાબી કામ થઇ શકે.
સિંહ :
આજનો શનિવાર વધારાના કામમાં વ્યસ્તતાવાળો રહે. તેમ છતાં આનંદ-ઉત્સાહથી તમારું તેમજ અન્યનું કામ સાનુકુળતાથી ઉકેલી શકો.
કન્યા :
નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા રહે. જુના નવા સંબંધો-સંસ્મરણો તાજા થાય. સીઝનલ ધંધો- આવક થાય. સ્વજન-સ્નેહીને મળવાનું થાય.
તુલા :
ફેબુ્આરી મહિનાનો આજનો અંતિમ શનિવાર આપને કષ્ટપીડાનો રહે. જોખમી- ઉતાવળ- વિવાદ ગુસ્સો કર્યા વગર શાંતિથી દિવસ પસાર કરવો.
વૃશ્ચિક :
આપના કામમાં, નોકરી-ધંધાના કામમાં આજનો શનિવાર સાનુકુળ રહે. હિસાબી કામમાં, નાણાંકીય આયોજનમાં ધ્યાન આપી શકો. બહાર જવાનું થાય.
ધન :
નોકરી-ધંધાના કામ અંગે ચર્ચા વિચારણા મુલાકાતનું આયોજન ગોઠવવું પડે. નાણાંકીય ખેંચ- દેવાની પરિસ્થિતિ- લોન ચૂકવણીની ચિંતા રહે.
મકર :
ફેબુ્આરી મહિનાના આજનો અંતિમ શનિવાર આપને હળવાશ સાનુકુળતાવાળો રહે. અગત્યના કામમાં ધ્યાન આપી શકો. આનંદ રહે.
કુંભ :
આજના શનિવારે આપને ચિંતા-ઉચાટ છતાં તમારી જવાબદારીમાં, નાણાંની લેવડ દેવડના પ્રશ્નમાં ધ્યાન આપવું પડે. માનસિક તણાવ પછી હળવાશ રહે.
મીન :
પ્રવાસમાં, રસ્તામાં આવતા જતા, તેમજ મોબાઈલમાં વાતચીત કરતા જાગૃતિ- સાવધાની રાખવી. નોકરી-ધંધાના કામમાં અન્યના કારણે તકલીફ પડે.
જન્મ તારીખ વર્ષ સંકેત
આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મ વર્ષ જેમ જેમ પસાર થતું જાય તેમ તેમ ધીરે ધીરે સાનુકુળતા થતી જાય.
નાણાંકીય આયોજન :
નાણાંકીય આયોજન આપને મદદરૃપ બની રહેશે. વર્ષારંભે આપનું નાણાંકીય આયોજન ખોરવાઇ ન જાય તેનું ધ્યાન રાખવું. જો કે સારા કાર્યમાં ખર્ચ-ખરીદી થવાથી આનંદ પણ અનુભવો. વર્ષના ઉત્તરાર્ધમાં નાણાકીય રીતે સારું રહે.
પારિવારીક :-
પારિવારીક દ્રષ્ટિએ વર્ષારંભે, મોસાળ પક્ષ- સાસરી પક્ષે ચિંતા દોડધામ ખર્ચ અનુભવાય. વર્ષના ઉત્તરાર્ધમાં અવિવાહિત વર્ગને વિવાહ લગ્નનું નક્કી થાય.
સ્ત્રીવર્ગ :-
સ્ત્રીવર્ગ માટે વર્ષ મધ્યમ રહે. સાસરી પક્ષની ચિંતા જણાય. જો કે વર્ષ પસાર થતું જાય તેમ તેમ સાનુકુળતા રહે. પતિ- સંતાનનો સાથ સહકાર રહે. નવપરિણીતને સંતાન માટેના યોગ ઉભા થાય.