Get The App

23 મે 2018 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: May 23rd, 2018

GS TEAM

Google News
Google News
23 મે 2018 : શું કહે છે તમારી રાશિ? 1 - image
અમદાવાદ, તા. 23 મે 2018, બુધવાર
 
મેષ: 
આપની બુદ્ધિ અનુભવ આવડત મહેનતના આધારે આગળ વધી શકો. સંતાનના પ્રશ્નમાં આપની ચિંતા-પરેશાની ઓછી થતી જાય.
 
વૃષભ: 
આપે ઉતાવળમાં આવી જઇને કોઈ કાર્ય કરવું નહીં. જમીન-મકાન-વાહનની લે-વેચમાં સાવધાની રાખવી. મિત્રવર્ગની ચિંતા જણાય.
 
મિથુન: 
આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આપનો કામ કરવાનો ઉત્સાહ વધે. દેશ-પરદેશના કામમાં પ્રગતિ-સાનુકુળતા રહે.
 
કર્ક: 
આપના કામની સાથે વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. દોડધામ રહે.
 
સિંહ: 
મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકો. આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કામ કરી શકો. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.
 
કન્યા: 
રાજકીય સરકારી ખાતાકીય તપાસમાં આપે સાવધાની રાખવી પડે. હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર આપની મુશ્કેલી વધારવાના પ્રયાસ કરે.
 
તુલા: 
આપના કાર્યની પ્રગતિથી આનંદ-ઉત્સાહ જણાય. પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં આપની ચિંતા ઓછી થાય. ધંધામાં લાભ-ફાયદો જણાય.
 
વૃશ્ચિક: 
જમીન મકાન વાહનની લે વેચમાં સાનુકુળતા જણાય. આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. વાહન ધીરે ચલાવવું.
 
ધન: 
યાત્રા પ્રવાસ મિલન મુલાકાતનું આયોજન ગોઠવાય. આપના કામની કદર પ્રશંસા થાય. ધંધામાં નવી વાત આવે કે નવો ઓર્ડર મળે.
 
મકર: 
આપે આરોગ્યની સંભાળ રાખીને આપનું કાર્ય કરવું. વાહન ધીરે ચલાવવું બેંકના વીમા કંપનીના કામમાં આપે સાવધાની રાખવી.
 
કુંભ: 
અવિવાહિત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવવાથી આનંદ ઉત્સાહ જણાય. ધંધાકીય કામ અંગે બહાર કે બહારગામ જવાનું બને.
 
મીન: 
કોર્ટ કચેરીના કામ અંગે દોડધામ શ્રમ ખર્ચ જણાય. રાજકીય સરકારી કામમાં રૃકાવટ જણાય. થાક-કંટાળો જણાય.
 
જન્મતારીખ વર્ષ સંકેત
 
વર્ષ દરમ્યાન આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસો પસાર કરવા. આપે કોઇના દોરવાયા દોરવાઈ જવું નહીં. સરકારી રાજકીય બાબતોથી આપે દૂર રહેવું.
 
કૌટંબિક-પારિવારીક: 
વર્ષ જેમ જેમ પસાર થતું જાય તેમ તેમ કૌટુંબિક પારિવારીક પ્રશ્ન આપના ચિંતા-ઉચાટમાં વધારો થતો જાય. કોર્ટ-કચેરીનાં પ્રશ્ન હોય તો તેમાં આપની પીછેહઠ થાય. વાદ-વિવાદ મનદુઃખ ગેસસમજણ ઉભી થાય.
 
સ્ત્રી વર્ગ: 
સ્ત્રી વર્ગને ઘર-પરિવાર અને વ્યવસાયની જવાબદારી સાથે નિભાવવામાં તકલીફ પડે. સાસરીપક્ષની ચિંતા રહે. બિમારી ખર્ચનું આવરણ આવી જાય. વાદ-વિવાદ કે ગેરસમજ ઉભી થવાના લીધે સંબંધો બગડે નહીં તેની તકેદારી રાખવી પડે.
 
સ્થાવર-જંગમ મિલકત: 
સ્થાવર-જંગમ મિલકતના પ્રશ્ને આપની ચિંતા વધે. ખરીદ-વેચાણમાં મુશ્કેલી ઉભી થાય. ઉતાવળ કરવી નહીં. બરાબર જોઈ તપાસીને પછી જ આગળ વધવું.