22 નવેમ્બર 2017: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ તા. 22 નવેમ્બર 2017, બુધવાર
મેષ :
વિનાયક ચોથે ધર્મકાર્યથી આનંદ રહે. નોકરી-ધંધાની કામગીરીમાં મીલન- મુલાકાત- ચર્ચા વિચારણા થઇ શકે.
વૃષભ :
વિનાયક ચોથે ભક્તિ- પૂજા - મંત્રજાપથી રાહત રહે. તે સિવાય તમારા રોજીંદા કામમાં, નોકરી-ધંધાના કામમાં મુશ્કેલી અનુભવાય.
મિથુન :
વિનાયક ચોથે ભક્તિ- પૂજાથી હૃદય-મનની પ્રસન્નતા રહે. નોકરી-ધંધાનું કામ ઉકેલવામાં સાનુકુળતા રહે.
કર્ક :
વિલંબમાં પડેલ કામ ઉકેલાતા હળવાશ- રાહત અનુભવો. નોકરી-ધંધાનું, સગા સંબંધી- મિત્રવર્ગનું, સંતાનનું કામ થઇ શકે.
સિંહ :
વિનાયક ચોથે નોકરી-ધંધાના કામમાં, વ્યવહારિક - સામાજીક - કૌટુંબીક કામમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકુળતા રહે. ધંધો આવક થાય.
કન્યા :
સાયન સૂર્ય ધન રાશિમાં આજથી પરિભ્રમણ શરૃ કરતા આગામી સમય શારિરીક - માનસિક શ્રમ- થાક અનુભવો. કામ કરવા ખાતર કરતા હોવ તેમ લાગે.
તુલા :
નોકરી-ધંધાના કામ અંગે, અન્ય કામ અંગે મીલન- મુલાકાત યાત્રા-પ્રવાસ થાય. પરંતુ ચર્ચા વિચારણામાં - નિર્ણયમાં સંભાળવું પડે.
વૃશ્ચિક :
કુટુંબ- પરિવારના કામમાં, બેંકના કામમાં ધ્યાન રાખવું. તે સિવાય વિલંબમાં પડેલ કામ ઉકેલાય. જૂના નવા સંબંધો તાજા થાય.
ધન :
વિચારોની એકાગ્રતા જાળવીને નોકરી-ધંધાનું કામ કરવું. સામાન્ય બિમારીની ઉપેક્ષા કરવી નહીં. કાનુની કામમાં સંભાળવું.
મકર :
ખર્ચ- ચિંતા રહે. નોકરી-ધંધાના કામમાં, અન્યના કામમાં જાગૃતિ- સાવધાની રાખવી. આંખમાં દર્દ પીડાથી સંભાળવું પડે.
કુંભ :
વાણીમાં મીઠાશ- વ્યવહારની નમ્રતા રાખવી. શેરોના કામમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં ચિંતા રહે. નોકરી-ધંધાનું કામ થાય.
મીન :
નોકરી-ધંધાના કામમાં ચિંતા રહે. ઘર- પરિવારના કામમાં શ્રમ થાક અનુભવો. હૃદય-મન ઉચાટ- ઉદ્વેગમાં રહે. બેચેની રહે.
જન્મ તારીખ વર્ષ સંકેત
આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મ વર્ષ સાનુકૂળ- પ્રતિકૂળ સંજોગોનું રહેશે. ક્યારેક એકદમ સાનુકૂળ સંજોગો જણાય તો ક્યારેક એકદમ પ્રતિકૂળ સંજોગો છે તેવું લાગ્યા કરે. સમજી વિચારીને પગલાં ભરવા.
નાણાંકીય :
નાણાકીય દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહેશે. વર્ષ દરમ્યાન નાણાકીય લેવડ દેવડમાં તેમજ મોટા નાણાકીય રોકાણમાં ખૂબ જ સાવધાની રાખવી. બંધનયુક્ત પરિસ્થિતિમાં ના ફસાઇ જાવ તેનું ધ્યાન રાખવું. શક્ય હોય ત્યાં સુધી નવું કોઇ રોકાણ કરવું નહીં કે જોખમ ઉઠાવવું નહીં.
નોકરી-ધંધો :
વ્યવસાયિક દ્રષ્ટિએ વર્ષ દરમ્યાન આપે સાનુકૂળ - પ્રતિકૂળ સંજોગોમાંથી પસાર થવાનું બને. આપના ધાર્યા પ્રમાણેનું કાર્ય કરવામાં રુકાવટ જણાય. દોડધામ- શ્રમમાં વધારો થાય. જો કે ધાર્યા પ્રમાણે તો નહીં પરંતુ કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો.
આરોગ્ય સુખાકારી :
આરોગ્ય સુખાકારીની બાબતમાં આપે સવિશેષ કાળજી રાખવી પડે. આપની બેદરકારી આપના માટે હાનિકારક બની રહેશે તેથી સાવચેતી રાખી યોગ્ય સમયે દાકતરી સલાહ લઇ લેવી. પડવા- વાગવાથી- અકસ્માતથી સંભાળવું પડે. શસ્ત્રક્રિયાથી પણ તકેદારી રાખવી પડે.