Get The App

22 જાન્યુઆરી 2019: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Jan 21st, 2019

GS TEAM

Google News
Google News
22 જાન્યુઆરી 2019: શું કહે છે તમારી રાશિ? 1 - image


અમદાવાદ, તા. 22 જાન્યુઆરી 2019, મંગળવાર

મેષ: આજે આપે નોકરી-ધંધાના કામમાં સ્ટાફના કારણે તકલીફ થાય નહીં તેની તકેદારી રાખવી. વિવાદ-ચર્ચાથી દૂર રહી કામકાજ કરવું.


વૃષભ: બહારના કે બહારગામના કામમાં, પરદેશના કામમાં આપને ચિંતા, રુકાવટ, મુશ્કેલી અનુભવાય. રસ્તામાં આવતા જતા સંભાળવું.


મિથુન: આંખમાં, કમરમાં, પેશાબ-ગુદાના ભાગમાં દર્દ પીડા અનુભવા. નાણાંની લેવડદવડના પ્રશ્ને, ઉઘરાણી ચૂકવવાના પ્રશ્ને મુંઝવણ સર્જાય.


કર્ક: મસ્તકમાં, ગળામાં, પેટમાં દર્દપીડાના કારણે બેચેની અનુભવો. તમારા રોજીંદા કામ-અન્ય કામ ન છુટકે કરવા પડે.


સિંહ: આકસ્મિક ચિંતા- ઉપાધિના કારણે આપને દિવસ દરમ્યાન શાંતિ- રાહત જણાય નહીં. કામની સફળતામાં અવરોધ રહે.


કન્યા: શેરોની લે-વેચમાં - પુત્ર-પૌત્રાદિકના કામમાં આપે સંભાળવું પડે. તે સિવાય સીઝનલ ધંધો-આવક થાય. કામ થાય.


તુલા: વડીલ વર્ગના પ્રશ્ને- મકાન- જમીન- મીલ્કતના પ્રશ્ને આપને ચિંતા રહે. નોકરી-ધંધાના કામમાં કોઇનાથી પ્રભાવીત થઇ જવું નહીં.


વૃશ્ચિક: યાત્રા-પ્રવાસ, મલીન- મુલાકાતમાં શ્રમ થાક- કંટાળો અનુભવો. તેમ છતાં નોકરી-ધંધાનું, સગા સંબંધી-મિત્રવર્ગનું કામ કરી શકો.


ધન: નાણાંકીય ખેંચ - ચિંતા- મુંઝવણમાં નોકરી-ધંધાનું કે ઘર- પરિવારનું કામ ઉકેલવામાં ખર્ચ કરવામાં તકલીફ પડે.


મકર: સાંસારિક પ્રશ્ને ચિંતા રહે. જાહેર સંસ્થાકીય કામમાં અન્યના કારણે તકલીફ પડે. નોકરી-ધંધાના કામમાં નિયમીતતા રાખવી.


કુંભ: હરિફવર્ગ- ખટપટ- ઇર્ષા કરનારથી, ભાગીદારથી, બિમારીથી આપને શાંતિ- રાહત જણાય નહીં. શેરોના કામમાં જોખમ કરવું નહીં.


મીન: વાણીમાં મીઠાસ- વ્યવહારની નમ્રતા પુત્ર-પૌત્રાદિકના પરિવારના- કુટુંબના કામમાં, નોકરી-ધંધાના કામમાં રાખવી પડે.


જન્મ તારીખ વર્ષ સંકેત

આજથી શરૂ થઈ રહેલ આપનું જન્મવર્ષ આપના કાર્યક્ષેત્રમાં પ્રગતિ-સફળતાનું રહે. સંતાનના કામ ઉકેલાતા આપ હળવાશ-રાહત અનુભવો. વિશેષમાં:-

ધર્મકાર્ય-શુભકાર્ય: આ વર્ષમાં ધર્મકાર્ય- શુભ કાર્ય થાય. યાત્રા-પ્રવાસ થાય. પરદેશ જવાનું આયોજન ગોઠવાય. પરદેશમાં રહેતા સગા-સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય.

નોકરી-ધંધામાં લાભ:- નોકરી-ધંધામાં આપને આ વર્ષ લાભનું રહે. જેમના જન્મના ગ્રહયોગ બળવાન હશે તેમને ન ધારેલો ફાયદો-લાભ થાય. જેમને નોકરી ન હોય તેમને નોકરી મળે, આવક શરૂ થાય.

ખર્ચનું વર્ષ: આ વર્ષમાં વ્યવહારિક- સામાજીક- પારિવારિક કૌટુંબીક ખર્ચ અવાર નવાર આવતા રહે. સંબંધ-વ્યવહાર સાચવવા ખર્ચ કરવા પડે.

સ્ત્રીવર્ગ: સ્ત્રીવર્ગને પતિ-સંતાનની પ્રગતિથી આનંદ રહે. પરદેશમાં રહેતા સંતાનના કારણે પરદેશ જવાનું થાય. અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય.

Tags :