Get The App

22 ફેબ્રુઆરી 2019: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Feb 21st, 2019

GS TEAM

Google News
Google News
22 ફેબ્રુઆરી 2019: શું કહે છે તમારી રાશિ? 1 - image

અમદાવાદ, તા. 22 ફેબ્રુઆરી 2019, શુક્રવાર

મેષ: દિવસ દરમ્યાન કોઇને કોઇ કામમાં વ્યસ્ત રહો. આપની દોડધામ-શ્રમમાં વધારો થાય. કોર્ટ-કચેરીના કામમાં સાનુકુળતા રહે.


વૃષભ: કામમાં આવેલી રુકાવટ-મુશ્કેલીને આપની બુદ્ધિ-મહેનત-અનુભવ આવડતના આધારે દુર કરી આગળ વધી શકો. સંતાનથી હર્ષ લાભ રહે.


મિથુન: આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મન વ્યગ્રતા બેચેની અનુભવ્યા કરે. જમીન-મકાન- વાહનના કામમાં ધ્યાન રાખવું.


કર્ક: આપના કામમાં સાનુકુળતા-સફળતા મળી રહે. આપના કાર્યની કદર - પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. ભાઇભાંડુનો સાથ મળી રહે.


સિંહ: નોકરી-ધંધાની સાથે કૌટુંબિક પારિવારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. બેંકના, વીમા કંપનીના કામમાં સાનુકુળતા રહે.


કન્યા: આપના કામમાં વ્યસ્ત રહો. માનસિક પરિતાપ- વિચારોની દ્વિધા જણાય. મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ ના કરવી.


તુલા: રાજકીય - સરકારી કામમાં, કોર્ટ-કચેરીના કામમાં આપને રુકાવટ- ચિંતા જણાય. આવેશ- ઉશ્કેરાટમાં આવી જવું નહીં.


વૃશ્ચિક: આપના કાર્યમાં અન્યનો સાથ-સહકાર મળી રહેતા કામનો સરળતાથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.


ધન: મિત્રવર્ગ- સગાસંબંધી વર્ગના કામકાજ અંગે આપે વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમ જણાય. પરંતુ આનંદ રહે.


મકર: આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્ય રચના થવાથી આપ આનંદ-ઉત્સાહ અનુભવો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.


કુંભ: આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામમાં ધીરજ અને શાંતિ રાખવી.


મીન: આપને અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા જણાય. રાજકીય સરકારી કામ અંગે બહાર જવાનું બને.


જન્મ તારીખ વર્ષ સંકેત

આ વર્ષ દરમ્યાન આરોહ-અવરોહની પરિસ્થિતિનો અનુભવ થાય. જો કે વર્ષાન્તે આપની પ્રતિકૂળતામાં વધારો થાય.

સ્ત્રીવર્ગ: સ્ત્રીવર્ગને વ્યવસાયિક જવાબદારીઓમાં વધારો થતાં ઘર-પરિવાર માટે સમય ઓછો મળે. વર્ષના અંતમાં થોડી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે.

નોકરી-ધંધો: નોકરી-ધંધામાં આપના કામમાં સાનુકુળતા રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થાય. આપના યશ પદ ધનમાં વધારો થાય. પરંતુ વર્ષના અંતમાં આપને રુકાવટ-મુશ્કેલી જણાય. પ્રતિકૂળતા રહે.

વિદ્યાર્થીવર્ગ: વિદ્યાર્થીવર્ગને વર્ષ મધ્યમ છે. તેથી વર્ષારંભથી જ અભ્યાસમાં લાગેલા રહેવું. મિત્રવર્ગ સાથે હરવા-ફરવામાં અભ્યાસ બગડે નહીં તેની તકેદારી રાખવી.

Tags :