Get The App

20 સપ્ટેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે

Updated: Sep 19th, 2018

GS TEAM


Google News
Google News
20 સપ્ટેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ? 1 - image

અમદાવાદ, તા. 20 સપ્ટેમ્બર 2018 ગુરુવાર

મેષ:  

આજે પરિવર્તિની-ઝલઝીલણી એકાદશીએ ધર્મકાર્ય થાય. ભક્તિ, પૂજા મંત્રજાપથી હૃદય-મનની પ્રસન્નતા રહે. નોકરી ધંધાનું કામ થાય.

વૃષભ: 

ધીરે ધીરે આપને કાર્યમાં સાનુકૂળતા થતી જાય. આપની રૃકાવટ-મુશ્કેલી દૂર થતી જાય. રૃકાવટમાં અટવાયેલા કામ ઉકેલાય.

મિથુન: 

આપને અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહે. જાહેર-સંસ્થાકીય કામ અંગે વ્યસ્તતા રહે.

કર્ક: 

આપના કાર્યમાં ધીરે-ધીરે સાનુકૂળતા થતી જાય. રાજકીય-સરકારી કામ અંગે, ખાતાકીય કામ અંગે દોડધામ રહે.

સિંહ : 

આપની ઉતાવળ આપના માટે હાનિકારક બને તેથી ઉતાવળ કરવી નહીં. આવેશમાં આવી જવું નહીં. ખર્ચ-ખરીદી જણાય.

કન્યા: 

પુત્ર-પૌત્રાદિકના સાથ-સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ થાય.

તુલા: 

આપે નોકરી-ધંધાના કામની સાથે ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. મિત્રવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું.

વૃશ્ચિક: 

આપના કાર્યમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય, સહકાર્યકર વર્ગના સાથથી કામનો ઉકેલ લાવી શકો.

ધન: 

આપના કાર્યની સાથે પારિવારિક-કૌટુંબિક કામકાજ અંગે દોડધામ રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક થાય.

મકર: 

આપના કાર્યમાં વ્યસ્ત રહો પરંતુ માનસિક પરિતાપ રહે. વિચારોની દ્વિધાના લીધે કામકાજમાં  વિલંબ અનુભવાય.

કુંભ : 

કોર્ટ-કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. રાજકીય-સરકારી કામ અંગે આપને દોડધામ-ખર્ચ રહે.

મીન: 

આપના કાર્યમાં સફળતા મળે. ધંધામાં આવક થાય. આપના કામની કદર-પ્રશંસા થતાં આપને કામ કરવાનો ઉત્સાહ રહે.

જન્મ તારીખ વર્ષ સંકેત

વર્ષ જેમ જેમ પસાર થતું જાય તેમ તેમ ધીરે ધીરે રાહત થતી જાય. આપના રૃકાવટમાં અટવાયેલા કામ થાય.

નોકરી-ધંધો: 

નોકરી ધંધામાં વર્ષ સારું રહે. વર્ષ પસાર થાય તેમ સાનુકૂળતા થતી જાય. કામની કદર-પ્રશંસાથી કાર્ય કરવાનો ઉત્સાહ વધે. હરિફવર્ગની પીછેહઠ થાય.

પારિવારીક: 

પારિવારીક સાથ-સહકારના લીધે આપ હળવાશ અનુભવો પરંતુ કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ખર્ચ અનુભવાય.

સ્ત્રીવર્ગ: 

સ્ત્રી વર્ગને પતિ-સંતાનનો સાથ-સહકાર મળી રહે. તેમાં પણ વ્યવસાયિક સરળતાના લીધે વધુ હળવાશ જણાય.

વિદ્યાર્થીબંધુ: 

વિદ્યાર્થીબંધુને વર્ષ સારું રહે. વર્ષારંભથી કરેલી મહેનત વર્ષાન્તે તેનું પરિણામ બતાવશે.

Tags :