20 ફેબ્રુઆરી 2019: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ, તા. 20 ફેબ્રુઆરી 2019, બુધવાર
મેષ: આપની મહેનત-બુધ્ધિ-અનુભવ-આવડતના આધારે આપના કામનો ઉકેલ લાવી શકો. ધંધામાં પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહે.
વૃષભ: નોકરી-ધંધાના કામમાં રૂકાવટ-મુશ્કેલી જણાય. આપે ઉતાવળ કરવી નહીં. જમીન-મકાન-વાહનની લે-વેચમાં ખૂબ જ સાવધાની રાખવી.
મિથુન: આપના સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહેતા આપના કાર્યનો ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં સાનુકૂળતા જણાય.
કર્ક: આપને સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્ત રહેવાનું થાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સાનુકૂળતા જણાય.
સિંહ: મહત્વના નિર્ણય લેવાના હોય તો તે લઇ શકો. રાજકીય-સરકારી કામમાં આપને સાનુકૂળતા રહે. મિલન-મુલાકાત થાય.
કન્યા: નાણાંકીય લેવડદેવડમાં આપે સાવધાની રાખવી પડે. કોર્ટ-કચેરીના કામમાં આપના ધાર્યા મુજબનંન કામ થઇ શકે નહીં.
તુલા: આપના કાર્યમાં સાનુકૂળતા-સફળતા પ્રાપ્ત થવાથી આનંદ-ઉત્સાહ જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો થાય.
વૃશ્ચિક: નોકરી-ધંધાની સાથે કૌટુંબિક-પારિવારીક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમમાં વધારો થાય પરંતુ આનંદ રહે.
ધન: દેશ-પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય. મહત્વના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા જણાય. ધંધામાં લાભ-ફાયદો થાય.
મકર: આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કોઇપણ કાર્યમાં ઉતાવળ કરવી નહીં. ધીરજ રાખવી.
કુંભ: આપની ઈચ્છિત વ્યક્તિ સાથેની આકસ્મિક મિલન-મુલાકાતથી આપને આનંદ-ઉત્સાહ રહે. નોકરી-ધંધામાં કામનો ઉકેલ લાવી શકો.
મીન: આપની દોડધામ-શ્રમમાં વધારો થવાને લીધે થાક-કંટાળો અનુભવાય. આકસ્મિક ખર્ચ-ખરીદી કરવા પડે.
જન્મતારીખ વર્ષસંકેત
આજથી શરૂ થઇ રહેલું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થતું જાય તેમ તેમ ધીરે ધીરે આપને રાહત-શાંતિ આપતું જાય.
આરોગ્ય સુખાકારી: આરોગ્યની દ્રષ્ટિએ વર્ષ દરમ્યાન આપે ધ્યાન રાખવું જરૂરી છે. વર્ષારંભે માનસિક ચિંતા પરેશાની વ્યગ્રતા રહે તો ત્યારબાદ શારીરિક ચિંતા જણાય. આપની બેદરકારી-મુશ્કેલી વધારશે.
સ્ત્રીવર્ગ: સ્ત્રીવર્ગે કુટુંબ-પરિવાર અને વ્યવસાયની જવાબદારી સંભાળવામાં, દોડધામમાં સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવી નહીં. વ્યવસાયિક મુશ્કેલીઓની સાથે કૌટુંબિક પરેશાનીઓ પણ જણાય. માતૃપક્ષે બિમારી-ચિંતાનું આવરણ આવી જાય.
વિદ્યાર્થીવર્ગ: વિદ્યાર્થીવર્ગે વર્ષારંભથી જ અભ્યાસમાં લાગી જવું. કોઇના ભરોસે રહેવું નહીં તેમજ વધુ પડતા આત્મવિશ્વાસમાં પણ રહેવું નહીં.