2 જાન્યુઆરી 2018: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ તા. 2 જાન્યુઆરી 2018, મંગળવાર
મેષ :
આજે પોષી પૂનમ છે. અંબાજી પ્રાકટયોત્સવ છે તેથી ધર્મકાર્યમાં આનંદ અનુભવો. પત્ની-સંતાનને નોકરી-ધંધાનું કામ થાય.
વૃષભ :
અંબાજી પ્રાગટયોત્સવ, પોષી પૂનમે આનંદ ઉત્સાહથી તમારું અંગત કામ તેમજ નોકરી ધંધાનું કામ સફળતાથી કરી શકો.
મિથુન :
આજે વિચારોની સ્થિરતા-એકાગ્રતા જાળવીને તમારા રોજીંદા કામમાં, યાત્રાપ્રવાસમાં, ધર્મકાર્યમાં ધ્યાન રાખવું.
કર્ક :
આજે પોષી પૂનમ-અંબાજી પ્રાગટયોત્સવે ધર્મકાર્યમાં ખર્ચ થાય પરંતુ આનંદ રહે. બેંકના કામમાં જાગૃતિ રાખવી પડે.
સિંહ :
અંબાજી પ્રાગટયોત્સવ, પોષી પૂનમ, માઘસ્નાનારંભ તેમજ શાકંભરી નવરાત્રિની સમાપ્તિએ કાર્ય સફળતાથી આનંદ ઉત્સાહ રહે.
કન્યા :
હરો ફરો કામકાજ કરો પરંતુ હૃદય-મનની વ્યગ્રતા ચિંતા-ઉચાટ નાણાંની લેવડદેવડના વ્યવહાર અંગે રહ્યા કરે.
તુલા :
પોષી પૂનમ-અંબાજી પ્રાગટયોત્સવે આનંદ-ઉત્સાહથી ધર્મકાર્ય કરી શકો. નોકરી-ધંધાની કામગીરી-મુલાકાતમાં સાનુકૂળતા રહે.
વૃશ્ચિક :
આજે પોષી પૂનમે શારીરિક-માનસિક અસ્વસ્થતા-વિવાદ-આકસ્મિક ઉપાધિના કારણે શાંતિ-રાહત જણાય નહીં.
ધન :
પોષી પૂનમે તમારા રોજીંદા કામમાં ધ્યાન આપી શકો. બેંકનું કામ થાય. નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા રહે.
મકર :
અંબાજી પ્રાગટયોત્સવે, પોષી પૂનમે નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે. શ્રમ-થાક અનુભવાય પરંતુ કામ ઉકેલાય.
કુંભ :
નોકરી-ધંધાના કામમાં ફાયદો-લાભ થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાતા હળવાશ-રાહત અનુભવાય. ધર્મકાર્ય થાય.
મીન :
પોષી પૂનમે ધર્મકાર્યથી સ્વસ્થતા-હળવાશ રહે. પરંતુ ખાવાપીવામાં, હરવાફરવામાં, વાહન ચલાવવામાં સંભાળવું.
જન્મ તારીખ વર્ષ સંકેત
આજથી શરૃ થતા જન્વર્ષના પ્રારંભે ધર્મકાર્ય થાય. હૃદય-મનની પ્રસન્નતા રહે. ધર્મકાર્ય-આધ્યાત્મિકતામાં વધારો થાય. પ્રવાસ થાય. વિશેષમાં -
- નવું વર્ષ કાર્ય સફળતા-પ્રગતિનું રહે. તમારી મહેનતનું સારૃ ફળ પ્રાપ્ત કરી શકો.
- આપની વ્યક્તિગત તેમજ સંયુક્ત પરિવારની આવક-સુખ સંપત્તિમાં વધારો થાય. ફસાયેલા નાણાં છુટા થાય. ગીરવે મીલ્કત હોય તો તે છોડાવી શકો.
- પુત્રપૌત્રાદિક પત્ની સુખની પ્રાપ્તિ થાય. અવિવાહિતને વિવાહ-લગ્નું નક્કી થાય. સંતાનના વિદ્યાભ્યાસ-વિવાહલગ્નનનો પ્રશ્ન ઉકેલાય.
- નોકરી-ધંધામાં પરિવર્તન થાય, ફેરફારી થાય. જેમને આવક ન હોય તેમને આવક શરૃ થાય. ચિંતા-રૃકાવટ મુશ્કેલી દૂર થતી જાય.
- વિદ્યાર્થીવર્ગને ઘડતર-ભણતર માટે આ વર્ષ પ્રગતિ-સફળતાનું રહે. અભ્યાસની સાથે ઇતર પ્રવૃત્તિ થઈ શકે. અર્થોપાર્જન થઈ શકે.