Get The App

2 એપ્રિલ 2019: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Apr 1st, 2019

GS TEAM

Google News
Google News
2 એપ્રિલ 2019: શું કહે છે તમારી રાશિ? 1 - image


અમદાવાદ, તા. 2 એપ્રિલ 2019, મંગળવાર

મેષ: આજે ભીમ પ્રદોષે મહાદેવજીની ભક્તિ-પૂજા મંત્રજાપથી આનંદ-ઉત્સાહ રહે. નોકરી-ધંધાનું કામ સાનુકુળતાવાળુ રહે. આવક થાય.


વૃષભ: નોકરી-ધંધાના કામમાં હળવાશ- રાહત અનુભવતા જાવ. જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ કામનો ઉકેલ આવતો જાય.


મિથુન: ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. પરંતુ બેંકના કામમાં, સરકારી-રાજકીય-ખાતાકીય કામથી, નોકરી-ધંધાના કામથી બહાર જવાનું થાય.


કર્ક: સીઝનલ બિમારી, ઇન્ફેકશનથી માનસિક તણાવથી અસ્વસ્થતા અનુભવો. આજે આપે તન-મન-ધનથી વાહનથી સંભાળવું પડે.


સિંહ: આજે ભોમ પ્રદોષ છે. મૃત્યુયોગ છે તેથી મીલન-મુલાકાત-યાત્રા-પ્રવાસમાં, રસ્તામાં આવતા જતા વાહન ચલાવતા સંભાળવું પડે.


કન્યા: વિલંબમાં પડેલ કામ ઉકેલાય. નોકરી-ધંધાના સબંધ-વ્યવહાર-સંસ્મરણો તાજા થાય પરંતુ સ્વજન-મિત્રને બિમારી જણાય.


તુલા: વાણીની મીઠાસ- વ્યવહારની નમ્રતાથી તમે મોટી આફત-મુશ્કેલીમાંથી બચી શકો. કમરમાં, ગુદામાં, પેશાબમાં દર્દ પીડાથી સંભાળવું.


વૃશ્ચિક: આરોગ્ય સુખાકારીને પ્રાધાન્ય આપવું. સતત માનસિક ચિંતા-તણાવ-દોડધામમાં હૃદય-મનને શાંતિ જણાય નહીં. પૈસાની ચિંતા રહે.


ધન: દેશ- પરદેશના કામમાં, નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. પત્ની-સંતાન-પરિવારનું કામ રાહતવાળું રહે.


મકર: નોકરી-ધંધાના કામમાં આવક આવવાથી નાણાંકીય ખેંચ-ચિંતા-મુંઝવણ ઓછી થાય. પરિવાર માટે ખરીદી થાય.


કુંભ: કોઇપણ કામ-નિર્ણય આવેશ-ઉતાવળમાં કરવો નહીં. જીદ-મુમત-અહમના ટકરાવમાં નુકસાન થાય. ધીરજ-સ્વસ્થતા રાખવી.


મીન: ખર્ચ-ખરીદીમાં, બેંકના કામમાં, નોકરી-ધંધાની જવાબદારીવાળી કામગીરીમાં, સરકારી જવાબદારીમાં સંભાળવું પડે.

જન્મ તારીખ વર્ષ સંકેત

આજથી શરૂ થતુ આપનું જન્મ વર્ષ આરોહ, અવરોહનું રહે. નોકરી-ધંધાની કામગીરી, જવાબદારીમાં વધારો થાય. સરકારી- રાજકીય- ખાતાકીય કામમાં જાગૃતિ-સાવધાની રાખવી પડે. વિશેષમાં:

ક્ષણિક લાભ: જન્મ વર્ષના પ્રથમ માસમાં ક્ષણિક લાભ થાય પરંતુ લોભ-લાલચમાં ફસામણી થાય, નુકસાન થાય.

નોકરી-ધંધો: નોકરી-ધંધામાં સબંધ-વ્યવહાર સાધવામાં તકલીફ પડે. જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ એક પછી એક પ્રશ્ન તમને ચિંતા- મુશ્કેલી રખાવે.

પરિવાર: પરિવારના કામમાં ધ્યાન આપી શકો. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય. વધારાનો ખર્ચ થાય. મકાન-વાહન-મીલ્કતના પ્રશ્નમાં સાઇઠ દિવસ ચિંતા-ખર્ચના રહે. પત્નીથી હળવાશ, સાનુકુળતા રહે.

વિદ્યાર્થીવર્ગ: વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં- પરીક્ષામાં સાનુકુળતા રહે. ચિંતા ઓછી થાય. મિત્રવર્ગના સંબંધ-વ્યવહાર સચવાય.

Tags :