Get The App

19 જુલાઈ 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Jul 19th, 2018

GS TEAM

Google News
Google News
19 જુલાઈ 2018: શું કહે છે તમારી રાશિ? 1 - image

અમદાવાદ, તા. 19 જુલાઇ 2018, ગુરૂવાર

મેષ:
જૈન અઠ્ઠાઈ પ્રારંભે સગા સંબંધી-મિત્રવર્ગના કામમાં ધ્યાન આપવું પડે. મકાન-વાહનથી ખર્ચ-ચિંતા રહે. અન્યના કારણે અપયશ મળે.

વૃષભ:
આજે જૈન અઠ્ઠાઈ પ્રારંભે ધર્મકાર્ય થાય. નોકરી-ધંધાના કામમાં, બેંકના કામમાં તેમજ આરોગ્યની બાબતમાં, કમરની તકલીફમાં સંભાળવું.

મિથુન:
ધર્મકાર્યમાં, કોઈપણ કામમાં એકાગ્રતા-સ્થિરતા જળવાય નહીં. વાતવાતમાં ઉશ્કેરાટ-ગુસ્સો આવી જાય. નોકરી-ધંધાના કામમાં વ્યગ્રતા રહે.

કર્ક:
હરો ફરો કામકાજ કરો પરંતુ બેચેની અનુભવ્યા કરો. નુકસાન થાય તેવા કામ-નિર્ણય કરવા નહીં. આરોગ્યની કાળજી રાખવી.

સિંહ:
જૈન અઠ્ઠાઈ પ્રારંભે ધર્મકાર્ય થાય. ખર્ચ થાય. અન્યને મદદરૃપ થઈ શકો. નોકરી-ધંધાનું કામ સાનુકૂળ પ્રગતિવાળુ રહે.

કન્યા:
ધંધો-આવક થાય. બેંકના કામનો ઉકેલ લાવવામાં, સરકારી-રાજકીય-ખાતાકીય કામમાં સાનુકૂળતા રહે. સબંધથી કામ થાય.

તુલા:
જૈન અઠ્ઠાઇ પ્રારંભે ધર્મકાર્ય થાય. અન્યના કામમાં તમે વ્યસ્તતા-શ્રમ-થાક અનુભવો. વાહન શાંતિથી ધીમેથી ચલાવવું.

વૃશ્ચિક:
આરોગ્યની અસ્વસ્થતા-બેચેનીના કારણે સમયસર ધાર્યું કામ થાય નહીં. નાણાંકીય કામમાં, શેરોની કામગીરીમાં જાગૃતિ રાખવી.

ધન:
ઉઘરાણીના નાણાં અંગે, કામના ઉકેલ અંગે ચિંતા રહ્યા કરે. પત્નીથી ચિંતા-ખર્ચ થાય. નોકરી-ધંધાનું કામ ગુસ્સો કર્યા વગર કરવું.

મકર:
નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા છતાં સરકારી, કાનૂની કામમાં વિલંબ થાય. કોઈની વાતોથી પ્રભાવીત થઈ જવું નહીં.

કુંભ:
જૈન અઠ્ઠાઈ પ્રારંભે ધર્મકાર્યમાં, નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા છતાં સરકારી, કાનૂની કામમાં વિલંબ થાય. કોઈની વાતોથી પ્રભાવીત થઈ જવું નહીં.

મીન:
જૈન અઠ્ઠાઈ પ્રારંભે ધર્મકાર્યમાં, નોકરી ધંધાના કામમાં આપે એકાગ્રતા રાખવી પડે. શરીર-મનની અસ્વસ્થતા અનુભવો.

જન્મ તારીખ વર્ષ સંકેત

આજથી શરૃ થઈ રહેલા વર્ષ દરમ્યાન કામકાજમાં આનંદ-ઉત્સાહ રહે. આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે.

નાણાંકીય સ્થિતિ:
વર્ષ દરમ્યાન નાણાંકીય સ્થિતિમાં સુધારો થાય. ધંધામાં આવક જણાય. જૂની ઉઘરાણીના નાણાં છૂટા થવાથી રાહત અનુભવાય. આકસ્મિક કોઈ લાભ-ફાયદો જણાય. વર્ષ પસાર થતું જાય તેમ તેમ વધુ સારુ થતું જાય.

નોકરી-ધંધો:
નોકરી-ધંધામાં વર્ષ સાનુકૂળ રહે. જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ સાનુકૂળતા-સફળતામાં વધારો થતો જાય. સ્થળ-સ્થાનની ફેરફારીના સંજોગો ઉભા થાય. ઉપરીવર્ગ આપના કામની કદર-પ્રશંસા કરે. ધંધામાં નવો કોઈ ઓર્ડર મળી રહે.

સ્ત્રીવર્ગ:
સ્ત્રીવર્ગ માટે વર્ષ સાનુકૂળ રહે. નોકરી ધંધાની સાથે ઘર-પરિવારની જવાબદારી સારી રીતે સંભાળી શકો. ઘર-પરિવારનો સાથ મળી રહે. સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ જણાય.