19 જાન્યુઆરી 2018 શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ તા. 19 જાન્યુઆરી 2018, શુક્રવાર
મેષ :
આજે બપોરના ૨ ક. ૧૭ મિ. થી પંચક શરૃ થાય છે પરંતુ સવારના ૧૧ ક. ૦૨ મિ. થી વ્યતિપાત યોગ શરૃ થાય છે તેથી તમારા કામકાજમાં ધ્યાન રાખવું.
વૃષભ :
જેમ જેમ સાંજ ઢળતી જાય તેમ તેમ નોકરી-ધંધાના કામનો ઉકેલ લાવવામાં સાનુકુળતા થતી જાય. સરકારી - રાજકીય - ખાતાકીય કામ થાય.
મિથુન :
આજે અસ્વસ્થતા- અશાંતિના કારણે કામકાજમાં એકાગ્રતા જળવાય નહીં. કંટાળો આવે. પરંતુ સાંજ પછી હળવાસ- રાહત થતી જાય.
કર્ક :
માનસિક વ્યગ્રતા- અશાંતિ- ઉશ્કેરાટ- ગુસ્સાના કારણે હૃદય-મનને ઉત્પાત રહ્યા કરે. શું કરવું તેની સુઝ પડે નહીં. અન્યના કારણે તકલીફ પડે.
સિંહ :
આજે રૃકાવટવાળા કામનો ઉકેલ લાવવામાં સાનુકુળતા રહે. નોકરી-ધંધાના, ઘર- પરિવારના-સંતાનના કામમાં ધ્યાન આપી શકો.
કન્યા :
નોકરી-ધંધાના કામમાં પ્રગતિ થાય. સગા સંબંધી- મિત્રવર્ગનું કામ કરી શકો. અન્યને મદદરૃપ થઇ શકો. સીઝનલ ધંધો આવક થાય.
તુલા :
જેમ જેમ સાંજ ઢળતી જાય તેમ તેમ હૃદય-મનની વ્યગ્રતા ઓછી થાય. તમારા અંગત કામમાં, નોકરી-ધંધાના કામમાં રાહત હળવાશ થતી જાય.
વૃશ્ચિક :
સવારના ૧૧ ક. ૦૨ મિ. થી વ્યતિપાત યોગ શરૃ થાય છે. બપોરના ૨ ક. ૧૭ મિ. થી પંચક શરૃ થાય છે, તેથી આજનો દિવસ બેચેની વ્યગ્રતાવાળો રહે.
ધન :
નોકરી-ધંધાના કામથી બહાર જવાનું થાય. મીલન મુલાકાત ચર્ચા વિચારણા થાય. રુકાવટવાળા કામનો ઉકેલ લાવવા મહેનત કરવી પડે.
મકર :
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારું કામ સરળ થતું જાય. નોકરી-ધંધાના કુટુંબ પરિવારના કામનો ઉકેલ આવતો જાય.
કુંભ :
વિચારોની દ્વિઘા-ચિંતા- માનસિક પરિતાપ રહે. હરો ફરો કામકાજ કરો પરંતુ કામમાં એકાગ્રતા શાંતિ જળવાય નહિ.
મીન :
શાંતિથી તમારું અંગત કામ તેમજ નોકરી-ધંધાનું કામ કરવું. ગુસ્સામાં, વિવાદમાં તમે પોતે તકલીફ મુશ્કેલીમાં મુકાવ.
જન્મ તારીખ વર્ષ સંકેત
વર્ષારંભે ચિંતા ઉચાટ જણાય. વર્ષ પસાર થાય તેમ તેમ ધીરે ધીરે રાહત થતી જાય. કામ થતા જાય.
કૌટુંબિક- પારિવારિક
કૌટુંબિક - પારિવારિક ચિંતા ઉચાટ રહે. વાદ - વિવાદ મનદુઃખથી સંભાળવું પડે. આવેશ - ઉશ્કેરાટમાં આવી જઇ કોઇ નિર્ણય કરવો નહીં.
મકાન- વાહન- જમીન
મકાન- વાહન- જમીન અંગેની લે-વેચ કરવાની હોય તો વર્ષ દરમ્યાન કાર્યવાહિ થઇ શકે, કામમાં પ્રગતિ જણાય.
નોકરી-ધંધો
નોકરી-ધંધામાં આપે આયોજન કરીને આપના કાર્યમાં આગળ વધવું. એકદમ જ કોઇ કાર્યમાં કૂદી પડવું નહી. કોઇના દોરવાયા દોરવાઇ જવું નહીં.
વિદ્યાર્થીબંધુ
વિદ્યાર્થીબંધુએ વર્ષારંભથી જ અભ્યાસમાં મન પરોવવું. માનસિક અશાંતિના લીધે અભ્યાસમાં એકાગ્રતા લાવવામાં મુશ્કેલી પડે.