19 એપ્રિલ 2018 : શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ, તા. 19 એપ્રિલ 2018, ગુરૂવાર
મેષ :
નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં રાહત રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
વૃષભ :
કામમાં વ્યસ્ત રહેવા છતાં માનસિક પરિતાપ, વ્યગ્રતા જણાય. અગત્યના નિર્ણયો લેવામાં ઉતાવળ કરવી નહીં. મુલાકાતમાં મુશ્કેલી રહે.
મિથુન :
આપના ધાર્યા પ્રમાણેનું કાર્ય કરવામાં મુશ્કેલી અનુભવાય. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં કે નિર્ણય કરવો નહીં. ખોટા ખર્ચાઓ પર કાપ મૂકવો.
કર્ક :
આપને કામમાં સાનુકૂળતા જણાય. રૃકાવટ વિલંબમાં અટવાયેલા કાર્યમાં પ્રગતિ જણાય, સીઝનલ ધંધામાં લાભ- ફાયદો જણાય.
સિંહ :
આપના રોજિંદા કામની સાથે મિત્રવર્ગ, સગા- સંબંધીના કામ અંગે આપે દોડધામ કરવી પડે. મકાન- વાહનની લે-વેચમાં સાનુકૂળતા રહે.
કન્યા :
ધંધાકીય કોઈ નવું આયોજન વિચારતા હોય તો તે થઈ શકે. પરદેશના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું આયોજન ગોઠવાય.
તુલા :
દિવસ દરમ્યાન શારીરિક, માનસિક અસ્વસ્થતા બેચેની જેવું રહ્યા કરે. વધુ પડતા કાર્યબોજ- દોડધામને લીધે તબિયત બગડે નહિ તેનું ધ્યાન રાખવું.
વૃશ્ચિક :
ઇચ્છિત વ્યક્તિ સાથેની મિલન- મુલાકાતમાં સાનુકૂળતા સફળતા મળી રહે. જાહેર કામકાજ અંગે, રાજકીય સરકારી કામ અંગે બહાર જવાનું થાય.
ધન :
ધાર્યા પ્રમાણેનું કાર્ય કરવામાં દોડધામ- શ્રમમાં વધારો થાય. કોર્ટ- કચેરીના કામમાં, ખાતાકીય તપાસમાં આપે થોડી- ધીરજ શાંતિ રાખવી.
મકર :
આપની આવડત- અનુભવ- બુદ્ધિના આધારે કાર્યનો ઉકેલ લાવી પ્રગતિ કરી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ ફાયદો થાય.
કુંભ :
રૃકાવટ- વિલંબના લીધે કામમાં મન લાગે નહી. આવેશ- ઉશ્કેરાટમાં આવી જવું નહિ. માતૃપક્ષે બીમારી- ચિંતાનું આવરણ આવી જાય.
મીન :
આપના યશ- પદ- ધનમાં વધારો થાય, સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ- સહકાર મળી રહે. ધર્મકાર્ય- શુભકાર્યથી આનંદ રહે.
જન્મ તારીખ વર્ષ સંકેત....
આ વર્ષ દરમ્યાન ઉતાર- ચઢાવની પરિસ્થિતિ રહે. જો કે, વર્ષ જેમ જેમ પસાર થતું જાય તેમ તેમ રાહત થતી જાય.
સ્વાસ્થ્ય સુખાકારી :
વર્ષારંભે આરોગ્યની બાબતમાં આપે ખાસ સંભાળવું પડે. વાહન ધીરે ચલાવવું પડવા વાગવાથી અકસ્માતથી સંભાળવું પડે તે સિવાય સિઝનલ બીમારીના ચક્કરમાં ફસાઈ ન જાવ તેનું ધ્યાન રાખવું. દિવાળી પછી ધીરે ધીરે રાહત થતી જાય.
નોકરી- ધંધો :
નોકરી- ધંધામાં આપે અન્યના ભરોસે ન રહેવું, આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કાર્ય કરવામાં દોડધામ- શ્રમ વધારવા પડે હરિફ વર્ગ આપના ગ્રાહક વર્ગને તોડવાના પ્રયત્ન કરે પરંતુ આપે આવેશ ઉશ્કેરાટમાં આવ્યા વગર કુનેહથી કામ કરવું.
વિદ્યાર્થી વર્ગ :
વિદ્યાર્થી વર્ગ માટે વર્ષ મધ્યમ છે. વધુ પડતો આત્મવિશ્વાસ, મિત્રવર્ગ સાથે હરવા-ફરવામાં અભ્યાસ બગડે નહિ તેની તકેદારી રાખવી પડે. પરીક્ષા સમયે બીમારીથી સંભાળવું.